Std 10 Maths IMP theory

Get the complete chapter-wise Std 10 Maths IMP theory guide. Score higher in your Gujarat Board exams by focusing on these exact concepts.

Jun 20, 2026 - 19:37
Updated: 19 days ago
0 103

2. પ્રકરણ 1: વાસ્તવિક સંખ્યાઓ

  • N={1,2,3,......} ગણતરીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે.
  • W={0,1,2,3,4,........} પૂર્ણસંખ્યાઓ છે.
  • I અથવા Z={......,-2,-1,0,1,2,.....} પૂર્ણાંક સંખ્યાઓ છે.
  • જે સંખ્યાઓને a/b સ્વરૂપમાં લખી શકાય. જ્યાં a,b પૂર્ણાંકો, b ≠ 0, તેવી સંખ્યાઓને સંમેય સંખ્યા કહે છે.
  • જે સંમેય સંખ્યા નથી એવી સંખ્યાને અસંમેય સંખ્યા કહે છે.
  • સંમેય અને અસંમેય સંખ્યાના સમૂહને વાસ્તવિક સંખ્યાઓ કહે છે.
  • યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનું સ્વરૂપ 2K પ્રકારનું હોય છે. જ્યારે 2K+1 પ્રકારનું સ્વરૂપ અયુગ્મ હોય છે.
  • 3 ના ગુણાંક સ્વરૂપ 3K પ્રકારનું હોય છે.
  • ચાર ધન ક્રમિક સંખ્યાનો ગુણાકાર 24 વડે વિભાજય છે.
  • યુકલિડની રીતે ગુસાઅ શોધવા માટે મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગાકાર કરી અંતિમ શૂન્યતરે શેષ શોધવો પડે.
  • ગુસાઅ (a, b) x લસાઅ (a, b) = axb
  • જો ગુસાઅ (a,b) = 1 તો ગુસાઅ (a-b,a+b) = 1 અથવા 2
  • બીઝોરનું નિત્યસમ = Gi સંખ્યાઓનો ગુસાઅને તે બે સંખ્યાના કોઈ ગુણકના તફાવત સ્વરૂપે લખી શકાય.
  • અનંત અનાવૃત મનાવૃત દશાંશ એ અસંમેય સંખ્યા છે. п એ અસંમેય સંખ્યા છે, જ્યારે 22/7 એ સંમેય છે.
  • મહતમ, ક્ષમતા જેવા શબ્દો હોય તો ગુસાઅ શોધવો.
  • શેષ હોય તો શેષ બાદ કર્યા પછી ગુસાઅ શોધવો તે રીતે લઘુતમ જેવા શબ્દો હોયતો લસાઅ શોધ્યા પછી શેષ ઉમેરવો.
  • લસાઅ એ ગુસાઅનો અવયવી છે. જ્યારે ગુસાઅ એ લસાઅનો અવયવ છે.
  • અપૂર્ણાંકના છેદના અવયવનું સ્વરૂપ 2m5n હોય તો તે સાન્ત દશાંશ હોય છે.

Click Here To Download Pdf

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0
GSEB Expert

I am a dedicated person who provides study materials, notes, textbooks, question papers, solutions, and educational updates for all GSEB board classes. My goal is to make learning easier and more accessible for students by sharing useful resources in one place. I believe that every student deserves clear guidance and quality study support to achieve better results. Through my work, I strive to help students learn with confidence and stay updated throughout their academic journey.

Comments (0)

User