19
માનવ વિકાસ
સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
(1) માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે ?
(2) માનવ વિકાસ સામેના પડકારો જણાવો.
(3) ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે ?
(4) ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો.
(5) ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ-કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે ? સમજાવો.
૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
(1) માનવ વિકાસને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે ?
(2) ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાને ક્રમિક રીતે જણાવો.
(3) ‘અભયમ્ યોજના’ શું છે ? સમજાવો.
(4) આપણી આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબત દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે ?
➤ (1) માનવ વિકાસ એટલે શું ?
➤ (2) માનવ વિકાસ આંકના માપનની નવી પ્રવિધિમાં ક્યા ક્યા નિર્દેશકોનો ઉપયોગ કરાય છે ?
➤ (3) માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો માનવ વિકાસ આંક કેટલો અને ક્યા ક્રમે છે ?
➤ (4) ભારતના ક્યા પડોશી દેશો માનવ વિકાસ આંકમાં ભારતથી આગળ છે ?
➤ (5) બાળ રસીકરણ કાર્યક્રમમાં બાળકોને કઈ-કઈ રસી આપવામાં આવે છે ?
૪. નીચેના પ્રશ્નોના ઉત્તરો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપો :
(1) માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કાર્ય કરે છે ?
(A) UNESCO (B) UNICEF (C) FAO (D) UNDP
(2) નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો છે ?
(A) ભારત (B) નાઈઝર (C) નોર્વે (D) બ્રાઝીલ
(3) નીચેના દેશોને માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમે ગોઠવતાં કઈ જોડ સાચી બનશે ?
(A) ભારત, શ્રીલંકા, નેપાળ, ભુતાન (B) શ્રીલંકા, ભુતાન, ભારત, નેપાળ (C) શ્રીલંકા, ભારત, ભુતાન, નેપાળ (D) શ્રીલંકા, ભારત, નેપાળ, ભુતાન
(4) ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવેલ ?
(A) 1975 (B) 2002 (C) 1985 (D) 1999
(5) ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલ છે ?
(A) મહબૂબ ઉલ હક (B) અમર્ત્ય સેન (C) રવીન્દ્રનાથ ટાગોર (D) સી. વી. રામન