12
ભારત: ખનીજ અને શક્તિના સંસાધનો
સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
(1) ખનીજતેલ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો.
(2) ખનીજ સંરક્ષણના ઉપાયો જણાવો.
(3) વિદ્યુત શક્તિ વિશે ટૂંકમાં લખો.
૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
(1) ચૂનાના ઉપયોગો જણાવો.
(2) અબરખ વિશે જણાવો.
(3) તાંબાની ઉપયોગિતા જણાવો.
(4) ખનીજોના વર્ગીકરણ વિશે લખો.
- (1) ‘આધુનિક યુગને ખનીજયુગ કહે છે’ શા માટે ?
- (2) આજે બિનપરંપરાગત ઊર્જાશક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે ?
- (3) લોખંડના મુખ્ય પ્રાપ્તિસ્થાનો જણાવો.
- (4) ભારતમાં મેંગેનીઝ કયાં કયાં રાજ્યોમાંથી ઉપલબ્ધ બન્યું છે ?
૪. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :
(1) પાલનપુરની એક શાળા ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઈચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે ?
(A) ધુવારણ (B) દાંતીવાડા (C) મેથાણ (D) ઉન્દ્રેલ
(2) ભવિષ્યમાં ભૂતાપીય ઊર્જા શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણી કરવા ભારત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માટે છે. નીચે જણાવેલ ચાર સ્થળો પૈકી ત્રણ સ્થળોએ જવા જેટલો જ સમય તેમની પાસે છે, તો કયા સ્થળની મુલાકાત તેઓએ ટાળવી જોઈએ ?
(A) તુલસીશ્યામ (B) ઉનાઈ (C) સાપુતારા (D) લસુંદ્રા
(3) નીચેનાં જોડકાં સાચી રીતે જોડી ઉત્તર શોધો :
(a) ચાંદી, પ્લેટિનમ – (3) કીમતી ધાતુમય ખનીજ (b) મેગ્નેશિયમ, ટીટાનિયમ – (4) હલકી ધાતુમય ખનીજ
(c) સીસું, નિકલ – (1) સામાન્ય ઉપયોગમાં લેવાતું ખનીજ
(d) ટંગસ્ટન, વેનેડિયમ – (2) મિશ્રધાતુરૂપે વપરાતું ખનીજ
(A) (a – 1), (b – 3), (c – 2), (d – 4)
(B) (a – 3), (b – 4), (c – 1), (d – 2)
(C) (a – 2), (b – 2), (c – 4), (d – 3)
(D) (a – 4), (b – 1), (c – 3), (d – 2)