Std 10 Maths IMP theory
Get the complete chapter-wise Std 10 Maths IMP theory guide. Score higher in your Gujarat Board exams by focusing on these exact concepts.
11. 10. વર્તુળ
- વર્તુળ : સમતલનાં એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તેજ સમતલના બિંદુઓના ગણને વર્તુળ કહે છે.
- વર્તુળની ત્રિજયા ઃ વર્તુળના કેન્દ્ર અને વર્તુળના બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજયા કહે છે.
- O કેન્દ્ર અને r ત્રિજયા વાળા વર્તુળને સંકેતમાં ⊙(O, r) કહે છે.
- અગત્યની નોંધ :- એક વર્તુળની (એકરૂપ વર્તુળની) એકરૂપ જીવાઓ કેન્દ્ર આગળ એકરૂપ ખૂણાઓ આંતરે છે.
- જીવાઓ કદ. જો કોઇ વર્તુળમાં (કે એકરૂપ વર્તુળમાં) બે જીવાઓ કેન્દ્ર આગળ સમાન (એકરૂપ) ખૂણાઓ બનાવે તો તે જીવાઓ સમાન (એકરૂપ) હોય છે.
- વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાના દ્રિભાગે છે.
- વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા વ્યાસ સિવાયની જીવાને દ્રિભાગે, તો તે જીવાને લંબ હોય છે.
- એકરૂપ વર્તુળની (એક જ વર્તુળની) એકરૂપ જીવાઓનું કેન્દ્રથી સમાન અંતર હોય છે. (એક જ વર્તુળમાં) કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ એકરૂપ હોય છે.
- જો એક (એકરૂપ વર્તુળમાં) બે ચાપ એકરૂપ હોય તો જીવાઓ એકરૂપ, તો પ્રતિપ પણ સત્ય છે.
- વર્તુળના લધુચાપે વર્તુળના કેન્દ્ર પર આંતરેલા ખૂણાનું માપ તે જ પ્રમાણે ગુરૂચાપ પરના કોઈ બિંદુએ આંતરેલા ખૂણાના માપ કરતાં બમણું હોય છે.
- એક જ વૃતખંડના ખૂણાઓ સમાન હોય છે.
- અર્ધવર્તુળની અંતગર્તનો ખૂણો કાટખૂણો હોય છે.
- કોઇ એક રેખાખંડ, તેને સમાવતી રેખાના એક જ અર્ધતલમાં આવેલા બે બિંદુ આગળ સમાન માપનો ખૂણો બનાવે તો આ બંને બિંદુ એક જ વર્તુળ પર હોય છે.
વર્તુળની જીવાઓ અને કેન્દ્ર
ચક્રીય ચતુષ્કોણ
- * * * ચક્રિય ચતુષ્કોણ :
- જો કોઇ ચતુષ્કોણના બધાજ શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તો તેને ચકિય ચતુષ્કોણ કહે છે.
- ચકિય ચતુષ્કોણના સામ-સામેના ખૂણાના માપનો સરવાળો 180° થાય, તો પ્રતિપ પણ સત્ય છે.
- અગત્યના પ્રમેયો :
- પ્રમેય 10.1: વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શબિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે.
- પ્રમેય 10.2: વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળનો સ્પર્શક લંબાઇ સમાન હોય છે.
- જો વર્તુળના સમતલમાં આવેલી કોઈ રેખા વર્તુળની કોઈ ત્રિજયાને તેના વર્તુળ પરના અંત્યબિંદુએ લંબ હોય, તો આ રેખા વર્તુળનો સ્પર્શક કહેવાય.
આકૃતિ 3: સ્પર્શકની લંબાઈ (પ્રમેય 10.2)
- m∠OAP = m∠OBP = 90° અને ∠APO ≅ ∠BPO, ∠AOP ≅ ∠BOP છે.
- અહીં O, B, P, A બિંદુઓ છે. AP = PB ને સ્પર્શકની લંબાઈ કહે છે.
- □ABCD ની ચારેય બાજુને જો કોઈ એક વર્તુળ સ્પર્શ તો આ વર્તુળને ચતુષ્કોણનું અંતઃવર્તુળ કહે છે. તો AB + CD = AD + BC થાય.
- ΔABC માં m∠B = 90°, ત્રિકોણની ત્રણે બાજુઓ ને સ્પર્શના વર્તુળની ત્રિજયા = (AB + BC - AC) / 2
- ΔABC ના અંત: વૃતની ત્રિજ્યા r હોય તો, ΔABC નું ક્ષેત્રફળ = 1/2 × r(AB + BC + AC)
- સમકેન્દ્રીય વર્તુળો : કેન્દ્ર બિંદુ સમાન હોય પરંતુ ત્રિજયા ભિન્ન હોય તેવા સમતલીય વર્તુળો. દા.ત. ⊙(O, r1) અને ⊙(O, r2)
- એકરૂપ વર્તુળો : કેન્દ્રબિંદુ ભિન્ન હોય પરંતુ ત્રિજયા સમાન હોય. દા.ત. ⊙(A, r) અને ⊙(B, r)
- * વર્તુળ ⊙(A, r1) અને ⊙(B, r2) માટે જો,
- (1) AB > r1 + r2 તો સામાન્ય સ્પર્શકો 4 મળે.
- (2) AB = r1 + r2 તો સામાન્ય સ્પર્શકો 3 મળે.
- (3) |r1 - r2| < AB < r1 + r2 તો સામાન્ય સ્પર્શકો 2 મળે.
- (4) AB = |r1 - r2| તો સામાન્ય સ્પર્શકો 1 મળે.
- (5) AB < |r1 - r2| તો સામાન્ય સ્પર્શકો 0 મળે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)