June 6, 2026

Study Quell

Your Creativity, One Platform for All Solution!..

guj 10 ch 2 savdhyay solution Q.3

१. “બેટા ચાલ બહુ મોડું થઈ ગયું.” વિનુકાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો.

સૌરભ ભણીગણીને અમેરિકામાં ડૉક્ટર થયો. ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી પણ તેની પાસે માતાપિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું. તેથી ઊંડા દુઃખ સાથે તેમણે કહ્યું, “બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું.”


૨. “હવે અમેરિકા ક્યારે જશો?” પ્રશ્નનો ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો.

“હવે અમેરિકા ક્યારે જશો? ” એવા નીનાબહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકા માથું ધુણાવી ચૂપ રહ્યા. એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું. હવે એમન પુત્ર સૌરભને એમના માટે સમય નહતો.