June 6, 2026

Study Quell

Your Creativity, One Platform for All Solution!..

કથકલી નૃત્યશૈલીનો સવિસ્તર પરિચય આપો.

પ્રશ્ન: કથકલી નૃત્યશૈલીનો સવિસ્તર પરિચય આપો.

૧. કથકલી એ ભારતની અત્યંત પ્રાચીન અને પ્રભાવશાળી નૃત્યશૈલી છે, જે મુખ્યત્વે કેરલ રાજ્યની આગવી ઓળખ અને ગૌરવ સમાન છે.
૨. આ નૃત્યનો ઉદભવ અને વિકાસ પૌરાણિક મહાકાવ્યો, મહાભારત ના પ્રસંગો અને સંસ્કૃત-મલયાલમ મિશ્રિત નાટકોમાંથી થયો છે. સમય જતાં આ નાટ્યકલા ‘કથકલી’ તરીકે જગપ્રખ્યાત થઈ.
૩. કથકલી નૃત્યની સૌથી મોટી વિશેષતા તેના પાત્રોનો વેશભૂષા છે. પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મસ્તક પર કલાત્મક મોટા મુકુટ ધારણ કરે છે, જે તેમની પ્રતિભાને ભવ્ય બનાવે છે.
૪. આ નૃત્યમાં પાત્રોના ચહેરા પરના વિશિષ્ટ હાવભાવ અને મુખાકૃતિ (ચિતરામણ) પરથી જે-તે પાત્રના સ્વભાવને ઓળખી શકાય છે. પાત્રો રંગમંચ પર તેલના એક જ દીવાના તેજમાં પડદા પાછળથી પ્રવેશી પોતાનો સંગીતમય પરિચય આપે છે.
૫. કથકલીના કલાકારો માત્ર પોતાના ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાઓ દ્વારા જ ત્રણેય લોકના પાત્રોને જીવંત કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. શબ્દો વગર માત્ર અંગભંગિમાથી વાર્તા કહેવી એ આ કલાની ખૂબી છે.
૬. આ કલાને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવવામાં કેરલના મહાન કવિ શ્રી વલ્લભથોળ (જેમણે કલામંડળની સ્થાપના કરી), કલામંડલમ્ કૃષ્ણપ્રસાદ અને શિવારમન જેવા દિગ્ગજ કલાકારોનો ફાળો અજોડ છે.
આમ, કથકલી એ માત્ર નૃત્ય નથી પણ ભારતીય પુરાણો અને સંસ્કૃતિને અભિવ્યક્ત કરતું એક સજીવ માધ્યમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *