17
આર્થિક સમસ્યાઓ અને પડકારો : ગરીબી અને બેરોજગારી
સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
(1) ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો.
(2) ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે ‘કૃષિક્ષેત્રે’ તથા ‘ગામોદયથી ભારત ઉદય’ના કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલાં પગલાંઓની વિગતે ચર્ચા કરો.
(3) ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો.
(4) બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજના અને કાર્યક્રમો (મુખ્ય ચાર) સવિસ્તર સમજાવો.
૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
(1) ગરીબી એટલે શું ? ગરીબીરેખા હેઠળ જીવતા લોકોનાં લક્ષણો જણાવો.
(2) ભારતમાં ગરીબીનું વર્ણન કરો.
(3) ગરીબી ઉદ્ભવવાનાં કારણો જણાવો.
(4) સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના સરકારના કાર્યક્રમો જણાવો.
(5) ધનિક ભારતમાં ગરીબો વસે છે ! સમજાવો.
(6) બેરોજગારીનાં કારણો જણાવો.
(7) બેરોજગારીની અસરો જણાવો.
➤ (1) સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી.
➤ (2) ‘એગ્રો બિઝનેસ પોલિસી’ તથા ઈ-નામ વિશે જણાવો.
➤ (3) ‘મનરેગા’ કાર્યક્રમની સ્પષ્ટતા કરો.
➤ (4) ઔદ્યોગિક બેરોજગારી એટલે શું ?
➤ (5) વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો.
૪. નીચેના પ્રશ્નોના ઉત્તરો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપો :
(1) ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે ?
(A) ઉત્તરપ્રદેશ (B) ઓડિશા (C) છત્તીસગઢ (D) બિહાર
(2) ભારતમાં 2011-12માં ગરીબોનું પ્રમાણ કેટલું હતું (કરોડમાં) ?
(A) 21.65 (B) 26.93 (C) 36.93 (D) 21.92
(3) મહિલા સશક્તિકરણ, કૌશલ્યવર્ધન તાલીમ, સ્વરોજગારી અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો છે ?
(A) પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના (B) રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના (C) મિશન મંગલમ્ યોજના (D) એગ્રો બિઝનેસ પોલિસી – 2016
(4) ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું ?
(A) બિહાર (B) ઝારખંડ (C) કેરાલા (D) હરિયાણા
(5) અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી ?
(A) મા અન્નપૂર્ણા યોજના (B) મનરેગા (C) અંત્યોદય યોજના (D) સુકન્યા સમૃદ્ધિ યોજના
(6) યુવા બેરોજગારોને નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગાર તરફ કઈ યોજના પ્રેરે છે ?
(A) મેક-ઈન-ઈન્ડિયા (B) સ્ટાર્ટ અપ ઈન્ડિયા (C) ડિજિટલ ઈન્ડિયા (D) સ્વચ્છ ભારત અભિયાન
(7) બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા:
(A) રોજગાર વિનિમય કેન્દ્ર (B) શ્રમ મંત્રાલય (C) મોડેલ કેરિયર સેન્ટર (D) ગ્રામ પંચાયત