Std 12 Statistics Part 2 Ch 1 Board MCQs | સંભાવના (Probability)

ગુજરાત બોર્ડ ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ-2 પ્રકરણ 1 'સંભાવના' (Probability) ના બોર્ડ પરીક્ષા માટેના સૌથી મહત્વના MCQs. 12 માર્ક્સ પાક્કા કરો!

Jun 26, 2026 - 10:01
0

Board MCQs Gujarati Medium

વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર ભાગ-2 નું પહેલું પ્રકરણ 'સંભાવના' (Probability) બોર્ડની પરીક્ષામાં 12 ગુણનું વેઇટેજ ધરાવે છે. ઘણા વિદ્યાર્થીઓને આ પ્રકરણ અઘરું લાગે છે, પરંતુ જો તમે બોર્ડની જૂની પરીક્ષાઓના પ્રશ્નો (PYQs) સોલ્વ કરો, તો તમારો આત્મવિશ્વાસ ચોક્કસ વધશે.

અહીં માર્ચ 2006 થી લઈને 2024 સુધી બોર્ડમાં પૂછાયેલા અગત્યના બહુવિકલ્પી પ્રશ્નો (MCQs) સાચા જવાબો સાથે આપેલા છે. તો ચાલો, તૈયારી શરૂ કરીએ!

1. સંભાવનાના વૈજ્ઞાનિક અભિગમની શરૂઆત કોણે કરી? (માર્ચ-2006, 2013, 2016)
(a) ફિશર અને યેટ
(b) પાસ્કલ અને ફર્મા ✅
(c) સ્મિથ અને કેન્ડલ
(d) સર ફ્રાન્સિસ ગાલ્ટન
2. નિદર્શ અવકાશ U માંની બે ઘટનાઓ A અને B માટે A ∩ B = φ હોય તો તે કેવી ઘટનાઓ કહેવાય? (માર્ચ-2007, 2014, 2017)
(a) પૂરક ઘટના
(b) પ્રાથમિક ઘટના
(c) પરસ્પર નિવારક ઘટના ✅
(d) તફાવત ઘટના
3. જો U = {1, 2, 3, 4, 5, 6, 7}, A = {1, 3} અને B = {2, 4, 6} હોય તો, A અને B કયા પ્રકારની ઘટનાઓ કહેવાય? (માર્ચ-2008)
(a) નિઃશેષ ઘટનાઓ
(b) પરસ્પર નિવારક ઘટનાઓ ✅
(c) પ્રાથમિક ઘટનાઓ
(d) સમસંભાવી ઘટનાઓ
4. ઘટના B બને પરંતુ ઘટના A ન બને તો, તે ઘટનાને સંકેતમાં કઈ રીતે દર્શાવાય? (માર્ચ-2009)
(a) B ∩ A' ✅
(b) A ∩ B'
(c) A ∩ B
(d) A ∪ B
5. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય છે? (માર્ચ-2010)
(a) 0
(b) 2
(c) 1 ✅
(d) -1
6. P(A) + P(A') નું મૂલ્ય કેટલું થાય? (માર્ચ-2011)
(a) 2
(b) -1
(c) 1 ✅
(d) 0
7. જાન્યુઆરી 2010 માં 5 સોમવાર આવવાની સંભાવના કેટલી હોય છે? (માર્ચ-2012)
(a) 4/7
(b) 1/7
(c) 2/7
(d) 3/7 ✅
8. જો U = {-1, 0, 1, 2, 3, 4}, A = {1, 2, 3, 4} અને B = {-1, 0, 1} હોય તો A ∩ B' શું થાય? (માર્ચ-2015)
(a) {1, 2, 3, 4}
(b) {1, 2, 3}
(c) {-1, 0, 1}
(d) {2, 3, 4} ✅
9. વર્ષના ઓગસ્ટ માસમાં 5 ગુરુવાર આવવાની સંભાવના કેટલી હોય છે? (માર્ચ-2018)
(a) 4/7
(b) 1/7
(c) 2/7
(d) 3/7 ✅
10. નિદર્શ અવકાશમાંની કોઈપણ ઘટના A માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? (માર્ચ-2019)
(a) P(A) < 0
(b) 0 ≤ P(A) ≥ 1
(c) 0 ≤ P(A) ≤ 1 ✅
(d) P(A) > 1
11. ઘટના A ∪ A' = U હોય તો A અને A' કેવી ઘટનાઓ કહેવાય? (માર્ચ-2020)
(a) અશક્ય ઘટનાઓ
(b) ચોક્કસ ઘટનાઓ
(c) પૂરક ઘટનાઓ ✅
(d) નિરપેક્ષ ઘટનાઓ
12. છ બાજુવાળા ત્રણ સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે, તો બનતા નિદર્શ અવકાશમાં નિદર્શ બિંદુઓની કુલ સંખ્યા કેટલી થાય? (મે-2021)
(a) 36
(b) 729
(c) 18
(d) 216 ✅
13. બે ઘટનાઓ A અને A' માટે P(A ∩ A') નું મૂલ્ય કેટલું થાય? (મે-2021, માર્ચ-2024)
(a) 1
(b) 0 ✅
(c) 0.5
(d) 0 અને 1 ની વચ્ચે
14. સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે? (માર્ચ-2022)
(a) ગાણિતિક વ્યાખ્યા ✅
(b) પૂર્વ ધારણાયુક્ત વ્યાખ્યા
(c) આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા
(d) ભૌમિતિક વ્યાખ્યા
15. જો P(A/B) = P(A) અને P(B/A) = P(B) હોય, તો ઘટનાઓ A અને B કયા પ્રકારની ઘટનાઓ કહેવાય? (માર્ચ-2022)
(a) નિરપેક્ષ ઘટનાઓ ✅
(b) પૂરક ઘટનાઓ
(c) ચોક્કસ ઘટનાઓ
(d) અશક્ય ઘટનાઓ
16. છ બાજુવાળા ત્રણ સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે, તો બનતા નિદર્શ અવકાશમાં નિદર્શ બિંદુઓની કુલ સંખ્યા કેટલી થાય? (માર્ચ-2023)
(a) 62
(b) 36
(c) 6 × 3
(d) 63 ✅
17. પ્રાકૃતિક સંખ્યાઓ 1 અને 20 વચ્ચેની સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો તે સંખ્યા 5 ની ગુણક હોવાની સંભાવના કેટલી થાય? (માર્ચ-2024)
(a) 1/2
(b) 1/4
(c) 1/5 ✅
(d) 1/3
💡 Teacher's Pro Tip: સંભાવનાના પ્રકરણમાં "પરસ્પર નિવારક ઘટનાઓ" (A ∩ B = φ) અને "નિરપેક્ષ ઘટનાઓ" (P(A∩B) = P(A)×P(B)) ના તફાવતને લગતા પ્રશ્નો દર વર્ષે અચૂક પૂછાય છે. આ બંને કોન્સેપ્ટ મગજમાં એકદમ ક્લિયર કરી લેવા!
If You Want to Read Board MCQs in English Medium Then Click On Next Button You have get it.
GSEB Expert

I am a dedicated person who provides study materials, notes, textbooks, question papers, solutions, and educational updates for all GSEB board classes. My goal is to make learning easier and more accessible for students by sharing useful resources in one place. I believe that every student deserves clear guidance and quality study support to achieve better results. Through my work, I strive to help students learn with confidence and stay updated throughout their academic journey.

Comments (0)

User