9
વન અને વન્યજીવ સંસાધન
સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
(1) જંગલોના પ્રકારો વિશે સવિસ્તર નોંધ લખો.
(2) વન સંરક્ષણના ઉપાયો વર્ણવો.
(3) વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો.
૨. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો :
(1) જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું ?
(2) ગુજરાતમાં અગાઉ કયાં કયાં વાઘ જોવા મળતા હતા ?
(3) નિર્વનીકરણની અસરો જણાવો.
(4) લુપ્ત થતા વન્યજીવન વિશે નોંધ લખો.
- (1) અભયારણ્ય એટલે શું ?
- (2) રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું ?
- (3) ભારતમાં કયાં કયાં જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે ?
૪. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :
(1) ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે ?
(A) ઘુડખર (B) રીંછ (C) વાઘ (D) દીપડો
(2) સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત)નું નિયંત્રણ હોય તે જંગલો…
(A) ગ્રામ્ય વનો (B) અભયારણ્ય (C) સામુદાયિક જંગલ (D) ઝૂમ જંગલ
(3) વિશ્વમાં પશુ-પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે ?
(A) બાર લાખ (B) એકવીસ લાખ (C) સાત લાખ (D) પંદર લાખ