સ્વાધ્યાય
૧. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા(✓)ની નિશાની કરો :
(૧) નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી?
(A) બીજાના દુઃખને સમજી શકે છે. (B) નિરભિમાની હોય છે.
(C) અભિમાની હોય છે. (D) કોઈની પણ નિંદા કરતા નથી.
(૨) વાચ, કાછ, મન નિશ્છલ રાખે એટલે…
(A) વાણી, ચારિત્ર્ય અને મનને કપટથી દૂર રાખે
(B) વાણી, કાછા અને મનને કપટી બનાવે
(C) વાણી, ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે
(D) વાણી, કાછા અને મનને ચંચલ રાખે
૨. એક-એક વાક્યમાં ઉત્તર આપો :
(૧)”સકળ તીરથ તેના તનમાં રે” – પંક્તિનો અર્થ જણાવો.
જવાબ:-
કવિ વૈષ્ણવજનને સકળ તીર્થસ્વરૂપ ગણાવે છે, કારણ કે તે નિર્મોહી, નિષ્કપટ અને હૃદયથી વૈરાગી હોય છે. તેણે કામ અને ક્રોધ પર વિજય મેળવ્યો હોય છે તથા તે લોભ કે છળકપટથી હંમેશા દૂર રહે છે. તેનું પવિત્ર ચિત્ત હંમેશા ઈશ્વરના નામનું સ્મરણ કરવામાં જ મગ્ન રહેતું હોવાથી, તેને સાચા અર્થમાં ચાલતું-ફરતું તીર્થ માનવામાં આવે છે.
(૨) મોહમાયા કોને સ્પર્શી શકતાં નથી?
જવાબ:-
મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતાં નથી.
૩. નીચેના પ્રશ્નોના બે-ત્રણ લીટીમાં જવાબ આપો :
(૧) કોનાં દર્શન કરવાથી એકોત્તર પેઢી તરી જાય છે?
ઉત્તર: જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય, જેના અંતરમાં દઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળકપટ ન હોય, જેણે કામક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, અને જેનું ચિત્ત હંમેશાં રામના નામની ધૂનમાં જ લીન હોય; એવા તીર્થસ્વરૂપ વૈષ્ણવજનનાં દર્શન કરવાથી દર્શન કરનારની એકસો એક પેઢી તરી જાય છે.
(૨) પરસ્ત્રી જેને માત રે – પંક્તિ સમજાવો.
ઉત્તર: પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવજનનો મહિમા કરે છે. જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી તેમનું ચિંતન કરે છે, તે જ માત્ર વૈષ્ણવજન નથી. પોતાનાં દુઃખોનાં ગાણાં ગાનાર અને પ્રભુ આગળ ફરિયાદ કરનાર તો ઘણા છે, પણ જે વ્યક્તિનું હૃદય બીજાનાં દુઃખ જોઈને પીડા પામે છે ને તે દુઃખો દૂર કરવામાં પોતાની જાતને સમર્પિત કરે છે, તે જ સાચો વૈષ્ણવ છે. એ વ્યક્તિ બીજાનાં દુઃખો દૂર કરી મનમાં “કશુંક કર્યાનો” ઉપકારનો ભાવ પ્રગટ થવા દેતો નથી, એટલે કે તે ક્યારેય અભિમાન કરતો નથી.
૪. નીચેના પ્રશ્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો :
નરસિંહ મહેતા વૈષ્ણવજનનાં ક્યાં-ક્યાં લક્ષણો જણાવે છે? તમારા શબ્દોમાં વર્ણવો.
૫. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :
“વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે,
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે,”