Std 12 Commerce Account IMP VSQ & Solutions Guide 2026
Ace your exams with our GSEB std 12 commerce account imp questions! Get textbook solutions, swadhyay answers, and chapter-wise study tips for 2026-27.
Chapter - 3 પાઘડીનું મૂલ્યાંકન
(12) પાઘડી એટલે શું?
Ans: અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવવાની ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય એટલે પાઘડી.
(13) પાઘડીનું મૂલ્યાંકન એટલે શું?
Ans: પુનર્ગઠન સમયે મિલકતો અને દેવાંના પુનઃમૂલ્યાંકનની સાથે પાઘડીનું જે નવું મૂલ્ય નક્કી કરવામાં આવે છે, તેને પાઘડીનું પુનઃમૂલ્યાંકન કહે છે.
(14) પાઘડી એ કેવા પ્રકારની મિલકત છે?
Ans: પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અશ્ય મિલકત છે.
(15) પાઘડી પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે?
Ans: પાઘડી પાકા સરવૈયામાં મિલકત - લેણાં બાજુ બિનચાલુ મિલકતોના મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે.
(16) મૂડીકૃત મફો એટલે શું?
Ans: મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત.
(17) અધિક નફો એટલે શું?
Ans: જયારે ધંધો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાતો હોય તો વધારાના નફાને અધિક નફો કહે છે.
(18) સરેરાશ નફો એટલે શું?
Ans: સરેરાશ નફો એટલે ધંધાના પાછલાં અમુક વર્ષોના નફાની સરેરાશ.
(19) ભારિત નફો એટલે શું?
Ans: ભારિત સરેરાશ નફો એટલે જુદાં જુદાં વર્ષોના નફાને ભાર આપીને શોધવામાં આવતી નફાની સરેરાશ.
Comments (0)