18
ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ
સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
(1) ભાવવૃદ્ધિનાં કારણોની વિગતે ચર્ચા કરો.
(2) ભાવનિયંત્રણ માટેના મુખ્ય બે ઉપાયોની ચર્ચા કરો.
(3) ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે (છ મુદ્દા) સવિસ્તર સમજાવો.
(4) ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો.
(5) ગુણવત્તા માનક અંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે જણાવો.
(6) ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ ?
૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
(1) ભાવવધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે – સમજાવો.
(2) કાળુનાણું ભાવવધારાનું એક કારણ છે – સમજાવો.
(3) ભાવનિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો.
(4) ગ્રાહકનું શોષણ થવાનાં કારણો જણાવો.
(5) ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો.
(6) ફરિયાદ કોણ કરી શકે તથા ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો વર્ણવો.
➤ (1) ભાવનિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે ?
➤ (2) ભાવવૃદ્ધિની મૂડીરોકાણ પર શી અસરો છે તે જણાવો.
➤ (3) ભાવનિર્ધારણ તંત્રની ભાવનિયમનમાં શી ભૂમિકા છે ?
➤ (4) ગ્રાહક કોને કહેવાય ?
➤ (5) ISI, ECO, FPO, એગમાર્ક વિશે જણાવો.
૪. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :
(1) સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવ નિર્ધારિત થાય છે ?
(A) શાકભાજી (B) દાક્તરી સારવાર (C) પેટ્રોલ-ડીઝલ (D) હોટલમાં જમણ
(2) સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે ?
(A) ચીજવસ્તુઓ (B) અનાજ (C) કાચોમાલ (D) નાણાં
(3) ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે ?
(A) કાળાબજાર (B) નફાખોરી (C) સટ્ટાખોરી (D) સંગ્રહખોરી
(4) 15મી માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે ?
(A) ગ્રાહક અધિકાર દિન (B) વિશ્વ ગ્રાહકદિન (C) ગ્રાહક જાગૃતિ દિન (D) રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન
(5) કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે ?
(A) ગ્રાહક તકરાર નિવારણ તંત્ર (B) રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ (C) રાષ્ટ્રીય ગ્રાહક કમિશન (D) ગ્રાહક સુરક્ષા આયોગ
(6) ગ્રાહક શિક્ષણ-જાગૃતિ માટે કયું સામયિક બહાર પડે છે ?
(A) ઇનસાઇટ (B) ગ્રાહક જાગૃત મંચ (C) ગ્રાહક શિક્ષણ (D) કન્ઝ્યુમર એક્ટ
(7) ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે ?
(A) BIS (B) CAC (C) ISO (D) FPO