7
આપણા વારસાનું જતન
સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
(1) આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ ?
(2) પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો.
(3) વારસાના જતન માટે આપણી ભૂમિકાનું વર્ણન કરો.
(4) પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી માટેના કાયદા જણાવો.
૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
(1) આપણા વારસાના જતન તથા સંરક્ષણની આવશ્યકતા જણાવો.
(2) સંગ્રહાલયોની જાળવણી વિશે માહિતી આપો.
(3) ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો.
(4) પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્યો લખો.
(5) ‘ભારતની વિવિધતામાં એકતા’ વિશે નોંધ લખો.
- (1) પર્યટન ઉદ્યોગથી થતા લાભ દર્શાવો.
- (2) આપણા વારસાને લોકો કઈ-કઈ રીતે નુકસાન પહોંચાડે છે ?
- (3) ‘મુંબઈ પ્રાકૃતિક ઈતિહાસ સમિતિ’ની રચના ક્યારે થઈ હતી ? તે શું કાર્ય કરે છે ?
- (4) ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શું કાર્ય સંભાળે છે ?
- (5) સ્વામી વિવેકાનંદે ‘વિશ્વધર્મ પરિષદ’માં ધર્મ વિશે શું કહ્યું હતું ?
૪. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(1) સાચો ક્રમ પસંદ કરી જોડકાં જોડો :
(1) શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય – (C) પાટણ (2) ભારતીય સંગ્રહાલય – (D) કોલકાતા
(3) છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય – (A) મુંબઈ
(4) રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય – (B) ભોપાલ
(A) (1 – C), (2 – D), (3 – A), (4 – B) (B) (1 – A), (2 – B), (3 – D), (4 – C) (C) (2 – A), (4 – C), (1 – B), (3 – D)
(2) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
(A) ભારતે ‘વસુધૈવકુટુંબકમ્’ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. (B) ‘મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે !’ – સ્વામી વિવેકાનંદ.
(C) ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વમાં માનતી ભારતની પ્રજાએ આવકાર્યા.
(D) પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો.
(3) તાજમહેલના શ્વેત સંગેમરમર (આરસ) ઝાંખા અને પીળા પડી રહ્યા હતા તેનું શું કારણ હતું ?
(A) ભૂમિપ્રદૂષણ (B) જળપ્રદૂષણ (C) વાયુપ્રદૂષણ (D) ધ્વનિપ્રદૂષણ