Class 9 Science Chapter 1 MCQ: Matter in Our Surroundings Practice
Prepare for your exams with our Class 9 Science Chapter 1 MCQ on 'Matter in Our Surroundings'. Practice these objective questions to score top marks!
Hey students, are you getting ready for your science exams? I know the feeling of flipping through textbook pages and wondering what kind of questions will actually appear on the test paper. That is exactly why practicing a solid set of Class 9 Science Chapter 1 MCQ is so incredibly important.
Chapter 1, "Matter in Our Surroundings," sets the foundation for your entire chemistry syllabus. It covers core topics like evaporation, the different states of matter, and how temperature affects particles. While reading the theory is a great starting point, solving objective questions tests how well you actually grasp those tiny details.
Over the years, I have noticed that many students lose easy marks simply because they misread a multiple-choice question. To help you avoid those common silly mistakes, I put together this practice set. Take your time, read every single option carefully, and do not rush to pick the first answer that looks correct.
ધોરણ 9 વિજ્ઞાન: આપણી આસપાસના દ્રવ્યો (MCQ પ્રેક્ટિસ)
1. બરફની ગલન-ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો.
- A) 3.34 × 105 J/kg
- B) 22.5 × 105 J/kg
- C) 33.4 × 104 J/kg
- D) 2.25 × 104 J/kg
સાચો જવાબ: A) 3.34 × 105 J/kg
2. દળનો SI એકમ ક્યો છે?
- A) કિલોગ્રામ (kg)
- B) ગ્રામ (g)
- C) મેટ્રિક ટન
- D) ક્વિન્ટલ
સાચો જવાબ: A) કિલોગ્રામ (kg)
3. નીચેના પૈકી કયું દ્રવ્ય ચોક્કસ કદ ધરાવે છે, પરંતુ ચોક્કસ આકાર ધરાવતું નથી?
- A) ઑક્સિજન
- B) કેરોસીન
- C) સ્ટીલ
- D) ચૉક
સાચો જવાબ: B) કેરોસીન
4. નીચેના પૈકી ક્યા રૂપાંતરણમાં ઉષ્મા મુક્ત થાય છે? (1) સંઘનન (2) બાષ્પીભવન (3) ઠારણ (4) ગલન
- A) ફક્ત (1)
- B) ફક્ત (4)
- C) (1) અને (3)
- D) (2) અને (4)
સાચો જવાબ: C) (1) અને (3)
5. પ્રસરણ એટલે શું?
- A) દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટના.
- B) દ્રવ્યના કણો પર ખેંચાણ બળ લગાવવાની ક્ષમતા.
- C) દ્રવ્યના કણોનું એકબીજામાં વિલયન થવાની ઘટના.
- D) દ્રવ્યના કણોનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયા.
સાચો જવાબ: A) દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટના.
6. નીચેનામાંથી કોના કણોમાં એકબીજા પ્રત્યે આકર્ષણ બળ સૌથી ઓછુ હોય છે?
- A) ઘન
- B) પ્રવાહી
- C) વાયુ
- D) પ્લાઝમા
સાચો જવાબ: C) વાયુ
7. કદનો SI એકમ ............ છે.
- A) m3
- B) m2
- C) m
- D) m4
સાચો જવાબ: A) m3
8. નીચેનામાંથી કઈ પ્રકિયાથી ઠંડક ઉત્પન્ન થાય છે?
- A) બાષ્પીભવન
- B) ગલન
- C) ઊર્ધ્વગમન
- D) ઊર્ધ્વપાતન
સાચો જવાબ: A) બાષ્પીભવન
9. 1 atm (વાતાવરણનું દબાણ) = .............. Pa
- A) 1.01 × 105
- B) 1.01 × 106
- C) 1.01 × 107
- D) 1.01 × 104
સાચો જવાબ: A) 1.01 × 105
10. દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે?
- A) પ્રવાહી અને વાયુ
- B) પ્રવાહી
- C) વાયુ
- D) ઘન
સાચો જવાબ: D) ઘન
11. પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે?
- A) તાપમાન વધારતાં, સપાટીનું ક્ષેત્રફળ ઘટાડતાં
- B) તાપમાન ઘટાડતાં, સપાટીનું ક્ષેત્રફળ વધારતાં
- C) તાપમાન વધારતાં, સપાટીનું ક્ષેત્રફળ વધારતાં
- D) આપેલ પૈકી એક પણ નહિ
સાચો જવાબ: C) તાપમાન વધારતાં, સપાટીનું ક્ષેત્રફળ વધારતાં
12. નીચેનામાંથી ક્યુ સૂકા બરફનું અણુસુત્ર છે?
- A) CO
- B) CO2
- C) O2
- D) NO
સાચો જવાબ: B) CO2
13. નીચેના પૈકી કયું વિધાન વાયુ દ્રવ્ય માટે ખોટું છે?
- A) આંતરઆણ્વીય આકર્ષણ બળ મહત્તમ હોય છે.
- B) આકાર નિશ્ચિત નથી હોતો.
- C) કદ નિશ્ચિત નથી હોતું.
- D) તે દબનીય છે.
સાચો જવાબ: A) આંતરઆણ્વીય આકર્ષણ બળ મહત્તમ હોય છે.
14. તાપમાનનો SI એકમ ક્યો છે?
- A) કૅલ્વિન (K)
- B) સેલ્સિયસ (°C)
- C) ફેરનહીટ (°F)
- D) એકપણ નહિ
સાચો જવાબ: A) કૅલ્વિન (K)
15. સૅલ્સિયસને કૅલ્વિનમાં ફેરવવા માટે તેમાં કેટલા ઉમેરવા પડે?
- A) 273
- B) -273
- C) 100
- D) -100
સાચો જવાબ: A) 273
16. ક્યા વાયુને સુકા બરફ તરીકે ઓળખવામાં આવે છે?
- A) ઓક્સિજન
- B) ક્લોરિન
- C) ઘન કાર્બન ડાયોક્સાઈડ
- D) મિથેન
સાચો જવાબ: C) ઘન કાર્બન ડાયોક્સાઈડ
17. તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિમાં શું ફેરફાર થાય છે?
- A) ઘટે છે
- B) વધે છે
- C) સ્થિર રહે છે
- D) એકપણ નહિ
સાચો જવાબ: B) વધે છે
18. 373 K = .......... °C
- A) -100
- B) 100
- C) -273
- D) 273
સાચો જવાબ: B) 100
19. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
- A) ઘન પદાર્થના ઘટક કણો માત્ર પોતાના સ્થાન પર કંપન કરે છે.
- B) પ્રવાહી પદાર્થના ઘટક કણો યોગ્ય અને નિશ્ચિત ક્રમમાં ગોઠવાયેલા છે.
- C) વાયુ પદાર્થના ઘટક કણો વચ્ચે નહિવત્ આકર્ષણ બળ હોય છે.
- D) વાયુ પદાર્થના ઘટક કણો શક્ય તમામ જગ્યા રોકે છે.
સાચો જવાબ: B) પ્રવાહી પદાર્થના ઘટક કણો યોગ્ય અને નિશ્ચિત ક્રમમાં ગોઠવાયેલા છે.
20. દબાણનો SI એકમ ક્યો છે?
- A) પાસ્કલ (Pa)
- B) બાર
- C) ન્યૂટન
- D) જૂલ
સાચો જવાબ: A) પાસ્કલ (Pa)
21. નીચેનામાંથી સુકા બરફનું રાસાયણિક સ્વરૂપ કયું છે?
- A) CO2(g)
- B) CO2(l)
- C) CO2(s)
- D) CO2(aq)
સાચો જવાબ: C) CO2(s)
22. તાપમાન વધારતાં દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે?
- A) ગતિ-ઊર્જા વધે છે.
- B) ગતિ-ઊર્જા ઘટે છે.
- C) સ્થિતિ-ઊર્જા અચળ રહે છે.
- D) સ્થિતિ-ઊર્જા ઘટે છે.
સાચો જવાબ: A) ગતિ-ઊર્જા વધે છે.
23. ઉનાળામાં માટલાનું પાણી ઠંડું રહે છે. આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે?
- A) પ્રસરણ
- B) પરિવહન
- C) બાષ્પીભવન
- D) આસૃતિ
સાચો જવાબ: C) બાષ્પીભવન
24. ઘન પદાર્થનું પ્રવાહી સ્વરૂપમા રૂપાંતરણ થવાની પ્રકિયાને શુ કહે છે?
- A) ઉત્કલન
- B) ગલન
- C) ઉષ્માનયન
- D) ઠારણ
સાચો જવાબ: B) ગલન
25. તાપમાન માપવા ક્યુ સાધન વપરાય છે?
- A) બેરોમિટર
- B) થરમૉમિટર
- C) હાઈડ્રોમિટર
- D) એમીટર
સાચો જવાબ: B) થરમૉમિટર
26. પ્રાચીન કાળના પાંચ મૂળભૂત તત્વોમાં (પંચતત્વ) નીચેમાંથી કોનો સમાવેશ થતો નથી?
- A) વાયુ
- B) અગ્નિ
- C) પાણી
- D) લોખંડ
સાચો જવાબ: D) લોખંડ
27. નીચેમાંથી સંકોચનિયતા (દબનીયતા) નો ગુણધર્મ કઈ અવસ્થામાં સૌથી વધુ જોવા મળે છે?
- A) ઘન
- B) પ્રવાહી
- C) વાયુ
- D) પ્લાઝમા
સાચો જવાબ: C) વાયુ
28. સામાન્ય હવાની ઘનતાના કેટલામાં ભાગની ઘનતાવાળા વાયુને અતિ નીચા તાપમાને ઠંડો પાડતા BEC (Bose-Einstein Condensate) અવસ્થા બને છે?
- A) એકસોમા
- B) દસ લાખમા
- C) એક લાખમા
- D) હજારમા
સાચો જવાબ: C) એક લાખમા
29. સામાન્ય રીતે તાપમાનમાં વધારો કરતાં દ્રવ્યમાં શો ફેરફાર થાય છે?
- A) વજન ઘટે છે.
- B) વજન વધે છે.
- C) કદ ઘટે છે.
- D) કદ વધે છે (પ્રસરણ પામે છે).
સાચો જવાબ: D) કદ વધે છે (પ્રસરણ પામે છે).
30. પાણી માટે બાષ્પીભવન - ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો.
- A) 22.5 × 105 J/kg
- B) 3.34 × 105 J/kg
- C) 22.5 × 104 J/kg
- D) 33.4 × 105 J/kg
સાચો જવાબ: A) 22.5 × 105 J/kg
31. નીચેના પૈકી કયો પદાર્થ ઊર્ધ્વપાતન પામતો નથી?
- A) આયોડિન
- B) સોડિયમ ક્લોરાઇડ (મીઠું)
- C) એમોનિયમ ક્લોરાઇડ (નવસાર)
- D) કપૂર
સાચો જવાબ: B) સોડિયમ ક્લોરાઇડ (મીઠું)
32. સામાન્ય વાતાવરણના દબાણે પાણીનું ઉત્કલનબિંદુ કેટલું છે?
- A) 0° C
- B) 25° C
- C) 100° C
- D) 373° C
સાચો જવાબ: C) 100° C
33. 250° C તાપમાને પાણીની ભૌતિક સ્થિતિ કેવી હશે?
- A) ઘન
- B) પ્રવાહી
- C) વાયુ (વરાળ)
- D) પ્લાઝમા
સાચો જવાબ: C) વાયુ (વરાળ)
34. કઈ અવસ્થામાં ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેયનું પ્રસરણ થઈ શકે છે?
- A) ઘન
- B) પ્રવાહી
- C) વાયુ
- D) ત્રણેય
સાચો જવાબ: B) પ્રવાહી
35. ફ્લોરોસન્ટ ટ્યુબ અને નિયોન બલ્બ પ્રકાશિત રહે છે. આ માટે કયું કારણ જવાબદાર છે?
- A) વીજભારિત કણોની (પ્લાઝમાની) હાજરી
- B) વાયુની વધુ ઘનતા
- C) ઊંચું તાપમાન
- D) ઊંચો વિદ્યુતપ્રવાહ
સાચો જવાબ: A) વીજભારિત કણોની (પ્લાઝમાની) હાજરી
36. ગરમ ખોરાકની સોડમ (સુગંધ) થોડા મીટર દૂર સુધી આવે છે. આ અવલોકન માટે ક્યો ગુણધર્મ જવાબદાર ગણી શકાય?
- A) દ્રવ્યના કણો વચ્ચેનું આકર્ષણ બળ જુદું જુદું હોય છે.
- B) તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિજ ઉર્જા વધે છે.
- C) તાપમાન વધતાં કણોની ગતિ ઘટે છે.
- D) આપેલ પૈકી એક પણ નહિ.
સાચો જવાબ: B) તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિજ ઉર્જા વધે છે.
37. ગલનની પ્રક્રિયા દરમિયાન ગલનબિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ના જાય ત્યાં સુધી તાપમાનમાં શો ફેરફાર થાય છે?
- A) ધીમે ધીમે ઘટતું જાય છે
- B) તાપમાન અચળ જ રહે છે
- C) પ્રથમ અચળ રહે પછી ઘટે છે
- D) ધીમે ધીમે વધે છે
સાચો જવાબ: B) તાપમાન અચળ જ રહે છે
38. 25° C = .......... K થાય.
- A) 273
- B) 248
- C) 298
- D) 398
સાચો જવાબ: C) 298
39. કોઈપણ પદાર્થના ગલન (અવસ્થા પરિવર્તન) વખતે કઈ ભૌતિક રાશિ અચળ રહે છે?
- A) આકાર
- B) કદ
- C) ઘનતા
- D) તાપમાન
સાચો જવાબ: D) તાપમાન
40. નીચેમાંથી કઈ અવસ્થા નિશ્ચિત્ત આકાર ધરાવે છે?
- A) ઘન
- B) પ્રવાહી
- C) વાયુ
- D) ઘન અને પ્રવાહી
સાચો જવાબ: A) ઘન
41. નીચે કેટલાંક દ્રવ્યોને આંતરઆણ્વીય આકર્ષણ બળની પ્રબળતાના ઊતરતા ક્રમમાં ગોઠવતા કઈ ગોઠવણી સાચી છે?
- A) પાણી, હવા, પવન
- B) હવા, ખાંડ, તેલ
- C) ઑક્સિજન, પાણી, ખાંડ
- D) મીઠું (ઘન), રસ/જ્યુસ (પ્રવાહી), હવા (વાયુ)
સાચો જવાબ: D) મીઠું (ઘન), રસ/જ્યુસ (પ્રવાહી), હવા (વાયુ)
42. PNG નું પૂરું નામ શું છે?
- A) Petrol Natural Gas
- B) Piped Natural Gas
- C) Pressurised Natural Gas
- D) Pure Natural Gas
સાચો જવાબ: B) Piped Natural Gas
43. કઈ પ્રકિયા દરમિયાન ઘનનું સીધુ વાયુમાં અને વાયુનું સીધુ ઘનમાં રૂપાંતરણ થાય છે?
- A) બાષ્પીભવન
- B) ગલન
- C) ઊર્ધ્વગમન
- D) ઊર્ધ્વપાતન
સાચો જવાબ: D) ઊર્ધ્વપાતન
44. 308 K, 329 K અને 391 K તાપમાનનાં મૂલ્યોને સેલ્સિયસ માપક્રમમાં રૂપાંતરિત કરતાં મળતાં મૂલ્યો અનુક્રમે...
- A) 33°C, 56°C, 118°C
- B) 35°C, 66°C, 119°C
- C) 35°C, 56°C, 118°C
- D) 56°C, 119°C, 35°C
સાચો જવાબ: C) 35°C, 56°C, 118°C
45. નીચેનામાંથી ક્યા પદાર્થનું ઘનમાંથી સીધુ વાયુમાં રૂપાંતરણ થાય છે?
- A) પાણી
- B) મીઠુ
- C) કપૂર
- D) બરફ
સાચો જવાબ: C) કપૂર
46. દ્રવ્યની કુદરતી અને મુખ્ય ભૌતિક અવસ્થાઓ કેટલી છે?
- A) 2
- B) 3
- C) 4
- D) 5
સાચો જવાબ: B) 3
47. 25°C, 38°C અને 66°C તાપમાનને કેલ્વિન માપક્રમમાં રૂપાંતરિત કરતાં મળતાં મૂલ્યો અનુક્રમે...
- A) 298 K, 300 K, 338 K
- B) 273 K, 278 K, 543 K
- C) 298 K, 310 K, 338 K
- D) 298 K, 311 K, 339 K
સાચો જવાબ: D) 298 K, 311 K, 339 K
48. પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતાં શું જોવા મળે છે?
- A) તેનો આકાર અને કદ બંને બદલાય છે.
- B) તેનાં આકાર અને કદમાં ફેરફાર થતો નથી.
- C) તેનો આકાર બદલાય છે, પરંતુ કદ બદલાતું નથી.
- D) તેનું કદ બદલાય છે, પરંતુ આકાર બદલાતો નથી.
સાચો જવાબ: C) તેનો આકાર બદલાય છે, પરંતુ કદ બદલાતું નથી.
49. ભારતના પ્રાચીન તત્વ-જ્ઞાનીઓએ પદાર્થને કેટલા મૂળભૂત તત્વોમાં (પંચતત્વ) વર્ગીકૃત કરેલ છે?
- A) ત્રણ
- B) ચાર
- C) પાંચ
- D) છ
સાચો જવાબ: C) પાંચ
50. વાયુના પ્રવાહીકરણ માટે યોગ્ય પરિસ્થિતિ જણાવો.
- A) નીચું તાપમાન, નીચું દબાણ
- B) ઊંચું તાપમાન, નીચું દબાણ
- C) નીચું તાપમાન, ઊંચું દબાણ
- D) ઊંચું તાપમાન, ઊંચું દબાણ
સાચો જવાબ: C) નીચું તાપમાન, ઊંચું દબાણ
51. વાયુનું સીધું પ્રવાહીમાં રૂપાંતર થવું તેને શું કહે છે?
- A) બાષ્પીભવન
- B) સંઘનન (ઘનીકરણ)
- C) ઉર્ધ્વપાતન
- D) ગલન
સાચો જવાબ: B) સંઘનન (ઘનીકરણ)
52. દ્રવ્યના કણો સતત કઈ ઉર્જા ધરાવે છે?
- A) સ્થિતિ ઉર્જા
- B) ગતિ ઉર્જા
- C) રાસાયણિક ઉર્જા
- D) પરમાણ્વીય ઉર્જા
સાચો જવાબ: B) ગતિ ઉર્જા
53. પાણીના અણુઓ સતત ગતિશીલ હોય છે, આ પરથી શું સાબિત થાય છે?
- A) તેમાં ગતિ ઉર્જા છે
- B) તે દ્રવ્ય નથી
- C) તેમાં સ્થિતિ ઉર્જા નથી
- D) તે ગરમ છે
સાચો જવાબ: A) તેમાં ગતિ ઉર્જા છે
54. બાષ્પીભવનના દરમાં વધારો નીચેનામાંથી કયા કિસ્સામાં થશે?
- A) તાપમાનમાં ઘટાડો કરવાથી
- B) સપાટીનું ક્ષેત્રફળ વધારવાથી
- C) પવનની ગતિ ઘટવાથી
- D) ભેજ વધવાથી
સાચો જવાબ: B) સપાટીનું ક્ષેત્રફળ વધારવાથી
55. બાષ્પીભવન એ કયા પ્રકારની ઘટના છે?
- A) બલ્ક ફેનોમેનન (આખા જથ્થાની ઘટના)
- B) સપાટી પર થતી ઘટના
- C) કેમિકલ રિએક્શન
- D) સ્થિર પ્રક્રિયા
સાચો જવાબ: B) સપાટી પર થતી ઘટના
56. કોઈપણ દ્રવ્ય મૂળભૂત રીતે શેનું બનેલું છે?
- A) ખૂબ જ નાના સૂક્ષ્મ કણો
- B) માત્ર મોટા કણો
- C) અદ્રશ્ય તરંગો
- D) ઊર્જા
સાચો જવાબ: A) ખૂબ જ નાના સૂક્ષ્મ કણો
57. બાષ્પીભવન દ્વારા ઠંડક કઈ રીતે ઉત્પન્ન થાય છે?
- A) કણો દ્વારા આસપાસમાંથી ઉર્જાનું શોષણ થવાથી
- B) કણો દ્વારા ગરમી બહાર કાઢવાથી
- C) દબાણ વધવાથી
- D) સપાટી સુકાઈ જવાથી
સાચો જવાબ: A) કણો દ્વારા આસપાસમાંથી ઉર્જાનું શોષણ થવાથી
58. ભેજ (Humidity) એટલે શું?
- A) હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રા
- B) પાણીના મોટા ટીપાં
- C) બરફના ટુકડા
- D) પવનની ગતિ
સાચો જવાબ: A) હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રા
59. દ્રવ્યની કઈ અવસ્થામાં કણોની ગોઠવણી સૌથી ઓછી નિયમિત (અસ્તવ્યસ્ત) હોય છે?
- A) ઘન
- B) પ્રવાહી
- C) વાયુ
- D) બધામાં સમાન
સાચો જવાબ: C) વાયુ
Whether you are studying for a quick weekly class test or preparing for your final board exams, running through these NCERT-based questions will give your confidence a huge boost. Grab a notebook, find a quiet spot, and let’s start practicing!
Comments (0)