GSEB Std 9 Science Chapter 2 Swadhyay Solution in Gujarati Medium

Jul 06, 2026 - 10:46
0 7

સ્વાધ્યાય (Exercise) - સંપૂર્ણ જવાબો

1. નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો ?
  • (a) સોડિયમ ક્લોરાઈડને સોડિયમ ક્લોરાઈડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી
    જવાબ : બાષ્પીભવન
  • (b) એમોનિયમ ક્લોરાઈડને સોડિયમ ક્લોરાઈડ અને એમોનિયમ ક્લોરાઈડનાં મિશ્રણમાંથી
    જવાબ : ઊર્ધ્વપાતન
  • (c) ધાતુના નાના કણો (ટુકડા)ને મોટરકારના એન્જિન-ઑઈલમાંથી
    જવાબ : ગાળણ
  • (d) જુદા-જુદા રંગીન કણોને ફૂલની પાંખડીઓના અર્કમાંથી
    જવાબ : ક્રોમેટોગ્રાફી
  • (e) માખણને દહીંમાંથી
    જવાબ : સેન્ટ્રિફ્યુગેશન
  • (f) તેલને પાણીમાંથી
    જવાબ : ભિન્નકારી ગળણી
  • (g) ચાની પત્તીને પીવા માટે બનાવેલ ચામાંથી
    જવાબ : ગાળણ
  • (h) રેતીમાંથી લોખંડની ટાંકણીઓને
    જવાબ : ચુંબકીય અલગીકરણ
  • (i) ઘઉંના દાણાને ભૂસાં (છોતરાં)માંથી
    જવાબ : ઉપણવાથી
  • (j) માટી (કાદવ)ના બારીક કણોને પાણીમાં નિલંબિત માટીના કણોમાંથી
    જવાબ : નિતારણ અને ગાળણ
2. ચા બનાવવા માટે તમે ક્યાં-ક્યાં પગલાં લેશો ? દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, ઓગળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ અને અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરો.
  • એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લો.
  • ત્યારબાદ તેમાં દ્રાવ્ય તરીકે ખાંડ લઈ તેને સંપૂર્ણ ઓગાળો.
  • આમ ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે. ખાંડ પાણીમાં સુદ્રાવ્ય છે.
  • ત્યારબાદ થોડી ચાની ભૂકી ઉમેરો. જે પાણીમાં અદ્રાવ્ય છે (ઓગળતી નથી).
  • પાત્રના દ્રાવણને ઉકાળો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો.
  • ગાળણ પ્રક્રિયા વડે ગળણીથી દ્રાવણને ગાળો. ગળણીમાં અદ્રાવ્ય ચાની ભૂકી અવશેષ તરીકે રહેશે.
3. પ્રજ્ઞા ચાર જુદા-જુદા પદાર્થોની જુદાં-જુદાં તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે દર્શાવેલા આંકડા એકત્ર કરે છે...

(a) 313 K તાપમાને 50 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા કેટલું દળ જોઈએ ?

જવાબ : કોષ્ટક મુજબ, 313 K તાપમાને 100 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટની દ્રાવ્યતા = 62 ગ્રામ

તેથી, 50 ગ્રામ પાણીમાં જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન = (62 × 50) / 100

= 3100 / 100 = 31 ગ્રામ

(b) પ્રજ્ઞા 353 K તાપમાને પોટેશિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓરડાનાં તાપમાને ઠંડું પડવા મૂકે છે. તેનું અવલોકન શું હશે ?

જવાબ : જેમ દ્રાવણ ઠંડું પડશે તેમ તાપમાન ઘટવાથી પોટેશિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા ઘટશે. પરિણામે, વધારાનો પોટેશિયમ ક્લોરાઇડ ઘન સ્વરૂપે સ્ફટિક (અવક્ષેપ) રૂપે દ્રાવણમાં છૂટો પડશે.

(c) 293 K તાપમાને દર્શાવેલ દરેક ક્ષારની દ્રાવ્યતા શોધો. આ જ તાપમાને કયા ક્ષારની દ્રાવ્યતા સૌથી વધુ હશે ?

જવાબ : 293 K તાપમાને ક્ષારની દ્રાવ્યતા નીચે મુજબ છે:

  • પોટેશિયમ નાઇટ્રેટ = 32 ગ્રામ
  • સોડિયમ ક્લોરાઈડ = 36 ગ્રામ
  • પોટેશિયમ ક્લોરાઈડ = 35 ગ્રામ
  • એમોનિયમ ક્લોરાઈડ = 37 ગ્રામ

આથી, 293 K તાપમાને એમોનિયમ ક્લોરાઈડની દ્રાવ્યતા (37 ગ્રામ) સૌથી વધુ હશે.

(d) ક્ષારની દ્રાવ્યતા પર તાપમાનના ફેરફારની શી અસર થશે ?

જવાબ : સામાન્ય રીતે, જેમ તાપમાન વધે તેમ ક્ષારની દ્રાવ્યતામાં વધારો થાય છે.

4. નીચેના શબ્દો ઉદાહરણ સહિત સમજાવો :

(a) સંતૃપ્ત દ્રાવણ :

કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે.
દા.ત. મીઠાનું સંતૃપ્ત દ્રાવણ.

(b) શુદ્ધ પદાર્થ :

એક જ પ્રકારના પરમાણુઓ કે અણુઓના બનેલા પદાર્થને શુદ્ધ પદાર્થ કહે છે.
દા.ત. સોનું (Au), ચાંદી (Ag).

(c) કલિલ :

જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ (વિક્ષેપિત કલા) એ દ્રાવક (વિક્ષેપન માધ્યમ) માં વિક્ષેપિત અવસ્થામાં (નરી આંખે ન દેખાય તેવા કણો રૂપે) તરતા હોય છે, તેવા દ્રાવણને કલિલ દ્રાવણ કહે છે.
દા.ત. દૂધ, ચીઝ, ધુમાડો, વાદળા.

(d) નિલંબન :

જે વિષમાંગ મિશ્રણમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય (જે નરી આંખે જોઈ શકાય) તેને નિલંબન કહે છે.
દા.ત. બેરિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ, ચૂનાના પથ્થરનું (CaCO3) પાણીમાં દ્રાવણ.

5. નીચે દર્શાવેલ દરેકને સમાંગ કે વિષમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો :

આપેલ યાદી: સોડાવૉટર, લાકડું, હવા, જમીન, સરકો (વિનેગર), ગાળેલી ચા

સમાંગ મિશ્રણ વિષમાંગ મિશ્રણ
સોડાવૉટર, હવા, વિનેગર, ગાળેલી ચા લાકડું, જમીન
6. તમને આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે, તે તમે કેવી રીતે નક્કી કરશો ?

જવાબ :

  • આપેલ પ્રવાહીને ઉકાળો અને થરમૉમીટર વડે તેનું તાપમાન માપો.
  • જો પ્રવાહીનું ઉત્કલનબિંદુ બરાબર 100°C (373 K) મળે, તો આપેલ પ્રવાહી શુદ્ધ પાણી છે.
  • કેમ કે દરેક શુદ્ધ પદાર્થનું ઉત્કલનબિંદુ અને ગલનબિંદુ નિશ્ચિત જ હોય છે. જો તેમાં અશુદ્ધિ હશે તો તે 100°C થી ઊંચા તાપમાને ઉકળશે.
7. નીચેના પૈકી કયા પદાર્થોને 'શુદ્ધ પદાર્થો'ના સમૂહમાં મૂકી શકાય ?

(બરફ, દૂધ, લોખંડ, હાઈડ્રોક્લોરિક ઍસિડ, કૅલ્શિયમ ઓક્સાઈડ, મરક્યુરી, ઈંટ, લાકડું, હવા)

જવાબ : આપેલ પદાર્થમાંથી બરફ (H2O), લોખંડ (Fe), હાઈડ્રોક્લોરિક ઍસિડ (HCl), કૅલ્શિયમ ઓક્સાઈડ (CaO) અને મરક્યુરી/પારો (Hg) ને શુદ્ધ પદાર્થોના સમૂહમાં વર્ગીકૃત કરી શકાય છે.

8. નીચે દર્શાવેલા મિશ્રણોમાંથી દ્રાવણોને ઓળખો :

(માટી, દરિયાનું પાણી, હવા, કોલસો, સોડાવૉટર)

જવાબ : આપેલ મિશ્રણોમાંથી દરિયાનું પાણી, હવા અને સોડાવૉટર એ દ્રાવણો છે.

9. નીચેના પૈકી કયો પદાર્થ 'ટિંડલ અસર' દર્શાવશે ?

(a) મીઠાનું દ્રાવણ (b) દૂધ (c) કૉપર સલ્ફેટનું દ્રાવણ (d) સ્ટાર્ચનું દ્રાવણ

જવાબ : દૂધ અને સ્ટાર્ચનું દ્રાવણ (બંને કલિલ દ્રાવણ હોવાથી) ટિંડલ અસર દર્શાવશે.

10. નીચેનાને તત્ત્વ, સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો :
તત્ત્વ (Elements) સંયોજન (Compounds) મિશ્રણ (Mixtures)
સોડિયમ (Na)
સિલ્વર (Ag)
ટિન (Sn)
સિલિકોન (Si)
કૅલ્શિયમ કાર્બોનેટ (CaCO3)
સાબુ
મિથેન (CH4)
કાર્બન ડાયોક્સાઇડ (CO2)
માટી
ખાંડનું દ્રાવણ
કોલસો
હવા
રુધિર (Blood)
11. નીચેના પૈકી કયા રાસાયણિક ફેરફારો છે ?

આપેલ વિકલ્પોમાંથી રાસાયણિક ફેરફારો નીચે મુજબ છે:

  • (a) છોડની વૃદ્ધિ
  • (b) લોખંડનું કટાવું
  • (d) ખોરાકનું રાંધવું
  • (e) ખોરાકનું પાચન
  • (g) મીણબત્તીનું સળગવું

(નોંધ: 'લોખંડનો ભૂકો અને રેતીને મિશ્ર કરવા' અને 'પાણીનું ઠરવું' એ ભૌતિક ફેરફારો છે.)

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0
GSEB Expert

I am a dedicated person who provides study materials, notes, textbooks, question papers, solutions, and educational updates for all GSEB board classes. My goal is to make learning easier and more accessible for students by sharing useful resources in one place. I believe that every student deserves clear guidance and quality study support to achieve better results. Through my work, I strive to help students learn with confidence and stay updated throughout their academic journey.

Comments (0)

User