15
આર્થિક વિકાસ
સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
(1) વિકાસશીલ અર્થતંત્રનાં કોઈપણ પાંચ લક્ષણો ચર્ચો.
(2) જરૂરિયાતો અમર્યાદિત હોય છે – સમજાવો.
(3) બજારતંત્રની મર્યાદાઓની ચર્ચા કરો.
(4) મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણીની ચર્ચા કરો.
૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો :
(1) ઉત્પાદનના સાધન તરીકે જમીન.
(2) સમાજવાદી પદ્ધતિની ખામીઓ.
(3) આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત ચર્ચો.
(4) પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ લખો.
(5) તફાવત સ્પષ્ટ કરો : આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ.
- (1) આર્થિક વિકાસ એટલે શું ?
- (2) ઉત્પાદનના મુખ્ય સાધનો કયાં છે ? જણાવો.
- (3) આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવો.
- (4) ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે ?
- (5) સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એટલે શું ?
૪. નીચેના પ્રશ્નોના ઉત્તરો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપો :
(1) આર્થિક રીતે ભારત કેવો દેશ છે ?
(A) વિકસિત (B) પછાત (C) વિકાસશીલ (D) ગરીબ
(2) વિશ્વબેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય ?
(A) 480 $ (B) 520 $ (C) 735 $ (D) 250 $
(3) કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે ?
(A) સમાજવાદી પદ્ધતિ (B) મિશ્ર અર્થતંત્ર (C) બજાર પદ્ધતિ (D) એક પણ નહિ
(4) પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે ?
(A) માધ્યમિક (B) પ્રાથમિક (C) સેવા ક્ષેત્ર (D) આપેલ ત્રણેય