ધોરણ 10 સામાજિક વિજ્ઞાન: બોર્ડ પરીક્ષા માટે IMP ચિત્ર આધારિત પ્રશ્નો

ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના ચિત્ર આધારિત IMP પ્રશ્નો. બોર્ડ પરીક્ષા 2026 માટે સ્મારક અને ખેતીના ફોટાવાળા સવાલ.

Jul 01, 2026 - 11:28
Updated: 3 months ago
0

1. ગુજરાતી માધ્યમ માટે

ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં 'ચિત્ર ઓળખો' વાળા પ્રશ્નોમાં માર્ક્સ ન ગુમાવો!

શું તમે પણ ગુજરાત બોર્ડની ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં માત્ર એક ફોટો ન ઓળખી શકવાને કારણે તમારા કિંમતી માર્ક્સ ગુમાવી રહ્યા છો? મેં મારા અનુભવમાં ઘણા એવા હોશિયાર વિદ્યાર્થીઓને જોયા છે જેમને આખો જવાબ મોઢે હોય છે, પણ પેપરમાં વિભાગ C કે D માં 'ચિત્ર ઓળખીને જવાબ આપો' વાળો પ્રશ્ન આવે એટલે તેઓ અટવાઈ જાય છે. કોણાર્કનું સૂર્યમંદિર હોય કે પછી ડાંગરના પાકની ખેતી, જો તમે શરૂઆતમાં જ ચિત્ર ન ઓળખી શકો, તો સીધા 3 કે 4 માર્ક્સ તમારા હાથમાંથી જતા રહે છે.

ભાગ 1: બોર્ડ પરીક્ષામાં પૂછાયેલા ચિત્ર આધારિત પ્રશ્નો

અહીં એવા પ્રશ્નોની યાદી છે જે પાછલા વર્ષોમાં ગુજરાત બોર્ડ (GSEB) દ્વારા પૂછવામાં આવ્યા છે:

1. કુતુબમિનાર (Qutub Minar)

ચિત્ર: એક ઊંચી, ઐતિહાસિક મીનારનો ફોટો.

પૂછાયેલા સવાલો: (1) આ સ્થાપત્યનું નામ આપો? (2) આ સ્થાપત્ય કયા શહેરમાં આવેલું છે? (3) આ સ્થાપત્યનું નિર્માણ કોણે શરૂ કરાવ્યું હતું?

પૂછાયેલ વર્ષ/પેપર: 2025.

2. કોણાર્કનું સૂર્યમંદિર (Konark Sun Temple)

ચિત્ર: રથના પૈડાંવાળા એક પ્રાચીન મંદિરનો ફોટો.

પૂછાયેલા સવાલો: (1) આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે? (2) આ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે? (3) તેનું બાંધકામ કયા સ્વરૂપે થયેલું છે?

પૂછાયેલ વર્ષ/પેપર: વર્ષ 2024.

3. પ્રાચીન સ્તૂપ/વિદ્યાપીઠના ખંડેર

ચિત્ર: ઈંટોથી બનેલા એક પ્રાચીન સ્તૂપ અથવા વિદ્યાપીઠના ખંડેરનો ફોટો.

પૂછાયેલા સવાલો: આપેલ ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે? તેની વિસ્તૃત સમજ આપો. (આ 3 માર્ક્સનો સીધો પ્રશ્ન છે).

પૂછાયેલ વર્ષ/પેપર: 2022.

4. ચા અને કૉફીની ખેતી (Tea & Coffee Plantation)

ચિત્ર: ઢોળાવવાળા ખેતરમાં ટોપલી લઈને પાંદડાં તોડતી મહિલાઓ અને ચાના કપનું ચિત્ર.

પૂછાયેલા સવાલો: ચિત્ર જોઈને પાકને ઓળખો અને તેના માટે તાપમાન, વરસાદ, જમીનની અનુકૂળતા તથા ઉત્પાદક રાજ્યોની માહિતી આપો. (4 માર્ક્સ).

પૂછાયેલ વર્ષ/પેપર: વર્ષ 2022.

5. ડાંગર/ચોખાની ખેતી (Paddy / ડાંગર)

ચિત્ર: પાણીથી ભરેલા ખેતરમાં ડાંગરની રોપણી કરતા ખેડૂતોનું ચિત્ર.

પૂછાયેલા સવાલો: આપેલ ચિત્ર ભારતનો મુખ્ય એક ધાન્ય પાક છે, તે કયો પાક છે? તે પાકની વિસ્તૃત માહિતી આપો. (4 માર્ક્સ).

પૂછાયેલ વર્ષ/પેપર: 2022.

6. ગુણવત્તા માર્કા (Certification Logos)

ચિત્ર: ISI અને HACCP ના લોગો (Logo) નો ફોટો.

પૂછાયેલા સવાલો: નીચે આપેલા ચિત્રોને ઓળખી તેના પૂરા નામ લખો.

પૂછાયેલ વર્ષ/પેપર: 2024.

ભાગ 2: Expected (સંભવિત) ચિત્ર આધારિત પ્રશ્નો

બોર્ડના સિલેબસ (Std 10 SS) ને જોતાં, આ એવા ચિત્રો છે જે કદાચ અત્યાર સુધી પૂછાયા નથી, પરંતુ આવનારી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી (Most IMP) છે:

A. સાંસ્કૃતિક વારસો અને સ્મારકો (Monuments):

  • તાજમહેલ (Taj Mahal): ચિત્ર આપીને પૂછી શકાય છે કે આ કઈ નદીના કિનારે આવેલો છે અને તેનું નિર્માણ કોણે અને શા માટે કરાવ્યું હતું.
  • રાણીની વાવ (Rani Ki Vav): આ ગુજરાતના પાટણમાં આવેલી છે. તેનો ફોટો આપીને પૂછી શકાય છે કે આ કયા રાજ્યમાં આવેલી છે અને તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ક્યારે મળ્યો.
  • લાલ કિલ્લો (Red Fort, Delhi): ચિત્ર આપીને તેમાં આવેલી મુખ્ય ઈમારતો (જેમ કે દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ) ના નામ પૂછી શકાય છે.
  • અજંતા-ઈલોરાની ગુફાઓ (કૈલાશ મંદિર): એક જ વિશાળ ખડકમાંથી કંડારવામાં આવેલા મંદિરનો ફોટો આપીને તેના નિર્માણ અને રાજ્ય (મહારાષ્ટ્ર) વિશે પૂછી શકાય છે.
  • લોથલ અથવા ધોળાવીરા (Lothal/Dholavira): પ્રાચીન ગટર યોજના અથવા ગોદી (Dockyard) નું ચિત્ર આપીને સિંધુ ખીણની સંસ્કૃતિના આ નગરની વિશેષતાઓ પૂછી શકાય છે.

B. કૃષિ અને પાકો (Agriculture - Chapter 10):

  • કપાસ (Cotton): ખીલેલા રૂના છોડનું ચિત્ર આપીને પૂછી શકાય છે કે આ પાક માટે કયા પ્રકારની જમીન (કાળી જમીન/Black Soil) સૌથી વધુ અનુકૂળ છે.
  • ઘઉં (Wheat): ઘઉંની ડૂંડીઓનું ચિત્ર આપીને પૂછી શકાય છે કે 'અનાજનો રાજા' (King of grains) કોને કહેવાય છે અને તેના માટે અનુકૂળ ભૌગોલિક સંજોગો કયા છે.
  • શેરડી (Sugarcane): શેરડીના ખેતરનું ચિત્ર આપીને તેના ઉત્પાદનમાં મોખરે રહેલા રાજ્યોના નામ પૂછી શકાય છે.

C. અર્થશાસ્ત્ર અને ગ્રાહક જાગૃતિ (Logos - Chapter 18):

  • Agmark (એગમાર્ક): કૃષિ ઉત્પાદનો (જેમ કે ઘી, તેલ, મસાલા) પર લગાવવામાં આવતો લોગો.
  • FPO: ફળોમાંથી બનેલી બનાવટો (જામ, જ્યુસ) પર લગાવવામાં આવતો લોગો.
  • Woolmark (વૂલમાર્ક): ઊનની બનાવટો અને પોશાકની શુદ્ધતા દર્શાવતો લોગો.
  • Ecomark (ઇકોમાર્ક): 'માટીના ઘડા' (Earthen Pot) નું ચિત્ર આપીને પૂછી શકાય છે કે પર્યાવરણને નુકસાન ન પહોંચાડતા ઉત્પાદનો પર કયો માર્કો લગાવવામાં આવે છે.
  • ISO / Hallmark: સોનાના આભૂષણો (Gold) ની શુદ્ધતા દર્શાવતા હૉલમાર્કનું ચિત્ર.

GSEB બોર્ડ તમારી જોવાની અને વિગતો યાદ રાખવાની ક્ષમતા ચકાસવા માટે આ ચિત્ર આધારિત પ્રશ્નો પૂછે છે. પાછલા વર્ષોના પેપર્સનું એનાલિસિસ જોતાં સ્પષ્ટ થાય છે કે ઐતિહાસિક સ્મારકો, ખેતીના પાકો અને ગુણવત્તા દર્શાવતા માર્કા (જેમ કે ISI, HACCP) સૌથી વધુ પૂછવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો ચાના બગીચામાં પાંદડાં તોડતી મહિલાઓનો ફોટો હોય, તો તમારે તરત જ સમજી જવાનું છે કે અહીં ચાના પાક માટે જરૂરી તાપમાન, વરસાદ અને રાજ્યો વિશે 4 માર્ક્સની સવિસ્તર માહિતી લખવાની છે.

આવા પ્રશ્નો ખરેખર રોકડા માર્ક્સ અપાવે છે. સાંસ્કૃતિક વારસો (પ્રકરણ 3 થી 6) અને કૃષિ (પ્રકરણ 10) ના પાઠ્યપુસ્તકના તમામ ચિત્રો પર આજે જ ખાસ ધ્યાન આપો. થોડીક સ્માર્ટ તૈયારી કરો, ફોટાઓની નાની નાની વિગતો યાદ રાખો, અને બોર્ડની પરીક્ષામાં આ માર્ક્સ પૂરેપૂરા તમારા જ છે!

Frequently Asked Questions

બોર્ડની પરીક્ષામાં મુખ્યત્વે ઐતિહાસિક સ્મારકો (Monuments like Taj Mahal, Qutub Minar, Sun Temple), ખેતીના પાકો (Agricultural crops like Tea, Paddy, Cotton), અને ગુણવત્તા દર્શાવતા માર્કા (Certification logos like ISI, Agmark, HACCP) ના ચિત્રો પૂછવામાં આવે છે.

આ પ્રશ્નો સામાન્ય રીતે Section C માં 3 marks માટે અને Section D માં 4 marks માટે પૂછવામાં આવે છે. જો તમે ચિત્રને સાચી રીતે identify કરી લો, તો તમે સરળતાથી પૂરેપૂરા માર્ક્સ (full marks) સ્કોર કરી શકો છો.

બોર્ડની નવી પેપર સ્ટાઈલ મુજબ તમને જનરલ વિકલ્પ (General options) મળે છે, એટલે તમે ઈચ્છો તો આ પ્રશ્ન skip કરીને બીજો પ્રશ્ન લખી શકો છો. But, આ સવાલો ખૂબ જ scoring હોય છે, તેથી સમય બચાવવા અને સારા માર્ક્સ લાવવા તેને attempt કરવા વધુ ફાયદાકારક છે.

તમારે તમારી ટેક્સ્ટબુકના ખાસ પ્રકરણો (Chapters) જેવા કે સાંસ્કૃતિક વારસો (Ch 3 to 6), ભારતની કૃષિ (Ch 10), અને ગ્રાહક જાગૃતિ (Ch 18) માં આપેલા તમામ ચિત્રો ધ્યાનથી જોવા જોઈએ. ફોટાની મુખ્ય વિગતો (key visual traits) યાદ રાખો જેથી પરીક્ષામાં તરત જ ખ્યાલ આવી જાય.
GSEB Expert

I am a dedicated person who provides study materials, notes, textbooks, question papers, solutions, and educational updates for all GSEB board classes. My goal is to make learning easier and more accessible for students by sharing useful resources in one place. I believe that every student deserves clear guidance and quality study support to achieve better results. Through my work, I strive to help students learn with confidence and stay updated throughout their academic journey.

Comments (0)

User