Std 12 Commerce Economics: Best Last-Minute Revision Tricks!
Std 12 Economics shortcut tricks! Memorize long answers easily and score high in board exams.
Hey everyone! Let's be honest, the GSEB Std 12 Economics syllabus is huge. Memorizing long answers line-by-line is practically impossible and honestly, super stressful. But here’s the actual truth about board paper checking: examiners simply don't have the time to read every single word you write. They scan your answer sheet for specific keywords and main headings—what we call the muddas.
If you get those main headings right, your marks are basically secure. So, instead of cramming paragraphs, we need to study smart. I’ve put together chapter-wise shortcut tricks (ચાવીઓ / Chavio) for all 11 chapters. Just learn these simple acronyms, and during the exam, the entire long answer will automatically click in your head.
Important Note / અગત્યની નોંધ:
English: Writing the exact points is the most crucial part of long questions. Use these mnemonics to recall the headings perfectly. Correct points mean better marks from the examiner!
Gujarati: આ શોર્ટકટ ચાવીઓ યાદ રાખવાથી પરીક્ષામાં ચોક્કસ મુદ્દાઓ ઝડપથી યાદ આવશે. પરીક્ષકને યોગ્ય મુદ્દાઓ દેખાશે તો તમને પરીક્ષામાં સારા માર્ક્સ મળશે! લાંબા પ્રશ્નો માટે આ ચાવીઓ ખૂબ જ ઉપયોગી છે.
Chapter-wise Shortcut Tricks (મુદ્દાઓ યાદ રાખવાની ચાવીઓ)
૧. અર્થશાસ્ત્રમાં આલેખ
- ૧. આકૃતિ અને આલેખનો અર્થ : (આ આ)
- આકૃતિ - અસતત માહિતી માટે ઉપયોગી
- આલેખ - સતત માહિતી માટે ઉપયોગી
- ૨. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો : (૪ આ સ્પચો)
- આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી
- આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો
- આંકડાકીય માહિતીનો સ્ત્રોત
- આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી
- સ્પષ્ટતા
- ચોક્કસ સ્કેલ માપ
- ૩. કમ્પ્યુટર ટેક્નોલોજી : (પ્રે એ આ અ અ)
- પ્રેઝન્ટેશન બનાવવા
- એક્સલ વર્કશીટ
- આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામો
- અભ્યાસ સામગ્રી સાચવવા માટે
- અન્ય સાધનો
- ૪. ઈન્ટરનેટ ટેક્નોલોજી : (જાટવાં આંવિ)
- જાણકારી મેળવવા
- ટુટોરિયલ બનાવવા
- વાંચવાલાયક સામગ્રી મેળવવા
- આંકડાકીય માહિતી મેળવવા
- વિવિધ માહિતી મેળવવા
૨. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો
- ૧. આર્થિક વિકાસના લક્ષણો : (આપમાં મૂટેશ્ર)
- આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે.
- પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે.
- માંગમાં પરિવર્તન આવે છે.
- મૂડીસર્જનમાં વધારો થાય છે.
- ટેક્નોલોજીમાં ફેરફાર થાય છે.
- શ્રમની ગતિશીલતા વધે છે.
- ૨. આર્થિક વિકાસની મર્યાદા : (માતેજી)
- માનવવિકાસ એ સાચો માપદંડ નથી.
- તેનું માપ કાઢવાનું કાર્ય મુશ્કેલ છે.
- જીવન ધોરણમાં સુધારો થાય છે તેવું કહી શકાય નહીં.
- ૩. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત : (ઘટના, પરીવર્તન, દેશ, ખ્યાલ, સંબંધ, ઝડપ)
- ૪. આર્થિક વિકાસના નિર્દેશકો : (મારામાજી)
- માથાદીઠ આવકનો વૃદ્ધિદર
- રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર
- માનવવિકાસ આંક
- જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક
૩. નાણું અને ફુગાવો
- ૧. સાટાપ્રથાની મર્યાદા : (મૂ જ મૂ)
- મૂલ્યના સંગ્રહની મુશ્કેલી
- જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા
- મૂલ્ય માપનની મુશ્કેલી
- ૨. નાંણાના કાર્યો : (વિ સં મા)
- વિનિમયના માધ્યમનું કાર્ય
- સંગ્રાહક તરીકે
- માપદંડ તરીકેનું કાર્ય
- ૩. નાંણાના પ્રકારો : (વસ્તુંનાણું, પશુનાણું, ધાતુનાણું, કાગદીનાણું, પ્લાસ્ટીકનાણું, બેંકનાણું)
- ૪. ફુગાવાના કારણો : (મા ખ અ)
- માંગમાં વધારો (નાં સ વ): નાંણાના પૂરવઠામાં વધારો, સરકારના જાહેર ખર્ચમાં વધારો, વસ્તી વધારો
- ખર્ચમાં વધારો
- અન્ય કારણો (અ આ ક): અછત, આયાતી વસ્તુની કિંમતમાં વધારો, કરવેરાનીતિ
૪. બેન્કિંગ અને નાણાકીય નીતિ
- ૧. વેપારી બેન્કના મુખ્ય કાર્યો : (ચૂ આં થા શા ધિ)
- ચૂકવણી, ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી
- આંતરબેન્કિંગ વ્યવહારો કરવા
- થાપણ સ્વીકારવી
- શાખ સર્જનની કામગીરી
- ધિરાણની સવલતો પૂરી પાડવી
- ૨. RBI ની નાંણાકીય જવાબદારીઓ / કાર્યો : (વિ શા બે સ ચ)
- વિદેશી હૂંડીયામણની જાળવણીનું કાર્ય
- શાખનિયમનની કામગીરી
- બેન્કોની બેન્ક અને બેન્કોના અંતિમ સ. ત. કાર્ય
- સરકારી બેન્ક તરીકેનું કાર્ય
- ચલણ બહાર પાડવાનું કાર્ય
- ૩. RBI ના બિન નાણાકીય કાર્યો / જવાબદારીઓ : (પ્રો નિ સ)
- પ્રોત્સાહન કાર્યો
- નિયમન અને દેખરેખની કામગીરી
- સમાવેશી વિકાસ માટેના કાર્યો
- ૪. નાંણાકીય નીતિના સાધનો :
- ૧. પરિમાણાત્મક સાધનો : (બે રેરો રિ RBI કા ખુક)
બેન્ક રેટ, રેપોરેટ, રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર, રિવર્સ રેપો રેટ, RBI ની સ્ટરિલાઈજેશનની નીતિ, કાયદામાન્ય પ્રવાહિતાનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો, કપરાં સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ - ૨. ગુણાત્મક સાધનો : (સ મા ધિ ભેદ)
સલામતીની જરૂરિયાત, માહિતીની જરૂરિયાત, ધિરાણની ટોચમર્યાદા, ભેદભાવયુકત / ભેદપારખું વ્યાજના દર
- ૧. પરિમાણાત્મક સાધનો : (બે રેરો રિ RBI કા ખુક)
૫. ગરીબી
- ૧. ગરીબીના નિર્દેશકો : (કુ ની અ પી શૌ ત ર વી શિ)
- કુપોષણનું પ્રમાણ
- નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ
- અપેક્ષિત આયુષ્ય અને બાળમૃત્યુ-દર
- પીવાનું પાણી
- શૌચાલયની સુવિધા
- તબીબી સગવડો
- રહેઠાણ
- વીજળીનો વપરાશ
- શિક્ષણ
- ૨. ગ્રામીણ ગરીબીનાં કારણો (આર્થિક કારણો) : (બે શ્ર જ ના ઝ)
- બેરોજગારીનું ઊંચું પ્રમાણ
- શ્રમિક દીઠ નીચી ખેત-ઉત્પાદકતા
- જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી
- નાના અને ગૃહઉદ્યોગોનો અલ્પ વિકાસ
- ઝડપથી વધતા ભાવો
- ૩. ગરીબી ઘટાડવાના ઉપાયો : (અ યો મા વ્યા રો ના ખે)
- અસંગઠિત ક્ષેત્રનો વિકાસ
- યોગ્ય કરનીતિનો ઉપયોગ
- માનવ મૂડીરોકાણમાં વધારો
- વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ
- રોજગારલક્ષી કાર્યક્રમો
- નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ
- ખેતીક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી
૬. બેરોજગારી
- ૧. બેરોજગારીના માપદંડો : (આ સ ઉ સં)
- આવક, સમય, ઉત્પાદકતા, સંમતિ
- ૨. બેરોજગારી ઉદ્ભવવાનાં કારણો : (અ બ વ્યા મા જા કૃ મૂ શ્ર રો વ)
- અપૂરતી માળખાકિય સુવિધા
- બચત અને મૂડીરોકાણનો નીચો દર
- વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ
- માનવશકિતના આયોજનનો અભાવ
- જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા
- કૃષિક્ષેત્રના વિકાસની અવગણના
- મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ
- શ્રમની ઓછી ગતિશીલતા
- રોજગારીની તકોમાં ધીમો વધારો
- વસ્તીવૃદ્ધિનો ઊંચો દર
- ૩. બેરોજગારી ઘટાડવાના ઉપાયો : (કૃ આં ગૃ રો આ વ રો)
- કૃષિક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર
- આંતર માળખાકીય સેવાનો વિસ્તાર
- ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ
- રોજગારલક્ષી આયોજન
- આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો
- વસ્તી-નિયંત્રણ
- રોજગારલક્ષી શિક્ષણ
- ૪. બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજયની યોજનાઓ : (દી દી પ્ર મ પં)
- દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજયોતિ યોજના
- દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના
- પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના
- મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો
- પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના
- ૫. બેરોજગારીના પ્રકાર : (સં અ પ્ર ચ ઘ)
- સંપૂર્ણ બેરોજગારી
- અર્ધ બેરોજગારી
- પ્રચ્છન્ન બેરોજગારી
- ચક્રિય બેરોજગારી
- ઘર્ષણજન્ય બેરોજગારી
૭. વસ્તી
- ૧. ઉંચા જન્મદર માટેના લક્ષણો :
- સામાજીક પરિબળો : (સંપુનાસા)
સંયુકત કુટુંબપ્રથા, પુત્ર પ્રાપ્તિની ઘેલછા, નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃલગ્ન, સાર્વત્રિક લગ્નપ્રથા - આર્થિક પરિબળો : (આબાશિ)
આવકનું નીચું પ્રમાણ, બાળમૃત્યુ-દરનું ઉંચું પ્રમાણ, શિક્ષણનું નીચું પ્રમાણ - અન્ય પરિબળો : (ઊંકું)
ઊંચો પ્રજનન-દર, કુટુંબનિયોજન અંગેની માહિતીનો અભાવ
- સામાજીક પરિબળો : (સંપુનાસા)
- ૨. નીચા મૃત્યુદર માટેના કારણો : (રોજી કુદુ)
- રોગચાળા પર નિયંત્રણ
- જીવનધોરણમાં સુધારો
- કુદરતી આપત્તિ સામે રક્ષણ અને વાહનવ્યવહાર સગવડ
- દુષ્કાળ પર અંકુશ
- ૩. વસ્તી નિયંત્રણના ઉપાયો : (લોપ્રોતકુંમ)
- લોકશિક્ષણ અને જાગૃતિ
- પ્રોત્સાહનો અને બિનપ્રોત્સાહનો
- તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો
- કુંટુંબનિયોજન કાર્યક્રમની અસરકારકતા
- મહિલાઓની લગ્નવય અને દરજજામાં વધારો
૮. કૃષિક્ષેત્ર
- ૧. ભારતમાં કૃષિતંત્રની વર્તમાન સ્થિતિ : (ઔ કૃરો રા નિ જી)
- ઔદ્યોગિક વિકાસનો પાયો
- કૃષિ-ઉત્પાદનમાં વૃદ્ધિ
- રોજગારી
- રાષ્ટ્રીય આવકમાં ફાળો
- નિકાસ-આવક
- જીવનધોરણ
- ૨. નીચી ખેત-ઉત્પાદનનાં કારણો :
- સંસ્થાકીય પરિબળો : (કૃગ્રા જખે)
કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા, ગ્રામીણ સમાજ વ્યવસ્થા, જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, ખેત-ધિરાણ - ટેકનોલોજીકલ પરિબળો
- અન્ય પરિબળો : (આવ)
આર્થિક આયોજનનો અભાવ, વસ્તીનું ભારણ
- સંસ્થાકીય પરિબળો : (કૃગ્રા જખે)
- ૩. ખેત-ઉત્પાદકતા વધારવાના ઉપાયો :
- સંસ્થાકીય સુધારાઓ : (સંસં કૃકૃજ)
સંસ્થાકીય સુધારાઓ, સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ, કૃષિપેદાશની વેચાણ-વ્યવસ્થામાં વધારો, કૃષિસંશાધનો, જમીનવિષયક સુધારાઓ - ટેક્નોલોજીકલ સુધારાઓ : (ભૂજંસુરા યંસિં)
ભૂમિ-પરિક્ષણ, જંતુનાશક દવાઓ, સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરનો વપરાશ, યંત્રોનો ઉપયોગ, સિંચાઈની સગવડમાં વધારો - આધુનિક ખેતી : (પાપા હકૃ)
પાકની ફેરબદલી, પાક સંરક્ષણ, હરિયાળી ક્રાંતિ, કૃષિ સંશોધન
- સંસ્થાકીય સુધારાઓ : (સંસં કૃકૃજ)
૯. વિદેશ વેપાર
- ૧. વિદેશ વેપારનું સ્વરૂપ : (૪ વિ અ પરારા વહ)
- વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક તથા વ્યાવસાયિક ગતિશીલતા ઓછી
- વિવિધતા ધરાવતી ચીજવસ્તુનો વેપાર
- વિવિધ ચલણોના ભાવ અને તેમના મૂલ્ય અંગેની અટકળો
- વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુકત પ્રયાસો
- અત્યંત મોટા પાયાનો વેપાર
- પડકારજનક સ્વરૂપ
- રાજકીય પ્રયત્નો
- રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર
- વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ
- હરિફાઈ અને જોખમની ઊંચી માત્રા
- ૨. આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત : (વાવ કવિભા હગ્રા)
- વાહન-વ્યવહાર ખર્ચનો તફાવત
- વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત
- કદના આધારે તફાવત
- વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ
- ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેના તફાવતો
- હરિફાઈના પ્રમાણમાં તફાવત
- ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત
૧૦. ઉદ્યોગક્ષેત્ર
- ૧. ઉદ્યોગોનું મહત્ત્વ : (અઅ રારોસા નિખે)
- અર્થતંત્રનો સમતોલ વિકાસ
- અર્થતંત્રનું મજબૂત માળખું
- રાષ્ટ્રીય આવકમાં ફાળો
- રોજગારી
- સામાજિક માળખામાં ફેરફાર
- નિકાસ આવક
- ખેતીનું આધુનિકિકરણ
- ૨. ઔધોગિક માળખું :
- મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગના પ્રકાર : (ગૃટના મોમ)
ગૃહઉદ્યોગ, ટચૂકડા ઉદ્યોગ, નાના પાયાના ઉદ્યોગો, મોટા પાયાના ઉદ્યોગો, મધ્યમ પાયાના ઉદ્યોગો - માલિકીના આધારે ઉદ્યોગના પ્રકાર : (ખાજા સસં)
ખાનગીક્ષેત્રના ઉદ્યોગ, જાહેરક્ષેત્રના ઉદ્યોગ, સહકારી ક્ષેત્રના ઉદ્યોગો, સંયુકત ક્ષેત્રના ઉદ્યોગો - ઉત્પાદીત વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગોના પ્રકાર : (વ અ)
વપરાશી વસ્તુના ઉધોગો, અર્ધતૈયાર વસ્તુના ઉધોગો
- મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગના પ્રકાર : (ગૃટના મોમ)
- ૩. ઔધોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં : (આઆ ટે ખાપાવિરા)
- આયાત-નિકાસ
- આર્થિક સહાય
- ટેકનીકલ કૌશલ્ય અને તાલીમ
- ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન
- પાયાની સુવિધાઓ
- વિવિધ સંસ્થાઓ અને નીતિઓની રચના
- રાજયની માલિકીની સહાયો
- ૪. નાના પાયાના ઉદ્યોગોનું સર્જન : (ર ઉ ઊંરોની વિસ વિસ)
- રજગારી સર્જન (રોજગારી)
- ઉત્પાદન વૃદ્ધિ
- ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ
- ઊંચો વિકાસ દર
- રોજગારી સર્જન
- નિકાસો
- વિદેશી હૂંડીયામણની બચત
- સમયનો ટૂંકો ગાળો
- વિકેન્દ્રીકરણ
- સમતોલ પ્રાદેશિક વિકાસ
૧૧. ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો
- ૧. સ્થળાંતરના પ્રકારો :
- સ્થળ આધારિત સ્થળાંતર : (૧) આંતરિક સ્થળાંતર (૨) આંતરરાષ્ટ્રીય સ્થળાંતર
- કારણ આધારિત સ્થળાંતર : (૧) આકર્ષણ સ્થળાંતર (૨) અપાકર્ષણ સ્થળાંતર
- ૨. સ્થળાંતરના કારણો :
- આર્થિક કારણો : (આ શિ નો કુ આ બ)
આયોજિત સ્થળાંતર, શિક્ષણની વધુ સારી તકો મેળવવા, નોકરી - વ્યવસાય કે ધંધા માટે, કુદરતી સંપત્તિનું પ્રમાણ, આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ મેળવવા, બદલી - સામાજિક કારણો : (લ સા)
લગ્ન, સામાજિક રીતરિવાજોમાંથી મુકિત મેળવવા - રાજકીય કારણો : (ઘ યુ)
ઘર્ષણ નિવારવા, યુદ્ધ અને અશાંતિ, કુદરતી આપત્તિઓ કે પર્યાવરણીય કારણો
- આર્થિક કારણો : (આ શિ નો કુ આ બ)
- ૩. સ્થળાંતરીય અસરો :
- હકારાત્મક અસરો : (આ દે)
આવકમાં વૃદ્ધિ, દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો - નકારાત્મક અસરો : (અ ૫ મા સા)
અનિયંત્રિત શહેરીકરણ, પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા, માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ, સામાજિક દૂષણો
- હકારાત્મક અસરો : (આ દે)
- ૪. શહેરીકરણની અસરો :
- હકારાત્મક અસરો : (માગ ઊંસા અસાં)
માળખાકીય સુવિધાઓમાં વધારો, ગરીબીમાં ઘટાડો, ઊંચું જીવનધોરણ, સામાજિક અસર - આધુનિક વિચારસરણી, અત્યાધુનિક આરોગ્યની સેવાઓ, સાંસ્કૃતિક વિકાસ - નકારાત્મક અસરો : (સાગંકા આપઆં)
સામાજિક અસમાનતા, ગંદા વસવાટોનો પ્રશ્ન, કાયદો - વ્યવસ્થાની સમસ્યા, આર્થિક અસમાનતા, પર્યાવરણના પ્રદૂષણના પ્રશ્નો, આંતર માળખાકીય સુવિધાઓના પ્રશ્નો
- હકારાત્મક અસરો : (માગ ઊંસા અસાં)
- ૫. શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો : (ગામાની રોશિ નાવ)
- ગામડામાં પાયાની સુવિધાઓનો વિકાસ
- માળખાકીય સુવિધાઓ સુદ્દઢ કરવી
- નીતિવિષયક પગલાં
- રોજગારીની તકો વધારવી
- શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ
- નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ
- વહીવટી વ્યવસ્થા સુદ્દઢ કરવી
Wrapping up, cracking Std 12 Economics isn't about blindly cramming your textbook. It is entirely about smart work and strategic revision. Note down these shortcuts, revise them daily, and see how naturally the long answers flow from your pen during the exam! Your examiner will be highly impressed by your structured and perfectly pointed answers.
Best of luck with your GSEB board exams—you are going to rock it! Don't forget to bookmark this post and share it with your classmates who might need a study boost!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)