ઓડિટરની લાયકાતો
જવાબ :- કંપની ધારાનીકલમ ૨૨૬ મુજબ ઓડિટર માટેની લાયકાતો નીચે મુજબ છે:
૧) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ :
- ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ ૧૯૪૯ મુજબ જે વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તે જાહેર અને ખાનગી બંને પ્રકારની કંપનીમાં ઓડિટર થઈ શકે.
૨) ભાગીદારી પેઢી ઓડિટર તરીકે :
- જો કોઈ ભાગીદારી પેઢીના બધા જ ભાગીદારો ભારતમાં વ્યવસાય કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો તે પેઢીના નામથી ઓડિટર તરીકે નિમણૂક થઈ શકે.
- આ સંજોગોમાં ગમે તે ભાગીદાર પેઢીના નામે ઓડિટર તરીકે કામ કરી શકે.
૩) સર્ટિફાઈડ ઓડિટર :
- કોઈ શખ્સ “રેસ્ટ્રિક્ટેડ ઓડિટર્સ સર્ટિફિકેટ” ૧૯૫૬ મુજબ પ્રમાણપત્ર ધરાવતો હોય તે પણ ઓડિટર તરીકે કામ કરી શકે.
૪) ↓↓
- જો મધ્યસ્થ સરકાર સત્તાવાર ગેઝેટમાં જાહેરાત દ્વારા આવા પ્રમાણપત્ર આપવા, રદ કરવા, કે મોકૂફ રાખવા, નિયમો ઘડી શકશે.
- આ જોગવાઈ અનુસાર મધ્યસ્થ સરકારે જે નિયમો ઘડ્યા છે તે મુજબ ઓડિટરને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હોય છે.