4
ભારતનો સાહિત્યિક વારસો
સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો :
- ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો.
- તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો.
- મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો.
૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
- ૧. યજુર્વેદ વિશે સમજૂતી આપો.
- ૨. અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવી છે ?
- ૩. શ્રીમદ્ ભગવદ્ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે ?
૪. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(૧) ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ …… છે.
(A) ઋગ્વેદ (B) યજુર્વેદ (C) સામવેદ (D) અથર્વવેદ
(૨) બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે ?
(A) પાલી (B) હિન્દી (C) બ્રાહ્મી (D) ગુજરાતી
(૩) દ્રવિડકુળની સૌથી જૂની ભાષા કઈ છે ?
(A) તમિલ (B) તેલુગુ (C) કન્નડ (D) મલયાલમ
(૪) કવિ ચંદબરદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે ?
(A) પૃથ્વીરાજરાસો (B) વિક્રમાંકદેવચરિત (C) કવિરાજમાર્ગ (D) ચંદ્રાયન
(૫) મહર્ષિ પાણિનિનો મહાન ગ્રંથ કયો છે ?
(A) અષ્ટાધ્યાયી (B) પૃથ્વીરાજરાસો (C) વિક્રમાંકદેવચરિત (D) ચંદ્રાયન