21
સામાજિક પરિવર્તન
સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
(1) ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
(2) વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમનાં રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ વર્ણવો.
(3) માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો.
(4) બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો.
(5) રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ સંબંધી વિવિધ સંવર્ગોને અનાજ વિતરણ સંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધી જોગવાઈઓ વિગતે ચર્ચો.
૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
(1) સામાજિક પરિવર્તન થવાનાં મુખ્ય પરિબળો જણાવો.
(2) કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી શાથી જરૂરી બની છે ?
(3) ‘બાલવિકાસ એ આર્થિક વિકાસની પૂર્વશરત છે’ સમજાવો.
(4) ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો.
(5) અન્ન સલામતી વિધેયકના હેતુઓ વર્ણવો.
➤ (1) બાળશ્રમિકની માંગનું પ્રમાણ શા માટે વધુ હોય છે ?
➤ (2) નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો.
➤ (3) બાળમજૂરીનાં વિવિધ સ્વરૂપો વર્ણવો.
➤ (4) ભ્રષ્ટાચાર ભાવવધારાનું એક કારણ છે. શા માટે ?
➤ (5) ‘મા અન્નપૂર્ણા યોજના’ની મહત્ત્વની જોગવાઈ જણાવો.
૪. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :
(1) ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે ?
(A) રૂઢિઓ-પરંપરાઓ (B) લોકમત (C) પશ્ચિમીકરણ (D) સાક્ષરતા
(2) માનવહકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું ?
(A) ગ્રેટબ્રિટન (B) સંયુક્ત રાષ્ટ્રો (C) યુનિસેફ (D) વિશ્વબેંક
(3) ‘વિશ્વ વૃદ્ધદિન’ની ઉજવણી કઈ તારીખે થાય છે ?
(A) 8 માર્ચ (B) 1લી ઓક્ટોબર (C) 1લી એપ્રિલ (D) 15મી જૂન
(4) નીચેનામાંથી કઈ માહિતી આપવાનો ઇન્કાર કરી શકાય છે ?
(A) ચૂંટણીપંચ (B) સરકારી યોજનાઓ (C) ન્યાયિક ચુકાદા (D) રાષ્ટ્રની અખંડિતતા સાર્વભૌમત્વની બાબતો
(5) મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવી છે ?
(A) જન્મના દાખલા વગર પ્રવેશ (B) ખાસ તાલીમની સુવિધા (C) પ્રવેશ કસોટી વિના પ્રવેશ (D) પ્રવેશ સમયે કેપિટેશન ફી
(6) જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે ?
(A) બારકોડેડ રેશનકાર્ડ (B) એટીએમકાર્ડ (C) બાયોમેટ્રિક ઓળખ (D) ચૂંટણીનું ઓળખપત્ર
(7) દિવ્યાંગ વિદ્યાર્થીની ઉંમર કેટલા વર્ષની થાય ત્યાં સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે ?
(A) 15 વર્ષ (B) 16 વર્ષ (C) 17 વર્ષ (D) 18 વર્ષ