Scoring High in Chapter 2: Linear Correlation (સુરેખ સહસંબંધ)
If you are preparing for your GSEB 12 Commerce board exams, Chapter 2 is a section you simply cannot afford to skip. Linear Correlation is honestly one of the most logical and scoring parts of the Statistics syllabus. When you look at the previous years' board MCQs, you will notice a very clear pattern. The examiners love to test your basic understanding of the correlation coefficient (r), its properties, and the Scatter Diagram method.
Instead of just memorizing the textbook lines, try to understand what positive and negative correlation actually look like in real life. For example, if the price of an item goes up and its demand goes down, that is a perfect example of negative correlation. While practicing the past papers for Std 12 Stat Ch 2, pay close attention to the small theory questions. Often, a 1-mark MCQ will directly ask for Karl Pearson's formula or a property of Spearman's rank method. Getting these basics right will not only help you quickly finish Section A but will also make those long 5-mark calculation sums feel much easier to tackle.
GSEB 12 Commerce Stat Ch 2 Board MCQs: સુરેખ સહસંબંધ
પ્રકરણ 2: સુરેખ સહસંબંધ (બોર્ડના તમામ MCQ)
1. ક્રમાંક સહસંબંધાંકની ગણતરીમાં Σ d² = 0 મળે, તો ક્રમાંક સહસંબંધાંકની કિંમત કેટલી થાય ?March-2006, 2024
(a) 0
(b) 1
(c) -1
(d) 0.5
સાચો જવાબ: (b) 1
2. સહસંબંધાંક rxy ની કિંમતનો વિસ્તાર લખો ?March-2007, 2013, 2022 May-2021
(a) -1 ≤ r ≤ 1
(b) -1 ≤ r ≥ 1
(c) -1 ≥ r ≥ 1
(d) -1 ≥ r < 1
સાચો જવાબ: (a) -1 ≤ r ≤ 1
3. જો બે યાદચ્છિક ચલો x અને y વચ્ચેનો સુરેખ સહસંબંધ y = 50 - 2x ના સમીકરણથી દર્શાવાય તો તે બે ચલો વચ્ચે કયા પ્રકારનો સંબંધ હશે.?March-2008
(a) ઘનિષ્ઠ ધન સહસંબંધ
(b) ઘનિષ્ઠ ઋણ સહસંબંધ
(c) સંપૂર્ણ ધન સહસંબંધ
(d) સંપૂર્ણ ઋણ સહસંબંધ
સાચો જવાબ: (d) સંપૂર્ણ ઋણ સહસંબંધ
4. સહસંબંધનું માપ સૌ પ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ સૂચવ્યું હતું.?March-2009
(a) સ્પિયરમેન
(b) કાર્લપિયર્સન
(c) સી.એફ.ગૌસ
(d) સર ફ્રાન્સીસ ગાલ્ટન
સાચો જવાબ: (b) કાર્લપિયર્સન
5. જો r(x,y) = 0.5 હોય તો r(-2x, 2y) ની કિંમત કેટલી હશે.?March-2010
(a) -0.5
(b) -0.25
(c) 0.5
(d) 1
સાચો જવાબ: (a) -0.5
6. ક્રમાંક સહસંબંધાંકનું વધુમાં વધુ મૂલ્ય જણાવો?March-2011
(a) -1
(b) +1
(c) +3
(d) 0
સાચો જવાબ: (b) +1
7. સહસંબંધાંક r નો વિસ્તાર લખો.March-2012, 2014
(a) -1 થી 1
(b) -3 થી 3
(c) 0 થી 1
(d) -1 થી 0
સાચો જવાબ: (a) -1 થી 1
8. X અને Y વચ્ચેનો સહસંબંધાંક rxy = 0.4 છે તેથી X/2 અને Y/2 વચ્ચેનો સહસંબંધાંક કેટલો થશે ?March-2015
(a) -0.2
(b) 0.4
(c) -0.4
(d) 0.2
સાચો જવાબ: (b) 0.4
9. યાદચ્છિક ચલો X અને Y વચ્ચેનાં રૈખિક સંબંધની ઘનિષ્ઠતાનાં માપને શું કહેવામાં આવે છે ?March-2016
(a) કાર્ય-કારણનો સંબંધ
(b) ગણિતક સંબંધ
(c) નિશ્ચાયકતાનો આંક
(d) સહસંબંધાંક
સાચો જવાબ: (d) સહસંબંધાંક
10. વિકીર્ણ આકૃતિમાં બધા બિંદુઓ યાદચ્છિક રીતે વિખરાયેલા હોય તો બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હોય ?March-2017
(a) ઘનિષ્ઠ ધન
(b) ઘનિષ્ઠ ઋણ
(c) સહસંબંધનો અભાવ
(d) ઓછો ઘનિષ્ઠ
સાચો જવાબ: (c) સહસંબંધનો અભાવ
11. ક્રમાંક સહસંબંધની રીતમાં બે ચલના ક્રમાંકોના તફાવતોનો સરવાળો શું થાય ?March-2018
(a) 0
(b) -1
(c) 1
(d) કોઈ પણ વાસ્તવિક સંખ્યા
સાચો જવાબ: (a) 0
12. વિકીર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલાં હોય તો r ની કિંમત શું થાય ?March-2019, 2024
(a) 0
(b) 1 અથવા -1
(c) 0.5
(d) -0.5
સાચો જવાબ: (b) 1 અથવા -1
13. નીચેના પૈકી r ની કઈ કિંમત શક્ય નથી?March-2020
(a) 0.99
(b) -1.07
(c) -0.85
(d) 0
સાચો જવાબ: (b) -1.07
14. જો r(-x, y) = -0.5 હોય તો r(x, -y) ની કિંમત કેટલી થાય.?March-2022
(a) 0.5
(b) -0.5
(c) 1
(d) 0
સાચો જવાબ: (b) -0.5
15. કાર્લ પિયર્સનના સહસંબંધાંક ગણવાના સૂત્રમાં અંશ શું દર્શાવે છે ?March-2023
(a) X અને Y ના વિચરણનો ગુણાકાર
(b) X અને Y નું સહવિચરણ
(c) X નું વિચરણ
(d) Y નું વિચરણ
સાચો જવાબ: (b) X અને Y નું સહવિચરણ
16. સહસંબંધાંક r નો વિસ્તાર શું છે ?Feb-2025
(A) -1 < r < 1
(B) 0 થી 1
(C) -1 ≤ r ≤ 1
(D) -1 થી 0
સાચો જવાબ: (C) -1 ≤ r ≤ 1
17. ક્રમાંક સહસંબંધની રીતમાં જો પ્રત્યેક અવલોકનની જોડ માટે પ્રચલિત સંકેતોમાં Rx = Ry હોય, તો r ની કિંમત શું થાય ?Feb-2025
(A) 0
(B) -1
(C) 1
(D) 0.1
સાચો જવાબ: (C) 1
18. જો બે ચલ વચ્ચે અચલ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય, તો તે બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ મળે ?Feb-2026
(A) આંશિક ધન સહસંબંધ
(B) સંપૂર્ણ ઋણ સહસંબંધ
(C) સંપૂર્ણ ધન સહસંબંધ
(D) આંશિક ઋણ સહસંબંધ
સાચો જવાબ: (B) સંપૂર્ણ ઋણ સહસંબંધ
19. જો r(x, y) = 0.7 હોય, તો r(x + 0.2, y + 0.2) ની કિંમત કેટલી થાય ?Feb-2026
(A) 0.7
(B) 0.9
(C) 1.1
(D) -0.7
સાચો જવાબ: (A) 0.7
GSEB Expert
I am a dedicated person who provides study materials, notes, textbooks, question papers, solutions, and educational updates for all GSEB board classes. My goal is to make learning easier and more accessible for students by sharing useful resources in one place. I believe that every student deserves clear guidance and quality study support to achieve better results. Through my work, I strive to help students learn with confidence and stay updated throughout their academic journey.
Comments (0)