ધોરણ 10 સામાજિક વિજ્ઞાન: બોર્ડ પરીક્ષા માટે IMP ચિત્ર આધારિત પ્રશ્નો ના જવાબ

Master GSEB Std 10 Social Science image-based questions! Get top IMP picture questions for 2026 board exams.

Jul 01, 2026 - 12:00
0
ચા અને કૉફીની ખેતી (Tea & Coffee Plantation)
GSEB Std 10 IMP: ચા અને કોફી (Tea & Coffee) પાક વિશે સંપૂર્ણ માહિતી. Best board exam answer.
4 / 11

4. ચા અને કૉફીની ખેતી (Tea & Coffee Plantation)

🍃 ભારતનાં મુખ્ય પીણાં : ચા અને કૉફી

ભારતમાં પીણાં તરીકે ચા અને કૉફીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. બોર્ડ પરીક્ષા માટે આ પાકોની ભૌગોલિક અનુકૂળતાઓ નીચે મુજબ છે:

(૧) ચાનો પાક (Tea)

  • 🌡️ આબોહવા અને તાપમાન: ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય છોડ છે. તેના પાક માટે 20° થી 30° સે. તાપમાન અનુકૂળ રહે છે.
  • 🌧️ વરસાદ: ચાના પાક માટે 200 સેમી સુધીનો વરસાદ જરૂરી છે, જે વર્ષભર ઝાપટાં રૂપે વરસતો રહેવો જોઈએ.
  • 🌱 જમીનની અનુકૂળતા: પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી અને લોહતત્ત્વવાળી જમીન ખૂબ માફક આવે છે.
  • 📍 ઉત્પાદક રાજ્યો: અસમ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક. ભારતમાં 75% ચાનું ઉત્પાદન માત્ર અસમ અને પશ્ચિમ બંગાળ કરે છે.
  • ✨ અન્ય માહિતી: ચીન પછી ભારત ચાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે. છોડ પરથી પત્તીઓને ખૂબ જ કુશળતાપૂર્વક ચૂંટવામાં આવે છે.

(૨) કૉફીનો પાક (Coffee)

  • 🌤️ ઉછેરની સ્થિતિ: કૉફીના પાકને પહાડી ઢોળાવ પર સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે મોટા વૃક્ષની છાંયામાં ઉછેરવામાં આવે છે.
  • 🌡️ તાપમાન: આ પાક માટે 15° થી 28° સે. તાપમાન જરૂરી છે.
  • 🌧️ વરસાદ: કૉફીના પાકને 150 થી 200 સેમી જેટલો વરસાદ માફક આવે છે.
  • 🌱 જમીનની અનુકૂળતા: કૉફી માટે પર્વતીય ઢોળાવવાળી જમીન અનુકૂળ આવે છે.
  • 📍 ઉત્પાદક રાજ્યો: ભારતમાં કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં કૉફી વધારે થાય છે. કર્ણાટકનો 'કુર્ગ' પ્રદેશ કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે.

🍃 Major Beverage Crops of India : Tea & Coffee

Tea and Coffee are widely consumed beverage crops in India. The geographical conditions required for their cultivation are as follows:

(1) Tea Crop

  • 🌡️ Climate & Temperature: Tea is a tropical and temperate plant. A temperature between 20°C to 30°C is ideal for its cultivation.
  • 🌧️ Rainfall: It requires up to 200 cm of rainfall, falling in the form of showers throughout the year.
  • 🌱 Soil Requirements: Sloping land where water flows easily, and iron-rich soil is highly suitable.
  • 📍 Producing States: Assam, West Bengal, Uttarakhand, Uttar Pradesh, Tamil Nadu, and Karnataka. Assam and West Bengal alone produce 75% of India's tea.
  • ✨ Other Info: India is the second-largest tea producer after China. Tea leaves are plucked very skillfully.

(2) Coffee Crop

  • 🌤️ Growing Condition: Coffee is grown on mountain slopes under the shade of large trees so that direct sunlight does not fall on the plants.
  • 🌡️ Temperature: A temperature of 15°C to 28°C is required.
  • 🌧️ Rainfall: It requires 150 to 200 cm of rainfall.
  • 🌱 Soil Requirements: Mountainous sloping land is highly favorable.
  • 📍 Producing States: Grown majorly in Karnataka, Kerala, and Tamil Nadu. The 'Coorg' region of Karnataka is famous for high coffee production.
GSEB Expert

I am a dedicated person who provides study materials, notes, textbooks, question papers, solutions, and educational updates for all GSEB board classes. My goal is to make learning easier and more accessible for students by sharing useful resources in one place. I believe that every student deserves clear guidance and quality study support to achieve better results. Through my work, I strive to help students learn with confidence and stay updated throughout their academic journey.

Comments (0)

User