13
ઉત્પાદન ઉદ્યોગો
સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
(1) ખાંડ તથા ખાંડસરીનાં કારખાનાં કયાં સ્થપાયાં છે ? શા માટે ?
(2) ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગ વિશે ટૂંકનોંધ લખો.
(3) ઉદ્યોગોના મહત્ત્વ પર ટૂંકનોંધ લખો.
(4) સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશે નોંધ લખો.
૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
(1) પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો.
(2) ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવો.
- (1) ભારતમાં જહાજ બાંધવાનાં મુખ્ય કેટલાં કેન્દ્રો છે ? તે કયાં આવેલાં છે ?
- (2) સિમેન્ટ બનાવવા માટે કયા કાચા માલની જરૂર પડે છે ?
- (3) ગુજરાતના રાસાયણિક ખાતરોના ઉદ્યોગો ક્યાં સ્થાપિત થયેલા છે ?
- (4) ગુજરાતના કાગળ ઉદ્યોગનાં ચાર કેન્દ્ર જણાવો.
૪. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(1) નીચેનાં નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું ‘વિશ્વમહાનગર’ કહે છે ?
(A) ઈન્દોર (B) મુંબઈ (C) અમદાવાદ (D) નાગપુર
(2) વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે ?
(A) દ્વિતીય (B) પ્રથમ (C) તૃતીય (D) એક પણ નહિ
(3) ભારતનું કયું નગર ‘સિલિકોન વેલી’ તરીકે જાણીતું બન્યું છે ?
(A) દિલ્લી (B) બેંગાલુરુ (C) જયપુર (D) નાગપુર
(4) ગુજરાતમાં મીની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે ?
(A) કંડલા (B) ઓખા (C) દ્વારકા (D) હજીરા
(5) નીચેનામાંથી કઈ જોડી ખોટી છે ?
(A) બંગાળ-કુલ્ટી (B) ઝારખંડ-જમશેદપુર (C) કર્ણાટક-ભદ્રાવતી (D) આંધ્રપ્રદેશ-બર્નપુર