Std 12 Account Ch 1 MCQ Quiz
Practice Std 12 Account Ch 1 MCQ with this interactive quiz! Get the best Swadhyay MCQ solutions for Gujarati Medium students to score high.
Question 1 / 58
ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે?
[A] ખર્ચ
[B] દેવું
[C] આવક
[D] નુકસાન
Question 2 / 58
કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે?
[A] અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ
[B] સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ
[C] ચાલુ ખાતાની પદ્ધતિ
[D] આપેલ પૈકી એક પણ નહિ
Question 3 / 58
હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય?
[A] મૂડી ખાતે ઉધાર
[B] મૂડી ખાતે જમા
[C] ચાલુ ખાતે ઉધાર
[D] ચાલુ ખાતે જમા
Question 4 / 58
જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય, તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે?
[A] મૂડી ખાતે
[B] ચાલુ ખાતે
[C] નફા-નુકસાન ખાતે
[D] નફા-નુકસાન ફાળવણી ખાતે
Question 5 / 58
ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય?
[A] ખર્ચ
[B] દેવું
[C] આવક
[D] નુકસાન
Question 6 / 58
ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે?
[A] ખર્ચ
[B] દેવું
[C] આવક
[D] નુકસાન
Question 7 / 58
નફા-નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે .........
[A] કાચો નફો
[B] કાચી ખોટ
[C] વહેંચણીપાત્ર નફો
[D] વહેંચણીપાત્ર ખોટ
Question 8 / 58
જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય, તો કેટલા ટકા વ્યાજ આપવું?
[A] 6%
[B] 9%
[C] 12%
[D] કાંઈ નહિ
Question 9 / 58
જો ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય, તો પેઢીએ ભાગીદારોએ ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય?
[A] 6%
[B] 9%
[C] 12%
[D] વ્યાજ ગણાશે નહિ
Question 10 / 58
A, B અને C ની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વહેંચણીપાત્ર નફો ₹ 66,000 હોય, તો C ને કેટલો નફો મળે?
[A] ₹ 11,000
[B] ₹ 22,000
[C] ₹ 33,000
[D] ₹ 66,000
Question 11 / 58
દરેક ભાગીદાર બીજા ભાગીદારનો શું ગણાય?
[A] પ્રતિનિધિ
[B] પ્રતિસ્પર્ધી
[C] અધિકારી
[D] લેણદાર
Question 12 / 58
ભાગીદારીમાં પેઢીના સંચાલકો કોણ હોય છે?
[A] લેણદાર
[B] દેવાદારો
[C] માલિકો
[D] પ્રતિનિધિઓ
Question 13 / 58
ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી કેવી છે?
[A] મર્યાદિત
[B] અમર્યાદિત
[C] મૂડી પૂરતી
[D] આપેલ પૈકી એક પણ નહિ
Question 14 / 58
કયું ખાતું એ નફા-નુકસાન ખાતાનો જ એક ભાગ છે?
[A] વેપાર ખાતું
[B] મૂડી ખાતું
[C] નફા-નુકસાન ફાળવણી ખાતું
[D] ચાલુ ખાતું
Question 15 / 58
વહેંચણીપાત્ર નફો એટલે કયા ખાતાની કઈ બાકી?
[A] નફા-નુકસાન ખાતાની ઉધાર બાકી
[B] નફા-નુકસાન ખાતાની જમા બાકી
[C] નફા-નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી
[D] નફા-નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી
Question 16 / 58
કયું ખાતું એ નફા-નુકસાન ખાતાનો જ એક ભાગ છે?
[A] વેપાર ખાતું
[B] મૂડી ખાતું
[C] નફા-નુકસાન ફાળવણી ખાતું
[D] ચાલુ ખાતું
Question 17 / 58
વહેંચણીપાત્ર નફો એટલે કયા ખાતાની કઈ બાકી?
[A] નફા-નુકસાન ખાતાની ઉધાર બાકી
[B] નફા-નુકસાન ખાતાની જમા બાકી
[C] નફા-નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી
[D] નફા-નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી
Question 18 / 58
ભાગીદારી પેઢીમાં ભાગીદારોનાં મૂડી ખાતા રાખવા માટે કેટલી પદ્ધતિઓ જોવા મળે છે?
[A] એક
[B] બે
[C] ત્રણ
[D] ચાર
Question 19 / 58
હંગામી (અસ્થિર) મૂડી પ્રથામાં ઉપાડ પર વ્યાજ ક્યાં દર્શાવાશે?
[A] મૂડી ખાતે જમા બાજુ
[B] મૂડી ખાતે ઉધાર બાજુ
[C] ચાલુ ખાતે જમા બાજુ
[D] ચાલુ ખાતે ઉધાર બાજુ
Question 20 / 58
હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગની ખોટ કયા ખાતે કઈ બાજુ નોંધાય?
[A] મૂડી ખાતે જમા બાજુ
[B] મૂડી ખાતે ઉધાર બાજુ
[C] ચાલુ ખાતે જમા બાજુ
[D] ચાલુ ખાતે ઉધાર બાજુ
Question 21 / 58
ભાગીદારોનાં મૂડી ખાતાં સ્થિર હોય ત્યારે ભાગીદારોને આપવાનો પગાર કયા ખાતે જમા થાય છે?
[A] મૂડી ખાતે
[B] નફા-નુકસાન ખાતે
[C] નફા-નુકસાન ફાળવણી ખાતે
[D] ચાલુ ખાતે
Question 22 / 58
સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં મૂડી પર વ્યાજ કયા ખાતે નોંધાય?
[A] વેપાર ખાતે
[B] મૂડી ખાતે
[C] ચાલુ ખાતે
[D] ઉપાડ ખાતે
Question 23 / 58
સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડીની વધ-ઘટ અંગેના હવાલાની અસર કયા ખાતે આપવામાં આવે છે?
[A] ચાલુ ખાતે
[B] સ્થિર મૂડી ખાતે
[C] નફા-નુકસાન ખાતે
[D] નફા-નુકસાન ફાળવણી ખાતે
Question 24 / 58
સામાન્ય રીતે ભાગીદારોના મૂડી ખાતાની કઈ બાકી હોય છે?
[A] ઉધાર
[B] જમા
[C] ઉધાર કે જમા
[D] આપેલ પૈકી પણ નહિ.
Question 25 / 58
સામાન્ય રીતે ચાલુ ખાતાની કઈ બાકી હોય છે?
[A] ઉધાર
[B] જમા
[C] ઉધાર કે જમા
[D] આપેલ પૈકી પણ નહિ.
Question 26 / 58
ભાગીદારની મૂડીની જમા બાકી પર વ્યાજ ગણતાં ભાગીદારની મૂડી પર શું અસર થાય?
[A] વધે
[B] ઘટે
[C] વધે કે ઘટે
[D] આપેલ પૈકી એક પણ નહિ
Question 27 / 58
ભાગીદારના ઉપાડ પરનું વ્યાજ એ પેઢી માટે શું છે?
[A] ખર્ચ
[B] દેવું
[C] આવક
[D] નુકસાન
Question 28 / 58
ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે?
[A] ખર્ચ
[B] દેવું
[C] આવક
[D] નુકસાન
Question 29 / 58
ભાગીદારે પેઢીને આપેલ લોન પર જ્યારે કરારમાં ઉલ્લેખ ન હોય ત્યારે કાયદા મુજબ કેટલા ટકાના દરે વ્યાજ આપવું જોઈએ?
[A] 6%
[B] 8.5%
[C] 9.5%
[D] 10%
Question 30 / 58
જો ભાગીદારી કરારપત્રમાં ઉલ્લેખ ન હોય તો ચાલુ ખાતાની જમા બાકી પર કેટલા ટકાના દરે વ્યાજ ગણાય?
[A] 5 %
[B] 6 %
[C] 10 %
[D] વ્યાજ ન ગણાય
Question 31 / 58
જો ભાગીદારી કરારપત્રમાં ઉલ્લેખ ન હોય તો સક્રિય ભાગીદારને નફા પર કેટલા ટકા કમિશન મળે?
[A] 5 %
[B] 6 %
[C] 10 %
[D] કમિશન ન મળે
Question 32 / 58
ભાગીદારો વચ્ચે કરારનામું થયેલ ન હોય ત્યારે ભાગીદારો વચ્ચે નફો-નુકસાન કયા પ્રમાણમાં વહેંચાય?
[A] મૂડીના પ્રમાણમાં
[B] ઉપાડના પ્રમાણમાં
[C] સરખા પ્રમાણમાં
[D] અસમાન પ્રમાણમાં
Question 33 / 58
ભારતમાં ભાગીદારી કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો છે?
[A] 1923
[B] 1932
[C] 1947
[D] 1956
Question 34 / 58
ભાગીદારી કરારમાં જોગવાઈ ન હોય, તો ભાગીદારો વચ્ચે નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચાય છે?
[A] મૂડીના પ્રમાણમાં
[B] લાભના પ્રમાણમાં
[C] ત્યાગના પ્રમાણમાં
[D] સરખા પ્રમાણમાં
Question 35 / 58
વેપાર ખાતાની જમા બાકી એટલે ........
[A] કાચો નફો
[B] ચોખ્ખો નફો
[C] કાચી ખોટ
[D] ચોખ્ખી ખોટ
Question 36 / 58
માલપરત ઉધાર એટલે શું?
[A] ખરીદી
[B] ખરીદમાલ પરત
[C] વેચાણ
[D] વેચાણમાલ પરત
Question 37 / 58
માલપરત જમા એટલે શું?
[A] ખરીદપરત
[B] વેચાણપરત
[C] ખરીદી
[D] વેચાણ
Question 38 / 58
બેન્ક ઓવરડ્રાફ્ટની કઈ બાકી હોય છે?
[A] ઉધાર બાકી
[B] જમા બાકી
[C] ઉધાર અને જમા
[D] એક પણ નહિ
Question 39 / 58
નફા-નુકસાન ખાતાની જમા બાકી કાચા સરવૈયામાં આપેલ હોય તો ક્યાં દર્શાવાશે?
[A] વેપાર ખાતે
[B] નફા-નુકસાન ખાતે
[C] નફા-નુકસાન ફાળવણી ખાતે
[D] મૂડી/ચાલુ ખાતે
Question 40 / 58
નફા-નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ કઈ વિગત દર્શાવાય છે?
[A] ઉપાડ પર વ્યાજ
[B] ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ
[C] ચોખ્ખો નફો
[D] સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ
Question 41 / 58
સામાન્ય રીતે ચાલુ ખાતાંની કઈ બાકી હોય છે?
[A] ઉધાર
[B] જમા
[C] ઉધાર કે જમા
[D] આપેલ પૈકી એક પણ નહિ
Question 42 / 58
પેઢીની આર્થિક પરિસ્થિતિ ...... રજૂ કરે છે.
[A] કાચું સરવૈયું
[B] વેપાર ખાતું
[C] પાકું સરવૈયું
[D] નફા-નુકસાન ખાતું
Question 43 / 58
કાચો નફો કે કાચી ખોટ નક્કી કરવા માટે કયું ખાતું તૈયાર કરવામાં આવે છે?
[A] વેપાર ખાતું
[B] નફા-નુકસાન ખાતું
[C] મૂડી ખાતાં
[D] ચાલુ ખાતાં
Question 44 / 58
વેપાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો તફાવતને શું કહેવાય?
[A] કાચો નફો
[B] કાચી ખોટ
[C] ચોખ્ખી ખોટ
[D] મૂડી
Question 45 / 58
ચોખ્ખી ખોટ ક્યાં દર્શાવેલ હશે?
[A] નફા-નુકસાન ખાતાની ઉધાર બાજુ
[B] નફા-નુકસાન ખાતાની જમા બાજુ
[C] મૂડી ખાતાની જમા બાજુ
[D] નફા-નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ
Question 46 / 58
ભાગીદારનાં ચાલુ ખાતાંની ઉધાર બાકી ક્યાં દર્શાવાશે?
[A] નફા-નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ
[B] નફા-નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ
[C] પાકા સરવૈયામાં મૂડી-દેવાં બાજુ
[D] પાકા સરવૈયામાં મિલકત-લેણાં બાજુ
Question 47 / 58
ખરીદમાલ-પરતને શું કહે છે?
[A] ઉધાર
[B] જમા
[C] માલ-પરત ઉધાર
[D] માલ-પરત જમા
Question 48 / 58
માલ-પરત જમાને શું કહે છે?
[A] ખરીદી
[B] વેચાણ
[C] ખરીદ-પરત
[D] વેચાણ-પરત
Question 49 / 58
અગાઉથી મળેલ આવકને શું કહે છે?
[A] લેણું
[B] દેવું
[C] રોકાણ
[D] મિલકત
Question 50 / 58
રોયલ્ટી ક્યાં દર્શાવાશે?
[A] વેપાર ખાતાની ઉધાર બાજુ
[B] નફા-નુકસાન ખાતાની ઉધાર બાજુ
[C] પાકા સરવૈયામાં મિલકત-લેણાં બાજુ
[D] પાકા-સરવૈયામાં મૂડી-દેવાં બાજુ
Question 51 / 58
પ્રોવિડન્ટ ફંડમાં રોકાણોનું વ્યાજ ક્યાં નોંધાશે?
[A] નફા-નુકસાન ખાતાની જમા બાજુ
[B] વેપાર ખાતાની જમા બાજુ
[C] પાકા સરવૈયામાં મિલકત-લેણાં બાજુ પ્રોવિડન્ટ ફંડનાં રોકાણોમાં ઉમેરાશે.
[D] પાકા સરવૈયામાં મૂડી-દેવાં બાજુ પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરાશે.
Question 52 / 58
કાચા સરવૈયામાં દર્શાવેલ આખર સ્ટોક ક્યાં દર્શાવાશે?
[A] વેપાર ખાતાની ઉધાર બાજુ
[B] વેપાર ખાતાની જમા બાજુ
[C] પાકા સરવૈયામાં મિલકત-લેણાં બાજુ
[D] નફા-નુકસાન ખાતાની જમા બાજુ
Question 53 / 58
કાચા સરવૈયામાં દર્શાવેલ ઓફિસ-યંત્રોનો ઘસારો ક્યાં દર્શાવાશે?
[A] વેપાર ખાતાની ઉધાર બાજુ
[B] નફા-નુકસાન ખાતાની ઉધાર બાજુ
[C] પાકા સરવૈયામાં મિલકત-લેણાં બાજુ
[D] આપેલ પૈકી એક પણ નહિ
Question 54 / 58
નફા-નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે શું?
[A] કાચો નફો
[B] ચોખ્ખો નફો
[C] ચોખ્ખી ખોટ
[D] વહેંચણીપાત્ર નફો
Question 55 / 58
આખર સ્ટોક ₹ 10,000 છે. નીચેની માહિતી પરથી આખર સ્ટોકની કિંમત નક્કી કરો: બજારકિંમત: 3,000 2,500 મૂળકિંમત: 2,500 3,000
[A] ₹ 5,500
[B] ₹ 5,000
[C] ₹ 6,000
[D] ₹ 9,500
Question 56 / 58
નીચેનામાંથી કયો ખર્ચ વહીવટી ખર્ચ ગણાય?
[A] ફર્નિચર પર ઘસારો
[B] વટાવ
[C] લોનનું વ્યાજ
[D] પગાર
Question 57 / 58
નીચેનામાંથી કયો ખર્ચ નાણાકીય ખર્ચ છે?
[A] સ્ટેશનરી ખર્ચ
[B] સમારકામ ખર્ચ
[C] લોન પર વ્યાજ
[D] ઉપાડ પર વ્યાજ
Question 58 / 58
નીચેનામાંથી કયો ખર્ચ વેચાણ-વિતરણનો ખર્ચ ગણાય?
[A] જાહેરાત ખર્ચ
[B] મુસાફરી ખર્ચ
[C] ઘાલખાધ
[D] પરચૂરણ નુકસાન
What's Your Reaction?
Like
2
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)