10
ભારત: કૃષિ
સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
(1) કૃષિના પ્રકારો વિશે નોંધ લખો.
(2) ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો.
(3) ‘વિશ્વ બજાર અને ભારતની ખેતી’ વિશે નોંધ લખો.
(4) ‘ભારતનો ઘઉંનો પાક’ સવિસ્તર વર્ણવો.
(5) ‘ભારતના તેલીબિયાં પાક’ વિશે સવિસ્તર જણાવો.
૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
(1) જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે ?
(2) તફાવત આપો : ખરીફ પાક – રવિ પાક.
(3) ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો.
(4) ડાંગર : ભારતનો સૌથી અગત્યનો પાક – સમજાવો.
- (1) મકાઈનો ઉપયોગ જણાવો.
- (2) કોફીના પાકની અનુકૂળતાઓ જણાવો.
- (3) ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને કયો પાક લેવાય છે ?
- (4) હરિયાળી ક્રાંતિ એટલે શું ?
- (5) કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓના નામ લખો.
૪. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :
(1) નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે ?
(A) બાગાયતી ખેતી (B) ઝૂમ ખેતી (C) સઘન ખેતી (D) આદ્ર ખેતી
(2) નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી ?
(A) સજીવ ખેતી (B) મિશ્ર ખેતી (C) બાગાયતી ખેતી (D) ટકાઉ ખેતી
(3) મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે ?
(A) કેરળ (B) તમિલનાડુ (C) મધ્ય પ્રદેશ (D) ગુજરાત
(4) ચોકલેટ શામાંથી બને છે ?
(A) તલ (B) કોકો (C) રબર (D) ચા
(5) નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે ?
(A) ઈસબગુલ (B) મેથી (C) સરસવ (D) ધાણા
(6) નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે ?
(A) અડદ (B) મગ (C) ચણા (D) મઠ