ધોરણ 10 સામાજિક વિજ્ઞાન: બોર્ડ પરીક્ષા માટે IMP ચિત્ર આધારિત પ્રશ્નો ના જવાબ
Master GSEB Std 10 Social Science image-based questions! Get top IMP picture questions for 2026 board exams.
5 / 11
5. ડાંગર/ચોખાની ખેતી (Paddy / ડાંગર)
🌾 ભારતનો સૌથી મહત્ત્વનો ધાન્ય પાક : ડાંગર (Rice)
ડાંગર (ચોખા) એ આપણો સૌથી મહત્ત્વનો ધાન્ય પાક છે. ૫ થી ૬ ગુણના પ્રશ્ન માટે તેની સવિસ્તર ભૌગોલિક અને આર્થિક માહિતી નીચે મુજબ છે:
🌍 ૧. ડાંગરનું મહત્ત્વ અને વૈશ્વિક સ્થાન
- 🔸 વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી (૫૦%) વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે.
- 🔸 વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે.
- 🔸 ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં (૧/૪) ડાંગર રોપવામાં આવે છે.
🌦️ ૨. પાક માટે જરૂરી અનુકૂળ સંજોગો
- ઋતુ: ડાંગર એ ઉષ્ણ કટિબંધનો ખરીફ પાક છે, પરંતુ સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ તેનો પાક લઈ શકાય છે.
- તાપમાન: વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા તથા લઘુત્તમ 20° સે. તાપમાન જરૂરી છે.
- વરસાદ: ડાંગરને 100 સેમી કે તેથી વધુ વરસાદની જરૂર રહે છે.
- જમીન: નદીઓના મેદાનની કે મુખત્રિકોણપ્રદેશની કાંપની ફળદ્રુપ જમીન વધુ માફક આવે છે.
📍 ૩. નોંધપાત્ર ઉત્પાદક રાજ્યો
- મુખ્ય રાજ્યો: પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, બિહાર, ઉત્તર પ્રદેશ, અને ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
- વર્ષમાં બહુવિધ પાક: પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, બિહાર, ઓડિશા તથા તમિલનાડુ વગેરે રાજ્યોમાં વર્ષમાં બે કે ત્રણ વાર પાક લેવાય છે.
- ઓછો વરસાદ ધરાવતા રાજ્યો: પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી આ પાક લેવાય છે.
- ગુજરાતમાં ઉત્પાદન: સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર થાય છે.
💧 ૪. ખેતીની પદ્ધતિ અને સિંચાઈ
- શ્રમ: ડાંગરની ખેતીમાં માનવશ્રમની વધુ જરૂરિયાત રહે છે.
- સિંચાઈ: ડાંગર એ પાણીની વધુ જરૂરિયાતવાળો પાક હોવા છતાં, ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ પાક લઈ શકાય છે.
🌾 India's Most Important Grain Crop : Paddy (Rice)
Paddy (Rice) is our most important grain crop. For a detailed 5-6 marks long answer, its geographical and economic details are as follows:
🌍 1. Importance and Global Standing
- 🔸 A large part of the world's population and almost half (50%) of India's population consumes rice.
- 🔸 In global paddy production, India ranks second after China.
- 🔸 Paddy is planted in one-fourth (1/4th) of the total cultivated area of India.
🌦️ 2. Favorable Conditions for Cultivation
- Season: Paddy is a tropical Kharif crop, but where irrigation is available, a summer crop can also be taken.
- Temperature: For higher production, a hot and humid climate and a minimum temperature of 20°C are required.
- Rainfall: It requires 100 cm or more of rainfall.
- Soil: Fertile alluvial soil of river plains and deltas is highly suitable.
📍 3. Major Producing States
- Major Producers: West Bengal, Tamil Nadu, Andhra Pradesh, Telangana, Bihar, Uttar Pradesh, and Odisha.
- Multiple Crops: In states like West Bengal, Uttar Pradesh, Andhra Pradesh, Bihar, Odisha, and Tamil Nadu, the crop is taken two to three times a year.
- Low Rainfall Areas: In areas with less rainfall like Punjab, Haryana, and Uttar Pradesh, this crop is grown using irrigation.
- Gujarat: Paddy is cultivated in districts like Surat, Tapi, Panchmahal, Ahmedabad, Kheda, Anand, and Valsad.
💧 4. Farming Method and Irrigation
- Labor: Paddy cultivation requires more human labor.
- Irrigation: Although it is a water-intensive crop, instead of keeping the field constantly submerged, it can be grown with less water using sprinkler irrigation (ફુવારા પદ્ધતિ).
Comments (0)