Std 10 Maths IMP theory
Get the complete chapter-wise Std 10 Maths IMP theory guide. Score higher in your Gujarat Board exams by focusing on these exact concepts.
15. 14. સંભાવના
- યાદચ્છિક (Random) શબ્દનો અર્થ મુક્તપણે, કોઈપણ પૂર્વગ્રહ કે વિધ્નવિના એવો થાય છે.
- ધટના A ની સંભાવના P(A) વડે દર્શાવાય છે.
- P(A) = ઘટના A ના પરિણામોની સંખ્યા / કુલ પરિણામો સંખ્યા
- અશકય ઘટનાની સંભાવના '0' છે.
- ચોક્કસ ઘટનાની સંભાવના '1' છે.
- કોઈપણ ઘટના A ની સંભાવના માટે: 0 ≤ P(A) ≤ 1
- પુરક ઘટના : ઘટના A ઉદ્ભવતી નથી, તેને ઘટના A ની પૂરક ઘટના કહે છે. તેને સંકેતમાં A' અથવા A વડે દર્શાવાય છે.
- P(A) + P(A) = 1
P(A) = 1 - P(A)
P(A) = 1 - P(A) - પ્રાથમિક ઘટના :- જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે.
- બે સિક્કા ને એક સાથે ઉછાળવાના પ્રયોગ સાથે સંકળાયેલ પરિણામો : HH, HT, TH, TT (જ્યાં H = છાપ, T = કાંટ)
- ત્રણ સિક્કા એક સાથે ઉછાળવા ના પ્રયોગ માટે સંકળાયેલ પરિણામો : HHH, HHT, HTH, HTT, THH, TTH, THT, TTT
બે પાસાને એક સાથે ઉછાળવાના પ્રયોગ માટે
| પાસા પરના અંકોનો સરવાળો | ઘટના સાથે સંકળાયેલ પરિણામોની સંખ્યા |
|---|---|
| 1 | 0 |
| 2 | 1 |
| 3 | 2 |
| 4 | 3 |
| 5 | 4 |
| 6 | 5 |
| 7 | 6 |
| 8 | 5 |
| 9 | 4 |
| 10 | 3 |
| 11 | 2 |
| 12 | 1 |
| 13 | 0 |
- પાસા પરના અંકો ગુણાકાર યુગ્મ હોય તે ઘટના ના કુલ પરિણામો = 27
- ગુણાકાર અયુગ્મ હોય તે ઘટના ના પરિણામો = 9
- 52 પત્તાની રમતના પરિણામો:
- બે કલર : (i) લાલ કલરના 26 પત્તા (ii) કાળા કલરના 26 પત્તા.
- ચાર ભાત : (i) કાળી - 13 પત્તા, (ii) લાલ - 13 પત્તા, (iii) ચરકટ - 13 પત્તા, (iv) ફુલ્લી - 13 પત્તા.
- ચિત્રવાળા (મુખમુદ્રાવાળા) પત્તાની સંખ્યા = 12
- લીપવર્ષ ન હોય (સામાન્ય વર્ષમાં) 53 રવિવાર (કે કોઈ પણ વાર) આવવાની સંભાવના = 1/7
- સમજૂતી : લીપવર્ષ ન હોય તો વર્ષમાં 365 દિવસ આવે. સામાન્ય વર્ષમાં 52 અઠવાડિયા અને 1 દિવસ બાકી રહે છે. તથા તે 1 દિવસમાં શક્ય પરિણામો સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ એમ 7 દિવસ છે. તેથી સંભાવના = 1/7.
- લીપવર્ષમાં 366 દિવસ હોય છે. તેથી 53 સોમવાર (કે કોઈ પણ વાર) આવે તેની સંભાવના = 2/7
- 31 દિવસ ધરાવતા મહિનામાં 5 મંગળવાર (કે કોઈ પણ વાર) આવે તેની સંભાવના = 3/7
- 30 દિવસ ધરાવતા મહિનામાં 5 બુધવાર (કે કોઈ પણ વાર) આવે તેની સંભાવના = 2/7
- લીપવર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો હોય છે. તેથી 5 રવિવાર આવે તેની સંભાવના = 1/7
Click Here To Download Pdf
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)