14
પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર
સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
(1) રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ટૂંકનોંધ લખો.
(2) ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો જણાવો.
(3) ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો કયા-કયા છે ?
૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
(1) સમૂહસંચારમાં શાનો સમાવેશ થાય છે ?
(2) ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજ-વસ્તુઓ કઈ-કઈ છે ?
- (1) ગુજરાતમાં રજ્જુમાર્ગ કયા સ્થળોએ આવેલા છે ?
- (2) વ્યક્તિગત સંચારતંત્રનાં અસરકારક સાધનો કયાં છે ?
- (3) આંતરિક વ્યાપાર કોને કહેવાય ?
- (4) પહેલાંના જમાનામાં સંદેશા વ્યવહાર કેવી રીતે થતો ?
૪. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(1) એવરેસ્ટના આરોહણ સમયે સામાન ઊંચકવાનું કામ કોણ કરે છે ?
(A) નેપાળી (B) ભોટિયા (C) ભૈયાજી (D) એકપણ નહિ
(2) ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ કયો છે ?
(A) ૩ નંબર (B) ૮ નંબર (C) ૪૪ નંબર (D) ૧૫ નંબર
(3) રાષ્ટ્રીય ધોરી માર્ગ નિર્માણની જવાબદારી કોની છે ?
(A) રાજ્ય સરકાર (B) કેન્દ્ર સરકાર (C) જિલ્લા પંચાયત (D) એકપણ નહિ