Skip to content
પ્રશ્ન: પ્રાચીન ભારતની માટીકામ કલા વિશે માહિતી આપો.
- પ્રાચીન સમયમાં જ્યારે ધાતુની શોધ નહોતી થઈ, ત્યારે માનવ જીવન સંપૂર્ણપણે માટી અને માટીકામ પર નિર્ભર હતું. તેથી જ માનવી અને માટી વચ્ચેનો સંબંધ ઘણો જૂનો અને અતૂટ ગણાય છે.
- એ સમયે રમકડાં, માટીના ઘડા, કોડિયાં, કુલડીઓ, ચૂલા અને ઈંટો જેવા સાધનો માટીમાંથી બનાવવામાં આવતા હતા. અનાજનો લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે માટીની નાની-મોટી કોઠીઓ નો ઉપયોગ થતો.
- દૂધ, દહીં, છાસ અને ઘી જેવા પ્રવાહી ભરવા માટેના પાત્રો તેમજ રસોઈના વાસણો પણ માટીમાંથી જ તૈયાર કરવામાં આવતા. તે સમયે ગામડાઓમાં ઘરની દીવાલોને માટી અને છાણના મિશ્રણ થી લીંપીને સુરક્ષિત રાખવામાં આવતી હતી.
- ભારત પ્રાચીન કાળથી કાચી માટી અને પકવેલી માટી (ટેરાકોટા) નાં વાસણો માટે વિશ્વમાં જાણીતું છે. આના પુરાવા આપણને તેલંગણાના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા લાંઘણજ માંથી મળી આવેલા જૂના અવશેષો પરથી મળે છે.
- હડપ્પા અને મોહેં-જો-દડોની સંસ્કૃતિના ખોદકામ દરમિયાન લાલ રંગના પવાલાં, બરણી અને રકાબી જેવા માટીના વાસણો મળી આવ્યા છે, જે તે સમયની કલાત્મકતા દર્શાવે છે.
- કુંભારનો ચાકડો એ માટીકામ માટેનું ભારતનું પ્રથમ યંત્ર માનવામાં આવે છે, જેણે માટીકામની કલામાં ક્રાંતિ લાવી હતી.
- આજે પણ આપણી સંસ્કૃતિમાં માટીનું મહત્વ જળવાયેલું છે. નવરાત્રી દરમિયાન માટીમાંથી બનેલો કોરેલો ગરબો (દીવો ધરાવતો ઘડો) તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.