Std 12 Commerce Account IMP VSQ & Solutions Guide 2026
Ace your exams with our GSEB std 12 commerce account imp questions! Get textbook solutions, swadhyay answers, and chapter-wise study tips for 2026-27.
Chapter - 1 ભાગીદારી : વિષય-પ્રવેશ
Other Chapter go to next ->
(1) ભાગીદાર એટલે શું?
Ans: જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે 'ભાગીદાર' (Partner) કહેવાય.
(2) ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા અને વધુમાં વધુ કેટલા ભાગીદાર હોય છે?
Ans: ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 ભાગીદારો હોય છે.
(3) ભાગીદારી કરારનામું એ પેઢીનું શું ગણાય?
Ans: ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ છે.
(4) ભાગીદારી કરારનામું તૈયાર કરવાનો હેતુ જણાવો.
Ans: ભાગીદારો વચ્ચે ઊભા થતા મતભેદો કે પ્રશ્નોના નિરાકરણ માટે કરારનામું મહત્ત્વનું છે. કરારનામામાં કરેલ જોગવાઇ અનુસાર ભાગીદારોના પ્રશ્નોના ઉકેલ લાવી શકાય છે.
(5) ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય, તો વહીવટ પ્રશ્નોનો નિકાલ કઇ રીતે થાય છે?
Ans: ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય, તો વહીવટી પ્રશ્નોનો નિકાલ 1932 ના ભારતીય ભાગીદારી કાયદાઓની જોગવાઇઓ મુજબ થાય છે.
(6) ભાગીદારી પેઢીમાં ભાગીદારોનાં મૂડી ખાતાં રાખવાની પદ્ધતિઓ જણાવો.
Ans: ભાગીદારી પેઢીમાં ભાગીદારોનાં મૂડી ખાતાં રાખવાની બે પદ્ધતિઓ છે : (1) સ્થિર (કાયમી) મૂડી પદ્ધતિ અને (2) અસ્થિર (હંગામી) મૂડી પદ્ધતિ.
(7) સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારનો નફો કયા ખાતે જમા કરવામાં આવે છે?
Ans: સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારનો નફો ભાગીદારના ચાલુ ખાતે જમા કરવામાં આવે છે.
(8) સ્થિર મૂડી ખાતાંની પદ્ધતિ અમલમાં હોય, ત્યારે ભાગીદાર વધારાની મૂડી કાયમી ધોરણે લાવે તો તેને કયા ખાતે જમા થાય છે?
Ans: સ્થિર મૂડી ખાતાંની પદ્ધતિ અમલમાં હોય, ત્યારે ભાગીદાર વધારાની મૂડી કાયમી ધોરણે લાવે તો તે સ્થિર મૂડી ખાતે જમા થાય છે.
(9) જો ભાગીદારના ચાલુ ખાતાંની ઉધાર બાકી હોય, તો પાકા સરવૈયામાં કઇ બાજુએ દર્શાવવામાં આવે છે?
Ans: જો ભાગીદારના ચાલુ ખાતાંની ઉધાર બાકી હોય, તો પાકા સરવૈયામાં મિલકત-લેણાં બાજુએ દર્શાવવામાં આવે છે.
(10) વર્ષના અંતે ભાગીદારનું ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે લઇ જવાની આમનોંધ લખો.
Ans: વર્ષના અંતે ભાગીદારનું ઉપાડ ખાતું બંધ કરવાની નોંધ નીચે મુજબ થશે: ભાગીદારના મૂડી/ચાલુ ખાતે ઉ. તે ભાગીદારના ઉપાડ ખાતે (બા.જે. ભાગીદારના ઉપાડ ખાતાની બાકી મૂડી / ચાલુ ખાતે લઇ ગયા તેના)
(11) નફા-નુકસાન ફાળવણી ખાતું એ કયા ખાતાંનો જ એક ભાગ છે?
Ans: નફા-નુકસાન ફાળવણી ખાતું એ નફા-નુકસાન ખાતાંનો જ એક ભાગ છે.
Comments (0)