11
ભારત: જળ સંસાધન
સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
(1) જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો જણાવો.
(2) ભારતમાં જળ સંકટ સર્જાવાના સંજોગો જણાવો.
(3) વૃષ્ટિ જળ સંચયના વિશેની માહિતી આપો.
૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
(1) બહુહેતુક યોજનાનું મહત્ત્વ જણાવો.
(2) સિંચાઈક્ષેત્રના વિતરણ વિશે લખો.
- (1) ભૂમિગત જળના ઉપયોગો જણાવો.
- (2) જળ વ્યવસ્થાપનમાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ ?
૪. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :
(1) પૃષ્ઠીય જળનો મુખ્ય સ્રોત કયો છે ?
(A) વૃષ્ટિ (B) તળાવો (C) નદીઓ (D) સરોવરો
(2) નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યની સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો :
૧. ભાખરા-નાંગલ (b) પંજાબ ૨. કોસી (a) બિહાર
૩. નાગાર્જુન સાગર (d) આંધ્રપ્રદેશ
૪. નર્મદા (c) ગુજરાત
(A) (1-b), (2-a), (3-c), (4-d) (B) (1-b), (2-a), (3-d), (4-c) (C) (1-d), (2-c), (3-b), (4-a) (D) (1-c), (2-d), (3-a), (4-b)
(3) નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?
(A) ભારતમાં નહેરોની સરખામણીએ કૂવા અને ટ્યૂબવેલ વડે થતી સિંચાઈનું પ્રમાણ વધારે છે. (B) હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે.
(C) જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે.
(D) પંજાબ અને હરિયાણા સિંચાઈક્ષેત્રે અગ્રેસર રાજ્યો છે.
(4) વર્ગખંડમાં ‘ખેત તલાવડી’ વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે ?
(A) જય : તે ઉદ્યોગ માટે પાણીની પ્રાપ્તિનું મહત્વનું સંસાધન છે. (B) યશ : તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્વનું અંગ છે.
(C) યુગ : તે જમીનનું ધોવાણ વધારવાની આધુનિક તકનીક છે.
(D) દક્ષ : તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે.
(5) નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતાં કયો વિકલ્પ સાચો જણાય છે ?
(A) ચંબલ ખીણ, ભાખરા-નાંગલ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર (B) ભાખરા-નાંગલ, નાગાર્જુન સાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ
(C) નાગાર્જુન સાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ, ભાખરા-નાંગલ
(D) ભાખરા-નાંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર