Do Not Ignore Tafavat While Preparing for BA and OC Exams
Ask any senior Commerce student about scoring well in BA or OC, and they will probably give you one simple piece of advice: prepare the Tafavat properly.
Tafavat means writing the differences between two related concepts. These questions may appear easy, but they are very important in GSEB Std 11 Commerce exams. In most school and exam papers, students usually get around two to four questions based on differences. That means you can collect several marks without writing very long answers.
This is why skipping BA/OC Tafavat is not a good idea. You may understand the larger chapters well, but leaving out these questions can cost you marks that were actually easy to secure.
However, there is one thing every student should remember. Tafavat answers are scoring only when the points are correct. Writing anything just to make the answer look longer will not help. Each difference should be factual, clear, and based on the textbook or syllabus. The points should also show a proper comparison between both terms.
GSEB Std 11 Commerce - BA/OC All Chapters Tafavat (દિફરન્સ / તફાવત)
પ્રકરણ ૧: ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર
૧. ધંધો, વ્યવસાય અને રોજગાર વચ્ચેનો તફાવત
| તફાવતના મુદ્દા |
ધંધો |
વ્યવસાય |
રોજગાર (નોકરી) |
| ૧. અર્થ |
નફાના હેતુથી થતી આર્થિક પ્રવૃત્તિને ધંધો કહે છે. |
વિશિષ્ટ નિષ્ણાત સેવા આપી બદલામાં કીના સ્વરૂપમાં નાણાકીય વળતર મેળવવાની હેતુથી થતી આર્થિક પ્રવૃત્તિને વ્યવસાય કહે છે. |
શારીરિક કે માનસિક સેવાઓ આપી બદલામાં નિશ્ચિત નાણાકીય વળતર મેળવવાના હેતુથી થતી આર્થિક પ્રવૃત્તિને રોજગાર કહે છે. |
| ૨. કાર્યનું સ્વરૂપ |
ગ્રાહકને નાણાંના બદલામાં વસ્તુ કે સેવાની પૂરવણી પૂરો પાડવામાં આવે છે. |
વ્યવસાય કરનાર કીના બદલામાં વિશિષ્ટ નિષ્ણાત સેવાઓ પૂરી પાડે છે. |
કરાર અને નિયમો અનુસાર શારીરિક કે માનસિક સેવા પૂરી પાડવામાં આવે છે. |
| ૩. વળતર કે બદલો |
ધંધાનો માલિક વળતરરૂપે નફો મેળવે છે. |
વિશિષ્ટ સેવાના બદલામાં વળતરરૂપે ફી મળે છે. |
કાર્ય કરવાના બદલામાં વળતરરૂપે પગાર, મજૂરી કે દરમાયો મળે છે. |
| ૪. લાયકાત |
ધંધા માટે કોઈ ખાસ ચોક્કસ તાલીમ મેળવવાનું કે વિશેષ યોગ્યતા મેળવવાનું જરૂરી નથી. |
વ્યવસાય માટે શૈક્ષણિક લાયકાત, ખાસ ચોક્કસ તાલીમ અને વિશિષ્ટ જ્ઞાન મેળવવાનું જરૂરી છે. |
રોજગારમાં જે પ્રકારનું કાર્ય કરવાનું હોય તેને અનુરૂપ જરૂરી લાયકાત હોવી જરૂરી છે. |
| ૫. મૂડી |
જે પ્રકારનો અને સ્વરૂપનો ધંધો હોય તે મુજબ મૂડીની જરૂરિયાત પડે છે. |
વ્યવસાયની સ્થાપના કરતી વખતે મર્યાદિત પ્રમાણમાં મૂડીની જરૂરિયાત પડે છે. |
રોજગારમાં કોઈ પ્રકારની મૂડીની જરૂરિયાત પડતી નથી. |
| ૬. જોખમ |
ધંધામાં નકાની અનિશ્ચિતતા અને નુકસાન થવાનું જોખમ છે. |
વ્યવસાયમાં નક્કી કરેલી ફીની રકમ ન મળવાનું જોખમ છે. |
નિશ્ચિત ચોક્કસ વેતન કે પગાર મળે છે તેથી કોઈ પ્રકારનું જોખમ નથી. |
| ૭. માલિકી હિતની ફેરબદલી |
ધંધામાં માલિકી હિતની ફેરબદલી થઈ શકે છે. |
વ્યવસાયમાં માલિકી હિતની ફેરબદલી થઈ શકતી નથી. |
માલિકી ન હોવાથી ફેરબદલીનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. |
| ૮. આચારસંહિતાનું પાલન |
ધંધામાં વિવિધ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે છે. |
વ્યવસાયમાં જે-તે વ્યાવસાયિક સંગઠને નક્કી કરેલ આચારસંહિતાના નિયમોનું પાલન કરવું પડે છે. |
રોજગારમાં માલિક સાથે કરેલ કરાર અનુસારના નિયમોનું પાલન કરવું પડે છે. |
| ૯. મૂળભૂત ઉદ્દેશ |
ધંધાનો મૂળભૂત ઉદ્દેશ નફો મેળવવાનો છે. |
વ્યવસાયનો મૂળભૂત ઉદ્દેશ સેવાઓ પૂરી પાડી ફીની આવક મેળવવાનો છે. |
રોજગારનો મૂળભૂત ઉદ્દેશ પગાર કે વેતન મેળવવાનો છે. |
૨. ધંધો અને વ્યવસાય વચ્ચેનો તફાવત
| તફાવતના મુદ્દા |
ધંધો |
વ્યવસાય |
| ૧. અર્થ |
ધંધો કરનાર ધંધાકીય ઉત્પાદન કે વિતરણની પ્રવૃત્તિ ચલાવે છે. |
વ્યવસાય કરનાર વ્યવસાયી પોતાની વિશિષ્ટ નિષ્ણાત સેવાઓ બીજાને જાહેર જનતાને પૂરી પાડે છે. |
| ૨. વળતર |
ધંધાદારી નફાના સ્વરૂપમાં વળતર મેળવે છે. |
વ્યવસાયી ફીના સ્વરૂપમાં વળતર મેળવે છે. |
| ૩. મુખ્ય ઉદ્દેશ |
ધંધાનો મુખ્ય ઉદ્દેશ નફાનો છે. |
વ્યવસાયનો મુખ્ય ઉદ્દેશ સેવાનો છે. |
| ૪. જોખમ |
ધંધામાં જોખમનું પ્રમાણ વધુ છે. |
વ્યવસાયમાં જોખમનું પ્રમાણ ઓછું છે. |
| ૫. લાયકાત |
ધંધા માટે કોઈ ખાસ ચોક્કસ તાલીમ મેળવવાનું કે વિશેષ યોગ્યતા મેળવવાનું જરૂરી નથી. |
વ્યવસાય માટે ખાસ ચોક્કસ તાલીમ મેળવવાનું જરૂરી છે. |
| ૬. આચારસંહિતા |
ધંધાદારીઓના પોતાના મંડો હોઈ શકે, પણ આ મંડો ધંધાદારીઓ માટે શિસ્ત તથા વર્તનના ખાસ કોઈ ધારાસંદર્ભો ધરાવતાં નથી. |
દરેક વ્યવસાયનું મંડળ હોય છે, જેના દ્વારા એ વ્યવસાયને અનુસરતી વ્યક્તિઓ માટે શિસ્ત તથા વર્તનના ચોક્કસ ધારાસંદર્ભો નક્કી થયેલાં હોય છે, જેનું વ્યવસાયીઓએ પાલન કરવું પડે છે. |
| ૭. જાહેરાત |
ધંધાની જાહેરાત થાય છે. |
સામાન્ય રીતે વ્યવસાયની જાહેરાત થઈ શક્તિ નથી. |
| ૮. ઉદાહરણ |
છૂટક વેપારી, ખેડૂત, કાપડનો વેપારી, ભાડાનું કારખાનું ચલાવતી વ્યક્તિ વગેરે ધંધो ચલાવે છે. |
ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કિટેક્ટ વગેરે વ્યવસાયિકો છે. |
૩. વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત
| તફાવતના મુદ્દા |
વેપાર |
વાણિજ્ય |
| ૧. અર્થ |
વેપાર એટલે માલ અને સેવાઓનો નાણાંના બદલામાં લેવડ-દેવડ. |
વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ. |
| ૨. કાર્યક્ષેત્ર |
વેપારનો ખ્યાલ અને તેનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. |
વાણિજ્યનો ખ્યાલ અને તેનું કાર્યક્ષેત્ર વિશાળ છે. |
| ૩. સમાવેશ |
વેપારમાં વાણિજ્યનો સમાવેશ થતો નથી. વેપાર વાણિજ્યનો ભાગ છે. |
વાણિજ્યમાં વેપારનો સમાવેશ થઈ જાય છે. |
| ૪. સહાયક સેવાઓનો સમાવેશ |
વેપારમાં સહાયક સેવાઓનો સમાવેશ થતો નથી. |
વાણિજ્યમાં વેપાર ઉપરાંત તેને સહાયક સેવાઓનો સમાવેશ થાય છે. |
| ૫. પક્ષકારો |
વેપારમાં બંને પક્ષકારો મોટે ભાગે પરસ્પરથી પરિચિત હોય છે અને નજીકના સ્થળના હોય છે. |
વાણિજ્યમાં બંને પક્ષકારો પરસ્પરથી અપરિચિત હોઈ શકે છે તેમજ એકબીજાથી દૂરના સ્થળના હોય છે. |
૪. આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત
| તફાવતના મુદ્દા |
આર્થિક પ્રવૃત્તિ |
બિનઆર્થિક પ્રવૃત્તિ |
| ૧. હેતુ |
આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય (આર્થિક) વળતર મેળવવાનો કે જરૂરિયાત સંતોષવાનો હોય છે. |
બિનઆર્થિક પ્રવૃત્તિનો હેતુ સમાજસેવા, માનવસેવા, દેશસેવા કે મોહ સંતોષવાનો, પ્રેમ, કીર્તિ મેળવવાનો હોય છે. |
| ૨. અપેક્ષા |
તેમાં નાણાકીય (આર્થિક) વળતર જેમ કે નકો, પગાર, ફી અને મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા હોય છે. |
તેમાં નાણાકીય (આર્થિક) વળતર મેળવવાની અપેક્ષા હોતી નથી; પરંતુ સમાજસેવા, દેશસેવા કે માનવસેવાની અપેક્ષા હોય છે. |
| ૩. પ્રકાર |
આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર છે: ધંધો, વ્યવસાય અને નોકરી. |
બિનઆર્થિક પ્રવૃત્તિના આ રીતના કોઈ પ્રકાર નથી. |
| ૪. અનિશ્ચિતતા અને જોખમ |
આર્થિક પ્રવૃત્તિમાં અનિશ્ચિતતા અને જોખમનું પ્રમાણ વધુ છે. |
બિનઆર્થિક પ્રવૃત્તિમાં અનિશ્ચિતતા અને જોખમનું પ્રમાણ ઓછું કે નથી. |
| ૫. શા માટે? |
આર્થિક પ્રવૃત્તિ સંપત્તિ અને મિલકતોનું સર્જન કરવાના હેતુથી કરવામાં આવે છે. |
બિનઆર્થિક પ્રવૃત્તિ મનોવૈજ્ઞાનિક સંતોષ મેળવવાના હેતુથી કરવામાં આવે છે. |
પ્રકરણ ૩: બેંકિંગ સેવાઓ-૨
૧. ડિમાન્ડ ડ્રાફ્ટ અને પે-ઓર્ડર વચ્ચેનો તફાવત
| તફાવતના મુદ્દા |
ડિમાન્ડ ડ્રાફ્ટ (Demand Draft) |
પે-ઓર્ડર (Pay Order) |
| ૧. અર્થ / આદેશ |
એક બેંકે બીજી બેંકને (પોતાની શાખા કે પ્રતિનિધિ પર) લખેલો ચેક છે. |
બેંકે પોતાની ઉપર જ લખેલો ચેક છે. |
| ૨. પક્ષકાર |
લખનાર (ડ્રોઅર) અને સંબંધિત પક્ષ (ડ્રૉઈ) જુદા હોય છે. |
લખનાર (ડ્રોઅર) પોતે જ સંબંધિત પક્ષ (ડ્રૉઈ) હોય છે. |
| ૩. ઉપયોગ |
ગ્રાહકનો ઉપયોગ બહારગામ નાણાં મોકલવા થાય છે. |
પે-ઓર્ડરનો ઉપયોગ બેંક પોતાના દેવાની રકમ ચૂકવવા માટે કરે છે. |
૨. ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ વચ્ચેનો તફાવત
| તફાવતના મુદ્દા |
ઓવરડ્રાફ્ટ (Overdraft - OD) |
કેશ ક્રેડિટ (Cash Credit - CC) |
| ૧. હેતુ / જરૂરિયાત |
ઓવરડ્રાફ્ટનો ઉદ્દેશ કામચલાઉ અને ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવાનો છે. |
કેશ ક્રેડિટનો ઉદ્દેશ નિશ્ચિત અને લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવાનો છે. |
| ૨. રકમનું પ્રમાણ |
નાની તથા મધ્યમ રકમના ધિરાણ માટે ઓવરડ્રાફ્ટનો ઉપયોગ થાય છે. |
મોટી રકમના ધિરાણ માટે કેશ ક્રેડિટનો ઉપયોગ થાય છે. |
| ૩. સગવડ |
ઓવરડ્રાફ્ટની સગવડ માત્ર ચાલુ ખાતું ધરાવનારને જ મળી શકે છે. |
કેશ ક્રેડિટની સગવડ ચાલુ ખાતું ન ધરાવતી વ્યક્તિને પણ મળી શકે છે. |
| ૪. જામીનગીરી |
ચાલુ ખાતું ધરાવનારને બેંક ઓવરબંધી હોવાથી અંગત જામીનગીરી ઉપર ઓવરડ્રાફ્ટની સગવડ આપવામાં આવે છે. |
કેશ ક્રેડિટ ધરાવનાર બેંકથી પરિચિત ન પણ હોય, તેથી વ્યક્તિ કે મિલકતની જામીનગીરી ઉપર જ આ સગવડ આપવામાં આવે છે. |
| ૫. વ્યાજ |
સામાન્ય રીતે ઓવરડ્રાફ્ટમાં બેંકને ઓછું વ્યાજ મળે છે. |
સામાન્ય રીતે ઓવરડ્રાફ્ટ કરતાં કેશ ક્રેડિટમાં બેંકને વધુ વ્યાજ મળે છે. |
૩. ચાલુ ખાતું અને બચત ખાતું વચ્ચેનો તફાવત
| તફાવતના મુદ્દા |
ચાલુ ખાતું (Current Account) |
બચત ખાતું (Savings Account) |
| ૧. નાણાં ઉપાડ |
તેમાંથી ગમે તેટલી વખત નાણાં ઉપાડી શકાય છે. |
તેમાંથી મર્યાદિત સંખ્યામાં જ નાણાં ઉપાડી શકાય છે. |
| ૨. વ્યાજ |
આ ખાતામાં વ્યાજ મળતું નથી. |
આ ખાતામાં ઓછું વ્યાજ મળે છે. |
| ૩. ઉપયોગકર્તા |
વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ચાલુ ખાતું ખોલાવવાનું પસંદ કરે છે. |
માધ્યમ વર્ગના લોકો બચત ખાતું ખોલાવવાનું પસંદ કરે છે. |
| ૪. સગવડો |
તેમાં બીજી વધારાની સગવડો મળે છે. |
તેમાં પ્રમાણમાં ઓછી સગવડો મળે છે. |
| ૫. હેતુ |
આ ખાતું ખોલાવવાનો હેતુ બેંક મારફત નાણાંની જરૂર પડે તેટલી લેવડ-દેવડની સગવડ મેળવવાનો છે. |
આ ખાતું ખોલાવવાનો હેતુ બચત કરીને તેમાંથી વ્યાજરૂપે આવક મેળવવાનો છે. |
| ૬. ઓવરડ્રાફ્ટ |
આ ખાતાના ખાતેદારને ઓવરડ્રાફ્ટની સગવડ મળી શકે છે. |
આ ખાતાના ખાતેદારને ઓવરડ્રાફ્ટની સગવડ મળી શક્તિ નથી. |
| ૭. અન્ય |
આ ખાતાના ખાતેદાર ચેકથી નાણાં ઉપાડી શકે છે. |
આ ખાતાના ખાતેદાર ચેક અથવા ઉપાડચિઠ્ઠી દ્વારા નાણાં ઉપાડી શકે છે. |
૪. ચાલુ ખાતું અને બાંધી મુદતનું ખાતું વચ્ચેનો તફાવત
| તફાવતના મુદ્દા |
ચાલુ ખાતું |
બાંધી મુદતનું ખાતું (Fixed Deposit) |
| ૧. ઉપયોગ |
ચાલુ ખાતું ધંધા માટે ઉપયોગી છે. |
બાંધી મુદતનું ખાતું દર વ્યાજ મેળવવા માટે ઉપયોગી છે. |
| ૨. નાણાં ઉપાડ |
આ ખાતામાંથી દિવસ દરમિયાન ગમે તેટલી વાર નાણાં ઉપાડી શકાય છે. |
એક વાર ખાતામાં નાણાં જમા કરાવ્યા પછી સામાન્ય રીતે તે મુદત પૂરી થ્યા અગાઉ ઉપાડી શકાતાં નથી. |
| ૩. વ્યાજ |
બેંક વ્યાજ આપતી નથી કે ઓછું વ્યાજ આપે છે. |
બેંક આ ખાતાં પર પ્રમાણમાં ઊંચા દરે વ્યાજ આપે છે. |
| ૪. સિલક |
આ ખાતામાં ઓછામાં ઓછી રકમ જમા રાખવી પડે છે. |
આ ખાતામાં ખાતું ખોલાવતી વખતે નિશ્ચિત રકમ જમા કરાવવી પડે છે. |
| ૫. ઓવરડ્રાફ્ટ |
આ ખાતામાં ઓવરડ્રાફ્ટની સગવડ મળી શકે છે. |
આ ખાતામાં બાંધી મુદતની રસીદ સામે લોન મળી શકે છે. |
| ૬. ઓળખાણ |
આ ખાતું ખોલાવવા માટે ઓળખાણ આપવી પડે છે. |
આ ખાતું ખોલાવવા માટે ઓળખાણ આપવી જરૂરી નથી. |
| ૭. પુરાવો |
ખાતું ખોલાવનાર ગ્રાહકને ખાતાનું પત્રક (Statement of Account), ચેકબુક, પે-ઇન સ્લિપ વગેરે આપવામાં આવે છે. |
ખાતું ખોલાવનારને માત્ર બાંધી મુદતની રસીદ આપવામાં આવે છે. |
પ્રકરણ ૫: ધંધાકીય વ્યવસ્થાનાં સ્વરૂપો - ૧
૧. ભાગીદારી પેઢી અને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી વચ્ચેનો તફાવત
| તફાવતના મુદ્દા |
ભાગીદારી પેઢી |
હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી (HUF) |
| ૧. ઉદ્ભવ |
ભાગીદારીનો ઉદ્ભવ કરારથી થાય છે. |
હિન્દુ અવિભક્ત કુટુંબનો ઉદ્ભવ હિન્દુ ધારાને કારણે થાય છે. |
| ૨. સભ્યપદ |
સભ્યપદ કરારથી મળે છે. |
સભ્યપદ જન્મથી મળે છે. |
| ૩. સભ્ય-સંખ્યા |
બેન્કિંગના ભાગીદારીમાં વધુમાં વધુ ૧૦ અને અન્ય ભાગીદારીમાં વધુમાં વધુ ૨૦ સભ્યો હોઈ શકે. |
વધુમાં વધુ સભ્ય-સંખ્યા નક્કી કરવામાં આવી નથી. |
| ૪. સંચાલન |
દરેક ભાગીદારને ધંધાનું સંચાલન કરવાનો અધિકાર છે. દરેક ભાગીદાર પેઢીની પ્રતિનિધિ બની શકે છે. |
માત્ર કર્તાને જ કુટુંબના ધંધાનું સંચાલન કરવાનો અધિકાર છે. કર્તા જ ધંધા માટે કુટુંબનો પ્રતિનિધિ બની શકે. |
| ૫. જવાબદારી |
બધા ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. |
કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે, જ્યારે બાકીના સભ્યોની જવાબદારી તેમના ભાગ પૂરતી મર્યાદિત હોય છે. |
| ૬. અધિકાર |
દરેક ભાગીદારને પેઢીના હિસાબો તપાવવાનો અધિકાર છે. |
કુટુંબના સભ્યને હિસાબો માંગવાનો કે ચોપડા તપાવવાનો અધિકાર નથી. |
| ૭. સગીરનું સ્થાન |
સગીર ભાગીદાર બની શકે નહિ, પણ તેને નફામાં ભાગ આપી શકાય. |
કુટુંબમાં જન્મ લેતો દરેક પુરુષસભ્ય આપોઆપ સભ્ય બની જાય છે, તેથી સગીર કુટુંબનો સભ્ય હોય છે. |
| ૮. નિર્ણયો |
મહત્વના નિર્ણયો સર્વાનુમતીથી લેવાય છે. |
માત્ર કર્તાને જ નિર્ણયો લેવાનો અધિકાર છે. |
૨. વૈદ્યનિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેના તફાવતો
| તફાવતના મુદ્દા |
વૈદ્યનિક માલિકી (Sole Proprietorship) |
ભાગીદારી પેઢી (Partnership) |
| ૧. વ્યાખ્યા |
જ્યારે એક જ વ્યક્તિ ધંધાની શરૂઆત કરે, ધંધાનું સંચાલન કરે છે, મૂડીની વ્યવસ્થા કરે છે અને નફો-નુકસાન પોતે ભોગવે છે, તેને વૈદ્યનિક માલિકી કહીએ. |
ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે, જેઓ તેમના બધા દ્વારા કે તેમનામાં એક કે વધુ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સહમત થયા હોય છે. |
| ૨. સભ્યસંખ્યા |
વૈદ્યનિક માલિકીમાં એક જ વ્યક્તિ હોય છે, જે માલિક છે. |
ભાગીદારીમાં ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ બેન્કિંગના ધંધામાં ૧૦ અને અન્ય ધંધામાં ૨૦ વ્યક્તિઓ ભાગીદાર તરીકે હોઈ શકે છે. |
| ૩. મૂડી |
એક જ વ્યક્તિ માલિક હોવાથી તે બધી જ મૂડી લાવે છે તેથી ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં મૂડી થઈ શકે છે. |
ભાગીદારો બે કે તેથી વધુ વ્યક્તિઓ હોવાથી લેખિત, મૌખિક કે ગર્ભિત હોઈ શકે છે. તેથી વધુ પ્રમાણમાં મૂડી એકઠી થઈ શકે છે. |
| ૪. સ્થાપના |
વૈદ્યનિક માલિકીની સ્થાપનાવિધિ ખૂબ જ સરળ છે. કોઈ પણ કાયદાકીય ધંધાની સ્થાપના કરી શકી છે. |
ભાગીદારીની સ્થાપના માટે કરાર કરવો જરૂરી છે. કરારે લેખિત, મૌખિક કે ગર્ભિત હોઈ શકે છે. |
| ૫. નિર્ણયો |
વૈદ્યનિક માલિકીમાં એક જ વ્યક્તિ માલિક હોવાથી ઝડપી નિર્ણયો લઈ શકાય છે. |
ભાગીદારીમાં એક કરતાં વધુ વ્યક્તિઓ હોવાથી નિર્ણયો લેવામાં વિલંબ થાય છે. |
| ૬. નફો-નુકસાન |
વૈદ્યનિક માલિકીના ધંધાનો સંપૂર્ણ નફો કે નુકસાન માલિકે ભોગવવું પડે છે. |
ભાગીદારી કરાર મુજબ ભાગીદારો વચ્ચે નફા-નુકસાનની વહેંચણી થાય છે. |
| ૭. નોંધણી |
વૈદ્યનિક માલિકીની નોંધણી અંગે કોઈ જોગવાઈ નથી. |
ભાગીદારી કાયદા મુજબ ભાગીદારીની નોંધણી કરાવી શકાય છે, પરંતુ નોંધણી ફરજિયાત નથી. |
| ૮. અસ્તિત્વની જાળવણી |
વૈદ્યનિક માલિકીમાં ધંધાકીય રહસ્યોની જાળવણી થઈ શકે છે. |
ભાગીદારીમાં એક કરતાં વધુ વ્યક્તિઓ હોવાથી રહસ્યોની જાળવણી મુશ્કેલ બને છે. |
પ્રકરણ ૬: ધંધાકીય વ્યવસ્થાનાં સ્વરૂપો - ૨
૧. સહકારી મંડળી અને કંપની વચ્ચેનો તફાવત
| તફાવતના મુદ્દા |
સહકારી મંડળી (Cooperative Society) |
કંપની (Joint Stock Company) |
| ૧. અર્થ |
સમાન આર્થિક હિત અને એહુ સિદ્ધ કરવા માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે એકત્ર થએલ વ્યક્તિઓનું સંરચના એટલે સહકારી મંડળી. |
કંપની એ નફો કરવા માટે ભેગી થયેલી વ્યક્તિઓનું સ્વૈચ્છિક સંગઠન છે, જેની મૂડી ફેરબદલી થઈ શકે તેવાં શેરમોડીથી હોય છે અને તેના શેરની માલિકી એ સભ્યપદ માટેની શરત છે. |
| ૨. હેતુ |
સહકારી મંડળીનો હેતુ સભ્યોની સેવાઓ, સભ્યોના આર્થિક ઉત્કર્ષનો છે. નફાનો હેતુ ગૌણ છે. |
કંપનીનો હેતુ નફાનો ગૌણ છે. |
| ૩. સભ્ય-સંખ્યા |
સહકારી મંડળીમાં ઓછામાં ઓછા 10 સભ્યો અને વધુમાં વધુ સભ્ય-સંખ્યા પર કોઈ મર્યાદા નથી. |
જો જાહેર કંપની હોય, તો ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ સભ્ય-સંખ્યા પર કોઈ મર્યાદા નથી. જો ખાનગી કંપની હોય, તો ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 200 સભ્યો હોય છે. |
| ૪. સ્થાપનાવિધિ |
કંપનીની સરખામણીમાં સ્થાપનાવિધિ સરળ છે. |
સ્થાપનાવિધિ પ્રમાણમાં લાંબી, ખર્ચાળ અને અટપટી છે. |
| ૫. વહીવટ |
સહકારી મંડળીની વહીવટ ચોક્કસ પદ્ધતિએ થાય છે. મંડળીમાં સભ્યદીઠ એક જ મત હોય છે. પછીથી સભ્ય ગમે તેટલા શેર ધરાવતો હતો. |
કંપનીનો વહીવટ લોકશાહી પદ્ધતિને બદલે લોકશાહીથી નહીં, પરંતુ સંરક્ષિત મતાધિકાર હોવાથી લોકશાહીનો અભાવ છે. |
| ૬. શેર |
સહકારી મંડળી ઓસરામાં અધિકાર ધરાવતા એક જ પ્રકારના શેર બહાર પાડી શકે છે. |
કંપની ઇક્વિટી શેર ઉપરાંત વિવિધ પ્રકારના પ્રેફરન્સ શેર બહાર પાડી શકે છે. |
૨. ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત
| તફાવતના મુદ્દા |
ખાનગી કંપની (Private Company) |
જાહેર કંપની (Public Company) |
| ૧. સભ્ય-સંખ્યા |
તેમાં ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 200 સભ્યો હોઈ શકે છે. |
તેમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ સભ્ય સંખ્યા પર કોઈ મર્યાદા નથી. |
| ૨. શેરની ફેરબદલી |
તેના શેરની ફેરબદલી ઉપર ખાનગી કંપનીના નિયમનપત્ર દ્વારા નિયંત્રણ મૂકે છે. |
તેના શેરની ફેરબદલી પ્રમાણમાં મુક્ત થઈ શકે છે. |
| ૩. જાહેર જનતાને આમંત્રણ |
તે વિજ્ઞાપનપત્ર બહાર પાડી શક્તિ નથી. તે જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શક્તિ નથી. |
તે વિજ્ઞાપનપત્ર બહાર પાડીને જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકે છે. |
| ૪. એક વ્યક્તિની કંપની |
એક વ્યક્તિની ખાનગી કંપની હોઈ શકે છે. આવી ખાનગી કંપની ડિરેક્ટર (સંચાલક) હોય તેવા એકમાત્ર સભ્ય સાથે કરાર કરી શકી છે. |
એક વ્યક્તિની જાહેર કંપની હોઈ શક્તિ નથી. જાહેર કંપની ડિરેક્ટર હોય તેવા એકમાત્ર સભ્ય સાથે કરાર કરી શક્તિ નથી. |
| ૫. સંચાલકોની સંખ્યા |
તેમાં ઓછામાં ઓછા 2 સંચાલકો હોય, તો ચાલી શકે છે. |
તેમાં ઓછામાં ઓછા 3 સંચાલકો હોવા જોઈએ: જેમાં 1 મહિલા સંચાલક જરૂરી છે. |
| ૬. કંપનીનું નામ |
મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય, તો તેના નામને છેડે 'પ્રાઇવેટ લિમિટેડ' શબ્દ અને અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય, તો તેના નામને છેડે 'પ્રાઇવેટ' શબ્દ હોવા જોઈએ. |
મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હોય, તો તેના નામને છેડે 'લિમિટેડ' શબ્દ હોવો જોઈએ. |
| ૭. નિયમનપત્ર |
તેણે નિયમનપત્ર તૈયાર કરી રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી ફરજિયાત છે. |
તેણે નિયમનપત્ર તૈયાર કરેલ ન હોય, તો કંપનીધારાના પરિશિષ્ટ-૧માં દર્શાવેલ નમૂનાનો (Model) નિયમનપત્ર આપોઆપ લાગુ પડે છે. |
| ૮. લઘુમમ ભરણાં |
તેને લઘુમમ ભરણાંની કંપનીધારાની જોગવાઈ લાગુ પડતી નથી. |
તેને લઘુમમ ભરણાંની કંપનીધારાની જોગવાઈ લાગુ પડે છે. |
| ૯. નવા શેર |
કંપની નવા શેર બહાર પાડે ત્યારે કંપનીના વર્તમાન સભ્યોને બદલે અન્ય વ્યક્તિને શેર આપી શકી છે. |
કંપની નવા શેર બહાર પાડે ત્યારે પ્રથમ કંપનીના વર્તમાન સભ્યોને શેર ખરીદવાની દરખાસ્ત કરવી પડે છે. |
| ૧૦. ધંધાની શરૂઆત |
તે સ્થાપના(નોંધણી)નું પ્રમાણપત્ર મળ્યા બાદ ધંધો શરૂ કરી શકે છે. તેને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું પડતું નથી. |
તેને સ્થાપના(નોંધણી)નું પ્રમાણપત્ર મળ્યા બાદ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. ત્યારબાદ તે ધંધો શરૂ કરી શકે છે. |
૩. ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત
| તફાવતના મુદ્દા |
ભાગીદારી પેઢી |
કંપની |
| ૧. સ્થાપનાવિધિ |
પેઢીની સ્થાપનાવિધિ ટૂંકી, સરળ અને ઓછી ખર્ચાળ છે. અલગ કાનૂની વ્યક્તિત્વ પ્રાપ્ત થતું નથી. |
કંપનીની સ્થાપનાવિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. નોંધણી ફરજિયાત છે. તેને અલગ કાનૂની વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. |
| ૨. સભ્ય-સંખ્યા |
તેમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ શરાકી ધંધામાં 10 અને અન્ય ધંધામાં 20 સભ્યો હોઈ શકે છે. |
જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને ગમે તેટલા સભ્યો અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 200 સભ્યો હોઈ શકે. શેર બહાર પાડી विपુલ પ્રમાણમાં મૂડી એકઠી કરી શકી છે. |
| ૩. મૂડી |
ભાગીદારો જ મૂડી લાવે છે. તેથી ઓછી મૂડી થઈ શકે છે. |
જાહેર કંપનીમાં શેરહોલ્ડર તેના हिस्सा(સર)ની ફેરબદલી સરળ અને મુક્ત રીતે કરી શકે છે. જોકે ખાનગી કંપનીની શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય છે. |
| ૪. હિસ્સા કે શેરની ફેરબદલી |
ભાગીદાર પોતાના ભાગીદારીમાં હિસ્સા કે ફેરબદલી બધા ભાગીદારોની સંમતિ વગર કરી શકી નથી. |
મર્યાદિત જવાબદારીવાળી કંપનીના શેરહોલ્ડરની જવાબદારી મર્યાદિત હોય છે. તેથી જોખમ ઓછું હોય છે. |
| ૫. જવાબદારી |
પેઢીના બધા ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. તેથી જોખમ વધુ હોય છે. |
માલિકો શેરહોલ્ડરો દ્વારા ચૂંટાયેલા સંચાલકો કંપનીનું સંચાલન કરે છે. |
| ૬. સંચાલન |
ભાગીદારો માલિકો હોય છે. પેઢીનું સંચાલન ભાગીદારો જાતે જ કરે છે. |
સભ્યના મૃત્યુ, નાદારી કે મગજની અસ્થિરતાની કંપનીના અસ્તિત્વ પર કોઈ અસર થતી નથી. તેથી આયુષ્ય લાંબું હોય છે. |
| ૭. આયુષ્ય |
કોઈ પણ ભાગીદારના મૃત્યુ, નાદારી કે અસ્થિરતાને કારણે ભાગીદારીનું વિસર્જન થાય છે. તેથી આયુષ્ય ટૂંકું હોય છે. |
કંપનીમાં ધંધાના રહસ્યોની જાળવણી કરવાનું મુશ્કેલ છે. |
પ્રકરણ ૭: જાહેર સાહસો અને વૈશ્વિક સાહસો
૧. જાહેરક્ષેત્ર અને ખાનગીક્ષેત્ર વચ્ચેનો તફાવત
| તફાવતના મુદ્દા |
જાહેરક્ષેત્ર (Public Sector) |
ખાનગીક્ષેત્ર (Private Sector) |
| ૧. માલિકી |
જાહેરક્ષેત્રમાં માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની સંયુક્ત રીતે બંને સરકારોની હોય છે. |
ખાનગીક્ષેત્રમાં વ્યક્તિઓ અથવા સમૂહોની માલિકી હોય છે. |
| ૨. અંકુશ |
જાહેરક્ષેત્રની માલિકી સરકારની હોય છે. તેથી સરકારનો અંકુશ હોય છે. |
ખાનગીક્ષેત્ર પર સરકાર વિવિધ પ્રકારના કાયદા દ્વારા નીતિવિષયક અંકુશ રાખી શકે છે. |
| ૩. મુખ્ય હેતુ |
જાહેરક્ષેત્ર નફાને બદલે લોકકલ્યાણના હેતુથી અસ્તિત્વમાં આવે છે. |
ખાનગીક્ષેત્ર માત્ર નફાના હેતુથી અસ્તિત્વમાં આવે છે. |
| ૪. નફાખોરી |
જાહેરક્ષેત્રે સરકારી અંકુશને કારણે નફાખોરી કે સમાજના વિવિધ વર્ગોનું શોષણ કરતા નથી. |
ખાનગીક્ષેત્ર પોતાનો નફો વધારવા માટે સમાજના વિવિધ વર્ગોનું શોષણ કરે છે. |
| ૫. સ્વરૂપો |
સરકારી ખાતાં, જાહેર નિગમ અને સરકારી કંપની એ જાહેરક્ષેત્રનાં સ્વરૂપો છે. |
વૈદ્યનિક માલિકી, ભાગીદારી, હિન્દુ અવિભક્ત કુટુંબ, સહકારી મંડળી, જૉઇન્ટ સ્ટોક કંપની એ ખાનગીક્ષેત્રનાં સ્વરૂપો છે. |
પ્રકરણ ૧૦: આંતરરાષ્ટ્રીય વેપાર
૧. આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત
| તફાવતના મુદ્દા |
આંતરિક વેપાર (Internal Trade) |
આંતરરાષ્ટ્રીય વેપાર (International Trade) |
| ૧. અર્થ |
દેશની સરહદ કે સીમાઓની અંદર કરવામાં આવતા વેપારને આંતરિક વેપાર કહે છે. દા. ત., ગુજરાતનો ભારતના વિવિધ રાજ્યો સાથે થતો વેપાર. |
દેશની સરહદ કે ભૌગોલિક સીમાઓની બહાર અન્ય દેશના લોકો અને સંસ્થાઓ સાથે થતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર. દા. ત., ભારતનો દુનિયાના વિવિધ દેશો સાથે થતો વેપાર. |
| ૨. ચલણ |
આંતરિક વેપારમાં સમગ્ર દેશમાં એક જ ચલણથી લેવડ-દેવડ થાય છે, તેથી નાણાંની ચૂકવણી અને હિસાબી ગણતરીમાં સરલતા રહે છે. |
વિવિધ દેશોના ચલણ અલગ હોવાને કારણે નાણાંની ચૂકવણી અને હિસાબી ગણતરીમાં મુશ્કેલી પડે છે. |
| ૩. કાયદા |
સમગ્ર રાષ્ટ્રમાં વેપાર માટેના એકસરખા કાયદા અને રીતિવાજો લાગુ પડે છે. |
આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશોમાં વેપારના કાયદા અને રીતિવાજો અલગ અલગ હોય છે. |
| ૪. ભાષાની મુશ્કેલી |
આંતરિક વેપારમાં બંને પક્ષોને ભાષાની મુશ્કેલી પડતી નથી. |
આંતરરાષ્ટ્રીય વેપારમાં બંને પક્ષોની ભાષા જુદી જુદી હોવાથી ભાષાની મુશ્કેલી પડે છે. |
| ૫. સરકારી નિયંત્રણ |
આંતરિક વેપારમાં સરકારી નિયંત્રણો ઓછા હોય છે. |
આંતરરાષ્ટ્રીય વેપારમાં સરકારી નિયંત્રણોનું પ્રમાણ વધુ હોય છે. |
| ૬. જોખમનું પ્રમાણ |
આંતરિક વેપારમાં જોખમ ઓછા પ્રમાણમાં હોય છે. |
આંતરરાષ્ટ્રીય વેપારમાં જોખમ વધુ પ્રમાણમાં હોય છે. |
| ૭. અંતર |
આંતરિક વેપારમાં કાર્યક્ષેત્ર એક દેશ પૂરતું મર્યાદિત હોવાથી અંતર ઓછું હોય છે. |
આંતરરાષ્ટ્રીય વેપારમાં વિવિધ દેશોમાં કાર્યક્ષેત્ર વિશાળ હોવાથી અંતર વધુ હોય છે. |
| ૮. વીમો |
આંતરિક વેપારમાં મોટે ભાગે વીમો લેવો ફરજિયાત નથી. |
આંતરરાષ્ટ્રીય વેપારમાં દરિયાઈ અને હવાઈ જોખમને કારણે વીમો લેવો ફરજિયાત છે. |
| ૯. જકાતની ચૂકવણી |
આંતરિક વેપારમાં જકાતની ચૂકવણી સરળ હોય છે, તેમજ જકાતના દર નીચા હોય છે. |
આંતરરાષ્ટ્રીય વેપારમાં જકાત-વિધિ જટિલ હોય છે, તેમજ જકાતના દર ઊંચા હોય છે. |
| ૧૦. બજાર |
આંતરિક વેપારમાં બજાર ખૂબ જ મર્યાદિત હોય છે. |
આંતરરાષ્ટ્રીય વેપારમાં બજાર ખૂબ જ વિસ્તૃત હોય છે. |
| ૧૧. માલ મોકલવાનો ખર્ચ |
આંતરિક વેપારમાં માલ મોકલવાનો ખર્ચ પ્રમાણમાં ઓછो હોય છે. |
આંતરરાષ્ટ્રીય વેપારમાં માલ મોકલવાનો ખર્ચ પ્રમાણમાં વધુ હોય છે. |
પ્રકરણ ૮ / કંપનીના નાણાકીય સાધનો: શેર અને ડિબેન્ચર
૧. શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત
| તફાવતના મુદ્દા |
શેર (Share) |
ડિબેન્ચર (Debenture) |
| ૧. અર્થ કે કંપનીની માલિકીની મૂડી |
શેર એ કંપનીની માલિકીની મૂડી છે. |
ડિબેન્ચર એ કંપનીની લોનનીલી મૂડી છે. |
| ૨. હોદ્દો બહાર પાડવાનું માટે ફરજિયાત |
શેર બહાર પાડવાનું માટે ફરજિયાત છે. |
કંપની ડિબેન્ચર બહાર ન પાડે તો ચાલી શકી છે. |
| ૩. વળતર કે કંપનીના નફાનો ભાગ (ડિવિડન્ડ) |
શેરના માલિકીને નફાનો ભાગ (ડિવિડન્ડ) મળે છે. |
ડિબેન્ચરધારકોને વ્યાજ મળે છે. |
| ૪. સામાન્ય રીતે કંપનીને નફો થયો હોય તો શેરહોલ્ડરને ડિવિડન્ડ મળે છે. |
સામાન્ય રીતે કંપનીને નફો થયો હોય તો જ શેરહોલ્ડરને ડિવિડન્ડ મળે છે. |
કંપનીને નફો ન થયો હોય તોપણ ડિબેન્ચરહોલ્ડરોને વ્યાજ મળે છે. |
| ૫. શેરહોલ્ડરનો માલિકી હક્ક |
શેરહોલ્ડરો કંપનીના માલિકો છે. |
ડિબેન્ચરહોલ્ડરો કંપનીના લેણદારો છે. |
| ૬. સામાન્ય રીતે કંપનીનું વિસર્જન થાય ત્યારે શેરમૂડી પરત કરવામાં આવે છે. |
સામાન્ય રીતે કંપનીનું વિસર્જન થાય ત્યારે શેરમૂડી પરત કરવામાં આવે છે. |
ડિબેન્ચરધારકોની કંપનીની અમુક ઠરાવેલી મુદત બાદ પરત કરી શકાય છે. |
| ૭. શેરહોલ્ડરો કંપનીની સામાન્ય સભામાં હાજરી આપી શકે છે. |
શેરહોલ્ડરો કંપનીની સામાન્ય સભામાં હાજરી આપી શકે છે. |
ડિબેન્ચરહોલ્ડર કંપનીની સામાન્ય સભામાં હાજરી આપી શક્તિ નથી. |
| ૮. નવી કંપની શેર જ બહાર પાડી શકે છે. |
નવી કંપની શેર જ બહાર પાડે છે. |
નવી કંપની ડિબેન્ચર બહાર પાડી શક્તિ નથી. |
૨. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત
| તફાવતના મુદ્દા |
ઇક્વિટી શેર (Equity Shares) |
પ્રેફરન્સ શેર (Preference Shares) |
| ૧. ફરજિયાત |
આ પ્રકારના શેર પાવા દરેક કંપની માટે ફરજિયાત છે. |
આ પ્રકારના શેર બહાર પાડવા દરેક કંપની માટે ફરજિયાત નથી. |
| ૨. ડિવિડન્ડનો દર |
ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે અને તે નફા પર આધાર રાખે છે. |
ડિવિડન્ડનો દર અગાઉથી જ નક્કી કરેલ હોય છે અને તે નક્કી કરેલ દરે ડિવિડન્ડ આપવામાં આવે છે. |
| ૩. અધિકાર |
કંપનીની સભામાં હાજર રહેવાનો, મત આપવાનો અને સંચાલકોને ચૂંટવાનો અધિકાર હોય છે. |
શેરહોલ્ડરોને તેમના હિતને સ્પર્શતી બાબત સિવાયની બાબતો માટે મતાધિકાર હોતો નથી. |
| ૪. જોખમ |
આ પ્રકારના શેરમાં જોખમનું પ્રમાણ વધુ હોય છે. |
આ પ્રકારના શેરમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે. |
| ૫. રોકાણકારો |
વધુ આવક મેળવવા ચાહતા સાહસિક રોકાણકારો અને સહી કરવા ઇચ્છતા રોકાણકારો આ શેરમાં રોકાણ કરવા વધુ પ્રેરણ છે. |
ચોક્કસ નિયમિત આવક મેળવવા માગતા અને મૂડીની સલામતી ઇચ્છતા રોકાણકારો આ શેરમાં રોકાણ કરવા પ્રેરણ છે. |
૩. માલિકિનાં ભંડોળો અને ઉછીનાં ભંડોળો વચ્ચેનો તફાવત
| તફાવતના મુદ્દા |
માલિકિનાં ભંડોળો (Owned Funds) |
ઉછીનાં ભંડોળો (Borrowed Funds) |
| ૧. અર્થ |
ધંધાના માલિકો કે શેરહોલ્ડરો દ્વારા રોકાયેલી મૂડીને માલિકિની મૂડી કહે છે. |
ધંધાના માલિકો સિવાય નાણાંનાં અન્ય પ્રાપ્તિસ્થાનો પાસેથી ઉછીનાં નાણાં ધંધામાં રોકવામાં આવે તેને ઉછીનાં ભંડોળો કહે છે. |
| ૨. પ્રાપ્તિસ્થાન |
ઇક્વિટી શેર, નફાનું પુન:-રોકાણ, ઘસારા ભંડોળ તથા અનામતો દ્વારા મેળવવામાં આવે છે. |
ડિબેન્ચર, બેંક લોન, નાણાકીય સંસ્થાઓ, જાહેર થાપણો દ્વારા મેળવવામાં આવે છે. |
| ૩. વળતર |
માલિકિનાં ભંડોળ પર વળતર તરીકે ડિવિડન્ડ મળે છે. |
ઉછીનાં ભંડોળ પર વળતર તરીકે નક્કી કરેલ દરે વ્યાજ મળે છે. |
| ૪. વળતરનો દર |
માલિકિનાં ભંડોળ પર વળતરનો દર અને વળતર મળવાનું અનિશ્ચિત હોય છે. |
ઉછીનાં ભંડોળ પર વળતરનો દર અને વળતર મળવાનું નિશ્ચિત હોય છે. |
| ૫. મૂડી પરત |
માલિકિનાં ભંડોળમાં રોકાયેલી મૂડી સૌથી છેલ્લે પરત થાય છે. |
ઉછીનાં ભંડોળમાં રોકાયેલાં નાણાં માલિકિનાં ભંડોળ પહેલાં પરત થાય છે. |
| ૬. જોખમ |
માલિકિનાં ભંડોળ વિસર્જન સિવાય પરત કરવામાં આવતાં નથી. તેથી જોખમનું પ્રમાણ વધારે હોય છે. |
ઉછીનાં ભંડોળની મૂડી ગમે ત્યારે પરત કરી શકાય છે તેમજ તેની સામે યોગ્ય જામીનગીરી હોય તો જોખમનું પ્રમાણ ઓછું રહે છે. |
For example, if you remember only one side of a concept and write an unrelated point on the other side, the examiner may not award marks. So, focus on accuracy rather than filling the whole page.
A practical way to prepare is to keep all important Tafavat questions in one notebook. Write them in two columns, highlight the main words, and revise a few every day. This makes last-minute revision much easier.
When thinking about how to score high marks, students often search for difficult tricks. In reality, good exam preparation also means taking simple questions seriously. BA/OC Tafavat questions are short, manageable, and highly scoring. Prepare them carefully, write them neatly, and do not leave these easy marks behind.
Comments (0)