20
ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો
સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
(1) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો.
(2) આતંકવાદની સામાજિક અસરો જણાવો.
૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
(1) સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો.
(2) લઘુમતીઓનાં કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો.
(3) આતંકવાદની આર્થિક અસરો જણાવો.
➤ (1) આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજાવો.
➤ (2) નક્સલવાદી આંદોલન વિશે નોંધ લખો.
૪. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :
(1) ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે ?
(A) સાંપ્રદાયિકતા (B) જ્ઞાતિવાદ (C) ભાષાવાદ (D) જૂથવાદ
(2) અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે ?
(A) અસ્પૃશ્યતા (B) ધર્મ (C) સંપ્રદાય (D) આમાંનું એક પણ નહિ
(3) બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે ?
(A) આર્ટિકલ 25 (B) આર્ટિકલ 29 (C) આર્ટિકલ 17 (D) આર્ટિકલ 46
(4) નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે ?
(A) જ્ઞાતિવાદ (B) સાંપ્રદાયિકતા (C) ભાષાવાદ (D) આતંકવાદ
(5) જોડકાં જોડી સાચો વિકલ્પ પસંદ કરો :
(1) ત્રિપુરા – (C) એ. ટી. ટી. એફ.(2) મણીપુર – (D) કે. એન. એફ.
(3) નાગાલેન્ડ – (B) એન. એસ. સી. એન.
(4) આસામ – (A) ઉલ્ફા
સાચો જવાબ: (C) 1-C, 2-D, 3-B, 4-A