8
કુદરતી સંસાધનો
સ્વાધ્યાય
૧. નીચેના સવાલોના સવિસ્તર જવાબ લખો :
(1) સંસાધન એટલે શું ? અને તેના ઉપયોગો વર્ણવો.
(2) ભૂમિ સંરક્ષણ એટલે શું ? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો.
૨. નીચેના સવાલોના મુદ્દાસર જવાબ લખો :
(1) જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો.
(2) કાંપની જમીન વિશે નોંધ લખો.
(3) કાળી જમીન વિશે નોંધ લખો.
- (1) જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો.
- (2) પર્વતીય જમીનો કોને કહેવાય ?
- (3) રણ પ્રકારની જમીનો વિશે ટૂંકમાં જણાવો.
૪. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો :
(1) દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન ……
(A) સર્વ સુલભ સંસાધન (B) સામાન્ય સુલભ સંસાધન (C) વિરલ સંસાધન (D) એકલ સંસાધન
(2) જમીનનું નિર્માણ મૂળ ખડકોના …… મળવા વાળા પદાર્થોથી થાય છે.
(A) ખવાણ અને ઘસારાથી (B) સ્થળાંતર અને સ્થગિતતાથી (C) અનુક્રમ અને વિક્રમથી (D) ઉર્ધ્વ અને શીર્ષથી
(3) પડખાઉ જમીનનું અન્ય નામ શું છે ?
(A) કાંપની જમીન (B) લેટેરાઇટ જમીન (C) કાળી જમીન (D) રાતી અથવા લાલ જમીન
(4) હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય …… પ્રકારોમાં વહેંચવામાં આવી છે.
(A) સાત (B) સોળ (C) પાંચ (D) આઠ