પાઠ 2: રેસનો ઘોડો (સ્વાધ્યાય)
૧. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✔) ની નિશાની કરો:
(૧) વિનુકાકા વાતવાતમાં કહેતા…
- (A) નિશાન ઊંચું રાખવું. ✔
- (B) નિશાન નીચું રાખવું.
- (C) અન્યને નિશાન બનાવવું.
- (D) ક્યારેય કોઈ નિશાન ન રાખવું.
(૨) અંકિતના માતા-પિતાનું સ્વપ્ન હતું કે…
- (A) તે માત્ર ડિગ્રીઓ મેળવે.
- (B) તે ઉમદા માણસ બને. ✔
- (C) તે ડૉક્ટર બને.
- (D) તે ખૂબ પૈસાવાળો બને.
૨. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો.
- (૧) અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી?
- (૨) અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયાં પુસ્તકો ભેટમાં મળ્યાં હતાં?
અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાના માતા-પિતા માટે સમય નથી.
અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં ‘ટ્રાવેલ કિટ’ ભેટમાં મળી હતી.
૩. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર આપો:
- (૧) “બેટા, ચાલ, બહુ મોડું થઈ ગયું” વિનુકાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો.
- (૨)”હવે અમેરિકા ક્યારે જશો?” પ્રશ્નનો ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો.