Std 12 Statistics Ch 4 Board MCQs | સામયિક શ્રેણી

ગુજરાત બોર્ડ ધોરણ 12 આંકડાશાસ્ત્ર પ્રકરણ 4 'સામયિક શ્રેણી' (Time Series) ના બોર્ડ પરીક્ષા માટેના સૌથી મહત્વના MCQs અને ટૂંકા પ્રશ્નો. 12 માર્ક્સ પાક્કા કરો!

Jun 26, 2026 - 09:36
0 33

બોર્ડ પરીક્ષા માટે ખાસ: ધોરણ 12 આંકડાશાસ્ત્ર - પ્રકરણ 4 "સામયિક શ્રેણી" (Time Series) ના IMP પ્રશ્નો

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો! બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે સ્માર્ટ વર્ક કરવું ખૂબ જ જરૂરી છે. ધોરણ 12 કોમર્સના આંકડાશાસ્ત્ર (Statistics) વિષયમાં પ્રકરણ 4: સામયિક શ્રેણી (Time Series) એ ખૂબ જ સરળ અને પૂરા 12 માર્ક્સ અપાવે તેવું પ્રકરણ છે.

અહીં અમે બોર્ડની અગાઉની પરીક્ષાઓમાં (માર્ચ 2006 થી લઈને 2024 સુધી) વારંવાર પૂછાયેલા વિભાગ-A (MCQs) અને વિભાગ-B (એક વાક્યના પ્રશ્નો) નું લિસ્ટ તૈયાર કર્યું છે. જો તમે આટલા પ્રશ્નો બરાબર તૈયાર કરી લેશો, તો તમારા 1-1 માર્કના પ્રશ્નો ક્યારેય ખોટા નહીં પડે!

1. સામયિક શ્રેણીમાં સંકેતમાં C ને શું કહે છે.? (માર્ચ-2006,2013)
(a) વલણ
(b) મોસમી વધઘટ
(c) ચક્રિય વધઘટ ✅
(d) અનિયમિત વધઘટ
2. ધાર્મિક તહેવારોમાં તૈયાર કપડાના થતા વેચાણમાં થતો વધારો કઈ વધઘટનો નિર્દેશ કરે છે? (માર્ચ-2007,2008,2014)
(a) ચક્રિય વધઘટ
(b) મોસમી વધઘટ ✅
(c) અનિયમિત વધઘટ
(d) દીર્ઘકાલીન વધઘટ
3. સામયિક શ્રેણીમાં મોસમી વધઘટને કયા સંકેત વડે દર્શાવાય છે? (માર્ચ-2009,2011)
(a) Tt
(b) St
(c) Ct
(d) Rt
4. સામયિક શ્રેણીમાં યાદચ્છિક વધઘટને સંકેતમાં શેના વડે દર્શાવાય છે? (માર્ચ-2010)
(a) Tt
(b) St
(c) Ct
(d) Rt
5. સામયિક શ્રેણીમાં t સમયે મળતી ચલ રાશિ y ની કિંમતને કયા સંકેતથી દર્શાવાય છે? (માર્ચ-2012)
(a) Tt
(b) yt
(c) Yt
(d) ŷt
6. સામયિક શ્રેણીમાં ચક્રિય વધઘટ માટે આવર્તનનો ગાળો કેટલો હોય છે? (માર્ચ-2015)
(a) 10 થી 20 વર્ષનો
(b) 10 થી 15 વર્ષનો
(c) 5 થી 10 વર્ષનો
(d) 2 થી 10 વર્ષનો ✅
7. ચક્રિય ઘટક શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે? (માર્ચ-2016)
(a) Ct = yt - (Tt - St - Rt)
(b) Ct = yt - (Tt + St - Rt)
(c) Ct = yt - (Tt + St + Rt) ✅
(d) Ct = Tt + (St - Rt - yt)
8. સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ કેવી રીતે દર્શાવાય છે? (માર્ચ-2017, મે-2021)
(a) yt = Tt + St + Ct - Rt
(b) yt = Tt + St + Ct + Rt
(c) yt = Tt × St + Ct × Rt
(d) yt = St + Ct + Rt
9. હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટનો દર્શાવે છે? (માર્ચ-2018, 2019, 2022)
(a) ચક્રિય
(b) મોસમી
(c) યાદચ્છિક ✅
(d) વલણ
10. મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે? (માર્ચ-2020)
(a) નિયમિત ✅
(b) શૂન્ય પ્રમાણમાં
(c) અનિયમિત
(d) દીર્ઘકાલીન
11. વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી દૂર થાય છે? (માર્ચ-2022, 2024)
(a) આલેખની રીત
(b) ન્યૂનતમ વર્ગોની રીત
(c) કાર્લ પિયર્સનની રીત
(d) ચલિત સરેરાશની રીત ✅
12. "અતિવૃષ્ટિને કારણે કૃષિ ઉત્પાદનમાં થયેલો ઘટાડો" કઈ વધઘટ દર્શાવે છે? (માર્ચ-2023)
(a) ચક્રિય
(b) મોસમી
(c) યાદચ્છિક ✅
(d) વલણ
13. સામાયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે? (માર્ચ-2024)
(a) યાદચ્છિક ઘટક ✅
(b) વલણ
(c) મોસમી ઘટક
(d) ચક્રિય ઘટક
14. ચોમાસામાં કોઈ એક કંપનીના છત્રીના વેચાણમાં થયેલો વધારો કઈ વધઘટ દર્શાવે છે?
(a) યાદચ્છિક
(b) વલણ
(c) મોસમી ✅
(d) ચક્રિય

If You have want to all MCQ in english medium then click to below Next Button You have get it.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0
GSEB Expert

I am a dedicated person who provides study materials, notes, textbooks, question papers, solutions, and educational updates for all GSEB board classes. My goal is to make learning easier and more accessible for students by sharing useful resources in one place. I believe that every student deserves clear guidance and quality study support to achieve better results. Through my work, I strive to help students learn with confidence and stay updated throughout their academic journey.

Comments (0)

User