5
ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો
સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો :
- પ્રાચીન ભારતનું ધાતુવિદ્યામાં પ્રદાન જણાવો.
- પ્રાચીન ભારતે રસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો.
- વૈદકવિદ્યા અને શલ્યચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ જણાવો.
- પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો.
૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
- પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો.
- ટૂંકનોંધ લખો : પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર.
- જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન વર્ણવો.
- વાસ્તુશાસ્ત્રમાં કઈ માહિતીનો સમાવેશ થાય છે ?
- ૧. વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે શું ?
- ૨. રસાયણવિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો.
- ૩. ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલ શોધો વિશે નોંધ લખો.
- ૪. જ્યોતિષશાસ્ત્ર કેટલા વિભાગોમાં વહેંચાયેલું છે ?
- ૫. વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ આપો.
૪. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(૧) કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે ?
(A) બુદ્ધનું (B) નટરાજનું (C) બોધિગયાનું (D) ધનુર્ધારી રામનું
(૨) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
(A) નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. (B) પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને શરૂ કરી.
(C) રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી.
(D) ધાતુઓની ભસ્મનું વર્ણન રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં જોવા મળે છે.
(૩) મહર્ષિ ચરક : ચરક સંહિતા, મહર્ષિ સુશ્રુત : ……..
(A) સુશ્રુતસંહિતા (B) ચરકશાસ્ત્ર (C) વાગ્ભટ્ટસંહિતા (D) સુશ્રુતશાસ્ત્ર
(૪) કૌણ સાચું બોલે છે? શ્રેયા: ભાસ્કરાચાર્યે ‘લીલાવતી ગણિત’ લખ્યું. યશ: દશાંશપદ્ધતિના શોધક બોધાયન હતા. માનસી: આર્યભટ્ટને ‘ગણિતશાસ્ત્રના પિતા’ કહેવાય. હાર્દ: શૂન્ય (0) ની શોધ ભારતે કરી હતી.
(A) યશ (B) હાર્દ (C) શ્રેયા (D) શ્રેયા, માનસી, હાર્દ
(૫) બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ …….. છે.
(A) ચિકિત્સાસંગ્રહ (B) પ્રજનનશાસ્ત્ર (C) કામસૂત્ર (D) યંત્ર સર્વસ્વ
(૬) પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર બ્રહ્મસિદ્ધાંતની રચના કોણે કરી હતી ?
(A) બ્રહ્મગુપ્તે (B) વાત્સ્યાયને (C) ગૃત્સમદે (D) મહામુનિ પતંજલિ
(૭) મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તેનું શાસ્ત્ર કયું છે ?
(A) ગણિતશાસ્ત્ર (B) રસાયણશાસ્ત્ર (C) વૈદકશાસ્ત્ર (D) વાસ્તુશાસ્ત્ર
— આ પ્રકરણનું સ્વાધ્યાય પૂર્ણ —