Std 10 Maths IMP theory
Get the complete chapter-wise Std 10 Maths IMP theory guide. Score higher in your Gujarat Board exams by focusing on these exact concepts.
14. 13. આંકડાશાસ્ત્ર
અવર્ગીકૃત માહિતી માટે:
- મધ્યક (Mean) : x̄ = (Σ xi) / n
- Σ xi = પરિણામો (અવલોકન) નો સરવાળો, n = અવલોકન (પરિણામો) ની સંખ્યા. ∴ Σ xi = n × x̄
- મધ્યસ્થ (Median) : અવલોકનોને ચઢતા અથવા ઉતરતા ક્રમાં ગોઠવવામાં આવે છે. મધ્યમાં આવતા અવલોકનની કિંમતને મધ્યસ્થ 'M' કહે છે.
- જો n યુગ્મ (બેકી) હોય, તો M = [ (n/2)મું અવલોકન + (n/2 + 1)મું અવલોકન ] / 2
- જો n અયુગ્મ (એકી) હોય, તો M = (n + 1)/2 મું અવલોકન
- 50% અવલોકનો M જેટલાં કે તેનાથી ઓછા મૂલ્યના હોય છે.
- 50% અવલોકન M જેટલાં કે તેનાથી વધુ મુલ્યના હોય છે.
- બહુલક (Mode) : આપેલ અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન થતાં અવલોકનને તેનો બહુલક 'Z' કહેવાય.
વર્ગીકૃત માહિતી માટે:
- મધ્યક શોધવાની રીતો: (1) સીધી રીતે (2) ધારેલ મધ્યકની રીતે (3) પદ-વિચલનની રીત
- સીધી રીતે મધ્યક : x̄ = (Σ fixi) / (Σ fi)
જ્યાં xi = વર્ગની મધ્યકિંમત, fi = આવૃતિ, n = Σ fi - ધારેલ મધ્યકની રીતે : x̄ = a + (Σ fidi) / (Σ fi)
જ્યાં di = xi - a, a = ધારેલ મધ્યક, h = વર્ગ લંબાઇ.
જો Σ fidi = 0 હોય તો x̄ = a થાય. - વિચલનની રીત : x̄ = a + [(Σ fiui) / (Σ fi)] × h
કે જ્યાં ui = (xi - a) / h, h = વર્ગ લંબાઈ, a = ધારેલ મધ્યક. - n પ્રાકૃતિક સંખ્યાઓ નો મધ્યક = (n + 1) / 2
- n અવલોકનો નો મધ્યક x̄ હોય અને પ્રત્યેક અવલોકનનો ને કોઈ અચળ સંખ્યા λ વડે ઉમેરવામાં આવે, બાદ કરવામાં આવે, ગુણવામાં આવે કે ભાગવામાં આવે તો માહિતીનો નવો મધ્યક અનુક્રમે x̄ + λ, x̄ - λ, λx̄, x̄ / λ થાય છે.
- માહિતીના પ્રત્યેક અવલોકનનું તેના મધ્યકથી લીધેલ વિચલનનો સરવાળો શૂન્ય થાય છે. એટલે કે Σ (xi - x̄) = 0.
- માહિતીના જે વર્ગની સંચયી આવૃતિ n/2 કરતા તરત મોટી હોય તે વર્ગને મધ્યસ્થ વર્ગ કહે છે.
- મધ્યસ્થ (Median) : M = l + [ (n/2 - cf) / f ] × h
- l = મધ્યસ્થ વર્ગની આધ: સીમા (બિંદુ)
- n = અવલોકનોની કુલ સંખ્યા
- cf = મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃતિ
- f = મધ્યસ્થ વર્ગની આવૃતિ
- h = વર્ગ લંબાઈ
- સૌથી વધુ આવૃતિવાળા વર્ગને બહુલકીય વર્ગ કહે છે.
- બહુલક (Mode) : Z = l + [ (f1 - f0) / (2f1 - f0 - f2) ] × h
- l = બહુલક વર્ગનું અધ: સીમા (બિંદુ)
- h = બહુલક વર્ગની વર્ગલંબાઇ
- f1 = બહુલક વર્ગની આવૃતિ
- f0 = બહુલક વર્ગના આગળના વર્ગની આવૃતિ
- f2 = બહુલક વર્ગના પછીના વર્ગની આવૃતિ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)